SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સાચું સ્વરૂપ સમજાયું નથી અને જે સમજાણું છે તે ધર્મનું આચરણ કરતાં તમને અટકાવે છે. અનંત ગુણેને સ્વામી આત્મા છે તેને ભૂલી જડમાં જ કેમ રાચી રહ્યા છે? દેવલોકમાં અઢળક સાહ્યબી હેવા છતાં જ્ઞાની પુરૂષ માનવનાં અવતારને વખાણે છે. કારણ કે ઔદારિક શરીર મુક્તિ મેળવવામાં સહાયક છે. નારકી ને દેવ અપચ્ચખાણી અને અવિરતી છે. દેવે ૪૦ કરોડ ગાઉનાં જંબુદ્વિીપને કુંવર કુંવરીના જોડલાથી ભરી દે એવી શક્તિ ધરાવે છે. આવા શક્તિસંપન્ન દેવ પિતાની શક્તિને પરમાં ફેરવી શકે છે પણ સ્વમાં ફેરવી શક્તા નથી. માનવને શક્તિને શ્વમાં ફેરવવાની તાકાત છે. જડને મોહ ઓછો કરી સ્વતત્વને નિહાળે. દ્રવ્ય-ગુણ પર્યાયની વિચારણા કરે. તેનાથી કર્મની ભેખડે ઊડી જશે તમારા હૃદયમાં કોનું સ્ટાન્ડર્ડ ઉચું છે? આત્માનું કે કર્મનું? ઘણા બહેને અહીં આવે તે પણ આ સાડલો કયાં ભરા, આ ઘરેણાં કેની પાસે ઘડાવ્યા વગેરે વાતે કરે. કોઈને ત્યાં બેસવા જાય તે પણ બધી વસ્તુ ધ્યાનમાં રાખી લે અને પિતાને ત્યાં કઈ વસ્તુ નથી તે ઘેર આવી કહે. આ બધામાં રચ્યાપચ્યા રહે છે તેનાં કરતાં મહાપુરૂષોના સમાગમમાં આવે અને તેમનામાં રહેલા સદ્ગુણોને તમારા જીવનમાં વિકસાવે. જેને વિષયને રસ વિષ સખો લાગે તેને સંસારના કે પદાર્થમાં મન લાગે નહિ. કેઈને ત્યાં તમે જમવા ગયા અને તેનાં ભેજનમાં ઝેર હોય, તમે તે ખાધું અને માંડ બચી ગયા, તે ફરી તે ઘરે જમવા જાવ ખરાં? ના. તેના ઘર સામું પણ ન જુએ. આ સંસાર ઝેર રૂ૫ છે. તે તમને કયારે સમજાશે? ઝેર લાગે તે મન ઉઠી જાય. સત્યને સમજી મેહના ચાળા મૂકી આત્મા તરફ દષ્ટિ કરો. આ જ કરવા જેવું છે. રત્નને મૂકીને પથ્થાની પાછળ ભમી ભમીને કાંઈ શિર પટકાવી, સમજ પડયા પહેલા સઘળું એ ખેવે.....કરી ના કમાણી ગુમાવી શું રે! ગઈ હાથ બાજુ પછી શું તું !” જીવ ધર્મરૂપી રત્નને મૂકી પુદ્ગલરૂપ પથ્થરાની પાછળ દોટ મુકે છે. બે ઘડી સામાયિક કરવી હોય તે ન કરે અને ગલાતલામાં કલાકો વીતાવી દે. ગામ ગપાટા મારી થાકી જાય તે શાંત મગજ કરવા થીએટરમાં જાય, પણ ઉપાશ્રયમાં ન આવે. તમને પ્રેયસની ભૂખ છે કે શ્રેયસની? અનાદિથી જડમાં તે પડયા છે, હવે ચૈતન્યને નિહાળે. તેના ગ તરફ દષ્ટિ કરે. તેના ઉપગમાં રમતાં ધર્મ થશે અને સંસાર ભાવમાં રમતાં કર્મ બંધાશે. કર્મ અને ધર્મ એ બંનેના રાા (અઢી) અક્ષર છે. કની જગ્યાએ ધ મૂકી દ. કમને લીધે સંસારનું પરિભ્રમણ છે. ચાર ગતિના ચક્રાવા રૂપ ફજેત ફાળકામાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy