SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પાચ દે. કોઈ ખીમાર હોય તા તેની પૂરી સભાળ રાખે, સેવા કરતાં જરાય ખેદ ન અનુભવે, પણ પૂરી પ્રસન્નતાથી સેવા કરે. આમ પશ્ચાતાપ કરતાં અને સેવા કરતાં ક્રમનાં પડળા ઉઘડી ગયાં. આત્મ વિચારણા કરતાં ભાવ શ્રેણીએ ચડયા, ક્ષપકશ્રેણી, ક્ષાયક ભાવ, કેવળજ્ઞાન અને કેવળર્દેશનને પામ્યા પણ પાતાને કેવળજ્ઞાન થયુ છે, તેની વાત કોઈને કરી નહીં. ગુરૂ પણ કેટલા સરળ અને ભણાવવાની જિજ્ઞાસાવાળા કે ખાર ખાર વરસ સુધી એકની એક ગાથા આપે છે, છતાં કે’ટાળતા નથી. ગુરૂજી શિષ્ય પાસેથી નીકળે છે અને પૂછે છે કેમ ગાથા આપું? પણ આવડે તા ? શિષ્ય કહે છે. મને આવડી ગઈ છે. આ સાંભળી ગુરૂજીને પણ ખૂબ આનંદ થયા, અને ગાથા ખેલવાનુ કહ્યુ. શિષ્ય એ ગાથા ખેલવાને બદલે આખુ અધ્યયન આલી ગયા. આ ચમત્કારથી ગુરૂને આશ્ચય થયું અને પૂછ્યું : તમને કંઈ જ્ઞાન ઉત્પન્ન થયું છે ? શિષ્યે કહ્યું, “ હા!” ગુરૂજીએ ફરી પ્રશ્ન કર્યાં, “ડિવાઈ કે પડિવાઈ ?’” શિષ્યે કહ્યું, “અપડિવાઈ. આ સાંભળી ગુરૂજી સમજી ગયા કે આ શિષ્યને કેવળજ્ઞાન અને કેવળર્દેશ`ન પ્રાપ્ત થયા છે. ગુરૂજી શિષ્યનાં પગમાં પડયા અને કેવળી ભગવંતની અશાતના કરી તે બદલ ક્ષમા માંગી. પછી પશ્ચાતાપ કરવા લાગ્યા. શુદ્ધ, પવિત્ર, નિમ ળ અને કષાય રહિત બનતાં ગુરૂને પણુ કેવળજ્ઞાન અને કેવળ દુશન પ્રાપ્ત થયું. ચાર ઘનઘાતી ક્રમ જાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પાંચજ્ઞાનમાં પ્રથમના ચારજ્ઞાન ક્ષયપશમ ભાવે છે અને કેવળજ્ઞાન ક્ષાયકભાવે છે. મતિ, શ્રુત એ એ જ્ઞાન પરાક્ષ છે અને અવિષે તથા મનઃ વજ્ઞાન દેશપ્રત્યક્ષ તથા કેવળજ્ઞાન સવ પ્રત્યક્ષ છે. નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિવેચન સુંદર રીતે આવેલું છે. સૂત્રસિદ્ધાંત વાંચા તે તમને ખ્યાલ આવે કે જ્ઞાન કેવી અપૂર્વ વસ્તુ છે! ક્ષાયકજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ક્ષાપશમજ્ઞાન તે નીસરણી છે. તે દ્વારા પગથિયા ચડવા માંડી. એક વખત અવશ્ય ક્ષાયકજ્ઞાનને પ્રાપ્ત કરી શકશે. અહી નિષધકુમારના પૂર્વભવની વાત ચાલે છે. એકદા પદ્માવતી રાણીને સિંહનું સ્વપ્ન આવે છે. તેઓ રાજા પાસે જાય છે અને પેાતાના શુભ સ્વપ્નની વાત કરે છે. તે સાંભળી રાજા કહે છે કે આપને અતિ ઉત્તમ સ્વપ્ન પ્રાપ્ત થયુ છે. કુળને ઉજવળ કરનાર પુત્ર રત્નની આપ માતા બનશે. રાણી, રાજાની વાત સાંભળી આનતિ હૈચે પેાતાના શયનગૃહમાં જાય છે અને ધમ જાગરણ કરતાં રાત્રી પસાર કરે છે. વિશેષ અધિકાર અવસરે કહેવાશે.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy