SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ઘુમાવ્યા કરે છે. આ ફજેત ફાળકાનું ઉપરનું ખાનું દેવલેતું છે. નીચેનું ખાનું નારકીનું છે અને બાજુના બે મનુષ્ય અને તિર્યંચ ગતિના છે. કર્મ જીવને નીચેથી ઉપર અને ઉપરથી નીચે એમ પછાડયા કરે છે. હવે એને અંત લાવે છે તે પુરુષાર્થ કરે, ચાર ગતિની એપાટમાં છવ ખેલ્યા કરે છે. પાટની સોગઠી વચ્ચે આવી જાય એટલે કે ઘરમાં આવી જાય તે તેને ભમવું પડતું નથી. આ જીવ પણ જે પિતાના ઘરમાં આવી જાય તે તેને પરિભ્રમણ કરવાનું રહેતું નથી. કુમતિમાં રાચી રહેલા જીવને સુમતિ લાવે છે. હવે અહીં આવે. તમારા કચરા કાઢી તમને સ્વચ્છ બનાવું, સંયમની લગની લગાડું, સંસારનાં રંગરાગથી દૂર કરી અહિંસા, સત્ય, આદિ વ્રતમાં વૃત્તિને સ્થાપ્યું. જીવ વ્રતમાં આવે તે તેનાં પગલાં ઉપાશ્રયમાં થાય, સીનેમાગૃહમાં નહિ. વીતરાગના માર્ગને અપનાવનાર સીનેમા જેવા જાય તે તેની આબરુ શી? દારૂપીઠ પાસે થઈને સજજન પુરૂ પસાર પણ ન થાય, કારણ કે તેને એમ થાય કે કોઈ મને અહીં જેશે તે મારા માટે શંકા કરશે. ફિલ્મમાં જતાં શરમ આવે છે? પૈસા આપી વિષયને શા માટે પિ છે? ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, પણ આજે સંસ્કૃતિને હ્રાસ થતો જાય છે. આઠમા વ્રતનાં પાંચ અતિચાર છે. તેમાં બીજે અતિચાર છે કુકુઈએ. વિકાર વધે તેવી ચેષ્ટા કરવી તે કુકુઈ એ છે. ત્રીજે અતિચાર ખર્યું છે. સંબંધ વિનાનું અને જરૂર વિનાનું બહુ બેલ્યા કરવું તે મુહરીએ છે. અસભ્ય અને અવિવેકી વચને બોલનાર દરેક જગ્યાએ તિરસ્કારને પાત્ર બને છે. જેનાં જીવનમાં વચન પર સંયમ નથી, તેના જીવનમાં લેશે અને ઝઘડાઓ થાય છે. બહુ બેલનાર માનસિક શાંતિ ગુમાવે છે. વિચાર કર્યા વગર બોલ–બોલ કરવાથી અનર્થદંડ લાગે છે માટે સુજ્ઞપુરૂષે આ અતિચારથી બચવું જોઈએ. પ્રયજન વિના હિંસક સાધને અન્યને આપવા તેનાથી આઠમા વ્રતને ચે અતિચાર સંજુત્તાહિગરણે લાગે છે. ઘણાને એવી ટેવ હોય છે કે પિતાને ત્યાં છરી, કાતર વિ. સાધને હેય તે બીજાને કહે, તમારે કેરી આદિ કાપવી હોય તે મારી છરી લઈ જજે. બહુ સરસ છે. આમ બેસવાથી અનર્થદંડ લાગે છે. ઉપભોગ-પરિભગ અઈરૉ-પિતાની જરૂરિયાત કરતાં વિશેષ પ્રમાણમાં ઉપભેગપરિભેગનાં સાધનો રાખવાં અને તેમાં અતિરક્ત બનીને રહેવું, જરૂરી વસ્તુમાં પણ ઘટાડો કરે તે આર્યો છે. અને બિનજરૂરી ચીજોને એકઠી કરવી તે અનાર્યતા છે. - અનથદંડથી નિવતે તે સામાયિક વ્રતમાં આવી શકે. જેના વડે આત્માને લાભ થાય તે સામાયિક છે, ઊંચ-નીચના, શત્રુ-મિત્રના ભેદ વિના સમભાવ કેળવે તે સામાયિક
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy