SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પછી તે અંદર કંઈ જ નથી. આહાર એ એકેન્દ્રિનાં મૃત કલેવર છે. તેની ઉજાણી હું ન કરી શકું. ખાધા વિના છૂટકો નથી એટલે ખાઉં છું. “ कसाय पयणू किच्चा, अप्पाहारो तितिक्षण બદ્દ મિરરવું નિરાક, હાસ્લેવ અંતિચં રૂા” આચારંગ સૂત્ર સાધુ કષાયની મંદતા કરે છે. અપ આહાર મળવા છતાં ક્ષમાને મૂકે નહિ. ભજન નજીક આવતાં તેને ગ્લાનિ થાય. જ્યારે મુનિ હારીને આવે ત્યારે એમ થાય કે મારે હજી પિટ ભરવું પડશે ! હું સિદ્ધની લાઈનમાં ક્યારે બેસું? ખાય છે ખરા, પણ સ્વાદ માટે એક ગાલેથી બીજા ગાલે લઈ જતાં નથી. ભાવના તે અણુહારિક પદ મેળવવાની છે. “વિધવિધ વહેવારે છ કરતાં, સઘળું કરતાં છતાં અકર્તા, દેર ઉપર જેમ સૂરતા નર ચૂકે નહિ રે, જ્ઞાની જ્ઞાનદશાને દર કદી ચુકે નહિ રે વ્યવહારમાં રહેવું પડે છે, શરીરને ખોરાક આપવું પડે છે. દા. ત. એક માણસને ગુમડું થયું હોય અને મલમ લગાડે તે પછી એ મલમ કાળો છે કે ગુલાબી છે, એવું કદી વિચારતે નથી, જે હોય તે અહીં તો મટાડવાનું કામ છેને? તેવી રીતે જ્ઞાની પુરુષ આહાર કરે છે તે સુધાના દર્દીને દૂર કરવા માટે, શરીરને ટકાવી રાખવા માટે પણ વાદ માટે, ઇન્દ્રિયના વિષયને પિષવા માટે આહાર કરતાં નથી. ગુમડા પર મલમપટ્ટી રહે તે માટે પાટો બાંધે છે. પાટો ગમે તે હોય તે પણ તેના પર આસક્તિ હોતી નથી. તેમ લજજા પરિસહ જીતી શકાતું નથી. તેથી શરીરને ઢાંકવા માટે કપડાં પહેરવા પડે છે. પણું વસ્ત્રોની અંદર મુછ નથી. સાધુને તે દેહ ઉપર પણ મુછ નથી. આ શરીરને ખેરાક આપવો પડે છે, એમ માનીને ભેજન કરનાર સાત-આઠ કર્મને તોડી નાંખે છે. આ શરીર સારામાં સારી ચીજને બગાડનાર છે. ટીફીનમાં રાખેલી સુખડી આઠ દસ દિવસ સુધી તેવી ને તેવી જ રહે પણ પેટમાં નાખે અને વમન દ્વારા બહાર નીકળે તે સુગ ચડે માટે શરીર પરને મોહ છોડવા જેવો છે. જ્યાં મોહ-મમતા અને લેભ નથી ત્યાં સમતા-સંતેષ છે. ત્યાં કર્મના ગંજેગંજ ઉડી જાય છે. સમતાભાવ કર્મની ભેખડે તેડી નાંખે છે. આત્માનું કાર્ય રસ અને ઉલ્લાસ પૂર્વક થાય તે કર્મના ગંજેગંજને ઉડાડી દે છે અને એજ કાર્ય જે સાંસારિક રસ અને આસક્તિપૂર્વક થાય તે કર્મના ગંજેગંજને ખડકાવી દે છે. એક દષ્ટાંતમાં સમજાવે છે કે એક ચાર રસ્તા ઉપર જતાં એક માણસને છરી ભેંકી દે છે અને આંતરડા બહાર કાઢે છે. જ્યારે ડોકટર સાહેબ ઓપરેશન થિયેટરમાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy