SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ કરવું કમી ન રાખી. હરવા ફરવા જવું, વિકારને ઉત્તેજિત કરે એવા ખોરાક ખાવા, એવા પિશાક પહેરવા, પછી ઈન્દ્રિય પર સંયમ કેવી રીતે રહે? જેને ત્રિદેષ થયે હોય તેને મુંઝારે થાય છે. તે લુગડા ચુંથે છે, યદુવા–તદુવા બકે છે. તેને દૂધ સાકર અને ચેખા ખવડાવવામાં આવે તે સનેપાત વધી જાય છે પણ મટતો નથી. યુવાની તે હોય જ. તેમાં માદક પદાર્થો મળે પછી ઉન્માદ વધી જાય છે. દોડવું હોય ને ઢાળ મળે, પછી શી ખામી રહે? સુવર્ણમાં ખાવાપીવાને સંયમ નથી. સાસરીયા અને પીયરીયા બંને પહેચતા છે. સુવણુને ખૂબ સાચવે છે, તેની પાસે કામકાજ કરાવતા નથી. પણ નવરું મગજ સેતાનનું કારખાનું છે. કામને મારનાર કામ છે. સુવર્ણમાં કામ પ્રદિપ્ત થાય છે. છેડે વખત સાસરે રહી પીયર જાય છે. એના બંગલાની સામે રાજમહેલ આવેલો છે. એક વખત સુવર્ણ પિતાના બંગલાની બારીમાં ઉભી છે. ત્યાંથી રાજકુમાર તેસલ નીકળે છે. સુવર્ણ તસલકુમારને જુએ છે અને વાસના તીવ્ર બને છે. સીસકાર કરી બોલાવે છે. બંનેની આંખ સામસામી ટકરાય છે. આંખમાં કામણ છે, આંખમાં વિજળી છે, આંખમાં વિકાર છે. આંખથી બંને વાત કરે છે, ૧૧ વાગ્યે રાત્રે આવવાને સંકેત કરી સુવર્ણ ચાલી જાય છે. તસલ કુમારના દિલમાં પણ સુવર્ણ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થયું છે. તે રાત પડવાની રાહ જુએ છે. બરાબર અગ્યાર વાગતા સુવર્ણ પાસે પાછલે બારણેથી તે કુમાર પહોંચી જાય છે, બંનેએ પિતાની ભાવના પૂરી કરી. બ્રહ્મચર્ય ભાવના ભુકા કરી નાખ્યા. વિષય વૃત્તિ જાગી, તેને પૂર્ણ કરે પણ તે વધુ બળતરા મૂકતી જાય છે. હવે તે તેસલકુમાર રાજ આવવા લા. કામ અંધ છે. કામી પુરૂષ વિવેકને વિસરી જાય છે. ગોટલામાં મોટો આંબે સમાયેલું છે એમ એક અનુચિત કરણીમાં અનેક અનુચિત કરણીએ સમાએલી છે. દો અને દુષ્કાને લેશ પણ આવકારવા એ ખતરનાક છે. સુવર્ણ અને તેસલકુમાર રોજ રાત્રે મળે છે, ઈચ્છિત કામ ભેગવે છે. પરિણામે સુવર્ણને ગર્ભ રહે છે. પાપી માણસ પાપ કરતાં જરા પણ અચકાતા નથી, પણ તેને કડવાં ફળ ભેગવવાના આવે ત્યારે રાડ પાડી જાય છે. ઘણુ એમ કહે છે કે અત્યારના જમાનામાં પાપી–જુલમી માણસોને ત્યાં સુવર્ણની ખુરશીઓ હોય છે અને ધમી રીબાય છે. ધર્મને કઈ બેલાવતું પણ નથી. પાપકર્મ આચરનાર જે પૈસાદાર હોય તો દુનિયામાં એની બોલબાલા થાય છે. પુણ્ય-કર્મના ઉદયથી સુખ મળે છે અને પાપકર્મના ઉદયથી દુઃખ મળે છે. ધર્મ કરવાથી તરત સુખ મળે અને સુચાઈ વિ. કરવાથી તરત દુઃખ મળે, આ માન્યતા સામાન્યતઃ બેટી છે. જેને જે કર્મને ઉદય ચાલતું હોય તે મુજબ તેને સુખ કે દુખ મળે. એ વખતે આત્મા અમી છે કે પાપી એ વાત જેવાની રહેતી નથી પણ વર્તમાનમાં જે પાપ કર્યું છે. તેનું ફળ તે ભાવમાં ભેગવવું પડશે. ધરતી પર ઉભેલું બાળક પડી જાય તે તેને કેટલું લાગે?
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy