SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ છે. તે વખતે ચાર વાગ્યામાં માજી સુંઢલી લઈ ગેબર વીણી રહ્યા છે. તે ગામના રાજ ઘોડા ઉપર બેસી ત્યાંથી નીકળે છે. તેમની નજર ડોશીમા ઉપર પડે છે. ડેશીને જોઈ તેમને દયા આવી જાય છે. અને વિચાર કરે છે. “મારા રાજ્યમાં આવા દુઃખી માણસો વસે છે કે જેને આટલી ઉંમરે આવી ઠંડીમાં આવી રીતે હેરાન થવું પડે છે.” તે રાજા ડોશી પાસે જાય છે. ઘોડા પરથી નીચે ઉતરી ડોશીને કહે છે, “માજી! તમે અત્યારે કેમ નીકળ્યા છે? હું આ ગામને રાજા છું. આપને જે ઈચ્છા હોય તે માગી લે, જેથી આ ઉમરે હેરાન ન થવું પડે.” ડોશીમા રાજા સામે દષ્ટિ કરે, અને કહે છે, જે આપ ખરેખર રાજા હો તે આ ગામના બધા બૈરાંઓને કહી દે, કે મારી છાણની બે ટોપલી ભરાય નહીં ત્યાં સુધી કોઈએ આ વગડામાંથી છાણ લેવું નહિ.” આ સાંભળી રાજાને હસવું આવે છે. તે કહે છે “માજી! હું કોણ છું તેને તે તમે વિચાર કરે. કઈ ગામ માગે. ગરાસ માગે. સોનું રૂપું માગો, પણ માજી તે એક જ વાત કરે છે– તમારે મને આપવું હોય તે મેં કહ્યું તેમ કરી આપે. મારે બીજું કાંઈ જોઈતું નથી. તમને કઈ માગવાનું કહે તે શું માગો ખૂબ વિચારશે તે ખબર પડશે કે આ ડોશીમાથી તમે પણ ઉતરે તેમ નથી. ભગવાનનું સ્મરણ કરે; જાપ કરે, અને કહે કે, “હે દીનાનાથ! મારો ધંધે ધીખતે ચાલે, દીકરાને સારી નોકરી મળી જાય. સૌની તબિયત સારી રહે અને લીલીવાડી જોઈને હું જાઉં તેમ કરજે.” આ ગોબરની માંગણી નથી તે બીજું શું છે? “દેડયા દિનરાત શું એ મૃગજળમાં મોહ ધરી, આ વિચાર ના કે આખર શી થાશે ગતિ, સેવ્યા પગ પામરનાં વિષયમાં શું અંધ બની, સેવ્યા નહીં ચરણ તારા ગેબરનાં ગુલામ બની, જીવડો શું આજે મુંઝાઈ રહ્યો છે.... ભૂલ્યા તારું નામ વખત વહી ગયે રે.... મૃગજળ સમા સાંસારિક વૈભવ હોવા છતાં જીવ તેની પાછળ દોટ મૂકે છે, વિષયમાં અંધ બની ગબરને ગુલામ બને છે. મેહમાં અંધ બનેલ માનવી લહમી અને અધિકારમાં વધારો કરે છે. પણ જ્ઞાની પુરૂષે શું કહે છે “લક્ષમી અને અધિકાર વધતાં શું વધ્યું તે તે કહે ?” આ પ્રશ્ન કાંઈ છે તાત્વિક છે? દીકરાને જન્મ થયે પણ આને સંસાર વળે કે બીજું કાંઈ ? પૈસામાં વધારે થયે, તમે ચુંટાઈને અમલદારની પદવી પર આવ્યા, પણ આ બધામાંથી સંસારની જ વૃદ્ધિ થઈ ને! આ બધામાંથી તારા આત્માને શો ફાયદો? તેને કદી વિચાર આવે છે? જે તમારી સાથે આવવાનું છે તેને માટે તમે શું કરે છે? કાંઈ જ નહિ. અને જે સાથે નથી આવવાનું તેની પાછળ કેટલી દોટ મૂકે છે? ધર્મનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy