________________
૫
પ્રભુની નજીક થઈ શકાય છે. જ્યારે તમારા શ્રીમતી ઉના ઉના કુલકા જમાડતી હોય ત્યાર ઈશ્વર યાદ આવે કે તમારી સામે થઈ જાય? તમારી એક એક વાતને કાપી નાખી જ્યારે તે આડી ચાલે ત્યારે ઈશ્વર યાદ આવે ! જ્યારે પુત્ર અનુકુળ હોય, તમારી સેવા કરતે હોય ત્યારે સંસાર અસાર લાગે?
જાનમાં ગયા છે અને વિવિધ વાનગીઓ આરોગતા હે, ત્યારે ઈશ્વરને યાદ કરે કે શારીરમાં ખૂબ તાવ ચડે ત્યારે યાદ કરે? જ્યાં એકલું સુખ છે ત્યાં વિરતીરૂપ ધર્મ નથી. જ્યારે જીગલિયાને કાળ પ્રવતતે હેય-કલ્પવૃક્ષના સુખે મળતાં હોય ત્યારે ધર્મ નથી. તેમ દેવભૂમિમાં પણ વિભવ અને સુખને પ્રવાહ છે, એટલે ત્યાં ધર્મ નથી. દેવેને સમકિત હોવા છતાં એક નવકારશી તપ પણ કરી શકતા નથી. તેમ એકલું દુઃખ હેય ત્યાં ધર્મ નથી. જેમકે એકન્દ્રિયપણું. એકેન્દ્રિયમાં તે સમક્તિ પણ નથી. જ્ઞાની પુરુષે કહે છે કે તમારા જીવનના અંતરિક્ષમાં દુખની કાળી ઘટાઓ ઘેરાય ત્યારે શાંતિ રાખે. શાંતિ રાખશે તે કોઈ વાર સુખને પ્રકાશ પણ તમને મળશે. સુખ અને દુઃખ એક ડાળના બે ફળ છે.
આજ આનંદ તે કાલ વિષાદ છે, એમ સંસારનું ચક્ર ચાલે, સરખી સ્થિતિ રહી ના કરી કેઈની, કઈ કરમાય તે કઈ ફાલે, જીવન છે ત્યાં સુધી કર્મ પ્રારબ્ધનાં, સહન કરવા પડે ખાંડ ખાઈ,
સુખ ને દુખના ધ્વંદ્વ તંતુ વડે, જીવન ચાદર બધાંની વણાઈ સુખ અને દુઃખ જીવનચાદરનાં તાણાવાણા છે. કર્મના પરિપાક સહન કરવાં જ પડે છે. જીવનની ધારા એકસરખી સદૈવ રહેતી નથી. કયારેક સમ હોય તે કયારેક વિષમ હેય. જીવનમાં કયારેક વસંત હોય તે ક્યારેક પાનખર પણ હોય. કયારેક નિરોગી કાયા હોય તે કયારેક દર્દથી ઘેરાયેલી હોય. દેહ છે ત્યાં સુધી દર્દ તે આવવાના. શરદી થઈ ગઈ અને તાવ આવ્યે તે તાવને ઉતારવાની કોશીશ ન કરે. તાવ શરદીને પકવી દે છે. શરદીને ત્રણ દિવસ ભાર રહે પછી મટી જાય. પૂર્વે હિંસા કરી છે એટલે દd આવે છે. હવે દર્દ ન જોઈતાં હોય તે જીની દયા પાળ, અશુભ પ્રવૃત્તિમાંથી શુભ પ્રવૃત્તિમાં આવે. દઈ આવે તેને શાંતિથી વેદ.
જ્ઞાની તથા અજ્ઞાની બંનેને કર્મ તે ઉદયમાં આવે છે. કર્મ કોઈની શરમ રાખતા નથી. ભગવાન મહાવીર સ્વામીને પણ છ મહીના સુધી લેહીખંડવાડે રહો આપણે તે પામર જ છીએ. તે કર્મ ઉદયમાં આવે તેમાં શું નવાઈ છે? જ્ઞાની પુરૂષને જ્યારે કર્મ ઉદયમાન થાય ત્યારે પણ જ્ઞાનમાં જ રમે છે. પરંતુ આર્તધ્યાન ધરતા નથી અને અજ્ઞાની જીવ જુનાં કર્મ વેતે જાય અને આધ્યાન કરી નવાં કર્મ બાંધતે જાય.
દઈને શાંતિથી વેઠવા એજ તપ છે, એજ સાધના છે અને તેમાં જ ખરી પરીક્ષા