SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ માતાને પ્રતિક્રમણ, સામાયિક વગેરે ધમની ક્રિયા કરવાના ભાવ થાય. જે માતાને ભુતડા; ડુંગળી, લસણ કે ધૂળ વિ. ખાવાના ભાવ થાય તેવા જીવ કોઈ હલકી કાટીમાંથી આવ્યા હાય છે. ગર્ભવતી સ્ત્રીના દોહદ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે ગર્ભસ્થ બાળક કેવા હશે ? કંસની માતાને પતિના કાળજાનું માંસ ખાવાના દોહદ ઉત્પન્ન થાય છે. કંસના જન્મ થાય છે ત્યારે કાંસાની પેટીમાં બંધ કરીને નદીમાં વહેતા મુકે છે. કાંસાની પેટીમાંથી આવેલે એટલે તેનું નામ કૅસ રાખ્યું. તે કંસ માટો થયા ત્યારે પિતાને જેલમાં પૂરી ૫૦૦ ફટકા લગાવતા. જ્યારે કાણિકના જીવ ચેલણાદેવીના ગર્ભમાં આવે છે ત્યારે ચેલણા માતાને રાજા શ્રેણીકનું માંસ ખાવાના દોહા જાગે છે. ગભમાં જ કેવા વૈરભાવ ? પછી અભયકુમાર દાદ પૂરા કરાવે છે. અને જન્મ થાય છે. ચેલા કહે છે:આ પુત્ર મારે ન જોઈએ. કારણ કે નક્કી એના પિતાનુ વેર લેશે. દાસી દ્વારા તેને ઉકરડે નખાવી ઢીએ છે. શ્રેણીક રાજાને આ ખબર પડી અને બાળકને બચાવી લીધા. એની આંગળી કુકડે કરડેલી હાવાથી પાકી જાય છે અને પરૂ થાય છે. એટલે ચીસાચીસ નાંખે છે. રાજા આંગળીને માઢામાં લઈ પરૂ ચુસી નાખે છે. એમ કેાણિક માટો થાય છે. કોણિક પૂર્વભવમાં તાપસ હતા. માસખમણને પારણે માસખમણ કરતા હતા. રાજા એને આમંત્રણ આપે છે “આપ મારે ત્યાં પધારો.” જ્યારે તપના ટાઈમ પૂરા થયા ત્યારે રાજા રાજકારભારમાં ભૂલી ગયા. તાપસ પાછા ફર્યાં ને રાજાને યાદ આવ્યું. પાછળ જાય છે ને કહે છે, પધારે પારણું કરવા. ” તે તાપસ કહે છે, બીજું માસખમણુ શરૂ થયું. રાજા કહે છે મારી ભુલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભુલ નહીં થાય. મારે ત્યાં જરૂર પધારશેા. બીજી માસખમણ પૂરુ થાય છે ત્યારે યુદ્ધની વાતમાં રાજા ભુલી જાય છે. રાજા તેડવા આવશે એમ માનીને રાહ જુએ છે પણ રાજા ભુલી જાય છે. ત્રીનુ માસખમણુ શરૂ કરે છે. તપશ્ચર્યા સારી છે પણ ક્રોધ ખૂશ છે. “આ રાજા મારી કસેાટી કરવા માંગે છે અને શું આવી રીતે મને મારી નાંખશે ?” ત્રીજું માસખમણ પુરું થયુ. પારણે રાજાને ત્યાં જાય છે પણ પુત્ર જન્મના મહાત્સવમાં ભુલી જાય છે. તાપસ પાછા ફરે છે. શરીર કૃષ થઈ ગયુ છે. શરીર કૃષ થયું પણ કષાય કૃષ ન થયાં. વેર લેવાની ભાવના જાગી. હવે તા સ થારા જ કરવા છે. પણ હૈયામાં વેરના અગ્નિ જાગ્યા છે. એટલે વિચારે છે કે જો મારા તપનુ ફળ હાય તેા આવતા ભવમાં હું ગમે તેમ કરી તેનુ વેર લઉં. તપના ફળમાં એણે વેરના બદલા લેવાનું માંગ્યું. તપશ્ચર્યા કરવી સારી પણ ક્રોધ કરવા નહી” સારા. Àાક : ક્રોધ મહા ચંડાળ ધ્રુજાવે છાતી, ક્રોધ મહાચ'ડાળ આંખ કરાવે રાતી, ક્રોધ મહાચંડાળ ન જાણે ખાળ કે કુંડા, ક્રોધ મહાચંડાળ જાય નરકમાં ઊંડા ક્રોધ બહુ ખુશ છે. ધ આવે ત્યારે શરીર ગરમ થાય છે, આંખ લાલ થઈ જાય
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy