SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આવેશ બહુ બુરી ચીજ છે. માને ગાળ દે છે અને બાપને મારી નાંખવા સુધી તૈયાર થાય છે. ભાન નથી કે હું શું બોલું છું. આ મારા પૂજ્ય પિતાશ્રી છે, પૂજ્ય માતુશ્રી છે, એ સમજણને દીપ ઓલવાઈ જાય છે. વિવેકચક્ષુ બંધ થઈ જાય છે અને મેટું ખુલી જાય છે. ભાષાની ગોળીઓ ધડાધડ છેડે છે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ સાનભાન ભુલી બેસે છે. “જ્ઞાની પુરૂષની આંખ ખુલે છે અને હું બંધ થાય છે.” (knowledge is power) જ્ઞાન એ ચેતના છે. જ્ઞાની વિવેક કરનાર હોય છે. માટે જ્ઞાનની બહુ જરૂર છે. ક્રોધને પ્રસંગ પડતાં જ્ઞાની વિચારે કે એને આત્મા કમથી ઘેરાઈ ગયું છે. તે મારે એના જેવું ન થવું જોઈએ. જ્ઞાનીને જ્ઞાન હોય છે એટલે અજ્ઞાની જેવા ચેનચાળા કરતા નથી. જે સમતા રાખે છે તેને વિજય છે. જે અજ્ઞાન દશામાં બેલે તેને પરાજય છે. જે ક્રોધ કર્યો કે તરત જ કર્મ સેંટી જાય છે. કર્મને આવવાનું કારણ પોતે ઉભું કરે છે. બે માણસ છે, એક તેલ ચેપડીને અખાડામાં કુસ્તી કરે છે, બીજો તેલ ચોપડયા વગર કુસ્તી કરે છે. તેલ ચેપડયું છે કે ચીકણે થાય છે, એને જ વધારે ચડે છે. તેમ જે કષાય વધારે કરે છે એને કર્મબંધ વધારે થાય છે. હસતાં હસતાં પાપ કરું છું, આવે જે પરિણામ પાપનું, રડી રડી સંતાપ કરું છું...હસતાં. કર્મ જે બાંધ્યા હસતાં હસતાં, કદી ન છુટે રડતાં રડતાં, વેળા વીતી જાય પછીથી, તેને પશ્ચાતાપ કરું છું....હસતાં” હસતાં હસતાં જીવ ખૂબજ પાપકર્મ કરે છે જ્યારે ફળ રૂપે ઉદય પામે છે ત્યારે એનું પરિણામ ભોગવવા રડવું આવી જાય છે. એટલે હસતાં બાંધેલા કર્મ રડતાં પણ છુટતાં નથી. જ્યારે એવું કોઈ પાપ થઈ જાય છે, સત્તા માટે, ધન માટે, ઐશ્વર્ય માટે ત્યારે વિચાર પણ આવતું નથી. વિચારવાની વેળા વિતી જાય પછી એને પશ્ચાતાપ કરે છે. અરે, મારા હાથે આવું દુષ્કાય થઈ ગયું ! પણ રાંડયા પછીનું ડહાપણ શા કામનું? વિષય-કષાય-રાગદ્વેષ કેવા ભયંકર પરિણામ લાવે છે ! બે માણસો એકસાથે જમવા બેઠા છે. એક માણસ જમતાં જમતાં રસની ભરતી માણે છે. આ મીઠાઈ કેવી મધુર છે? આ ખમણ કેવા સ્વાદિષ્ટ છે? આ શાકભાજી કેવી મસાલાથી ભરપુર છે, તીખાં તમતમતાં અને દેખાવમાં સુંદર છે! કચુંબર અને ચટણી સુંદર બનાવેલાં છે. આવા ભાવથી ખાતાં ખાતાં સાત આઠ કમ બાંધે છે. જ્યારે બીજે માણસ સાત આઠ કર્મ તેડે છે. તે જમતાં જમતાં વિચારે છે કે જેમ એજનમાં કોલસા ભરવા પડે છે તેમ આ શરીરરૂપી એન ચલાવવા માટે પેટને ભરવું પડે છે. જીભ સુધી જ સ્વાદ છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy