SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ અનુભવીને પૂછી જે કે કોણ જીવી જાણે છે, ધનવાન જીવન માણે છે, નિર્ધન એ બે તાણે છે. ગરીબ નારી પારકા ઘરનાં દળણાં દળે છે, પણ શીલને સુરક્ષિત રાખે છે. કોઈ શોઠી ૧૦૦ રૂપિયા આપે પણ પૈસા માટે શીલ વેચતી નથી. પિતાના શીલનું જનના જોખમે રક્ષણ કરે છે. ભલે ગરીબી હેય પણ આવા પૈસાને લાત મારે છે. પૈસાવાળી દશહજારના હીરાવાળી બુટ્ટી પહેરે છે, હીરાને સેટ પહેરે છે, પણ રાતના બાર વાગ્યા સુધી તેના કંથની રાહ જુએ છે, પણ પારકે ઘેર જનાર આવતું નથી, તેથી દડ–દડ આંસુ પાડે છે. તેને પોતાના સ્વામીની વર્તણૂકથી સંતોષ નથી. તે એમ વિચારે છે કે આવા દારૂ પીનાર અને પારકી સ્ત્રીઓમાં રાચનાર પુરૂષ કરતાં મને કોઈ ગરીબને ત્યાં મારા માબાપે આપી હોત તે સારું હતું. જીવનમાં ચારિત્ર્ય નથી, તે કાંઈ જ નથી. તમારે ધનવાન બનવું છે કે ચારિત્ર્યવાન? ચારિત્ર્યવાન. અહીં બેઠા છે ત્યાં સુધી જ ને ? આજના નાસ્તિકવાદ અને વિલાસના ભરચક સંગે વચ્ચે સાવધાન રહેવા જેવું છે. દિલમાં ઉડે સુધી શીલનું મહત્વ બેઠું હોય તે જ બચી શકાય, નહિ તે આજના જમાનામાં વ્યાહમાં ફસાવવાનું થાય. આજનો યુગ વિકાસને છે એમ માની લેક પૂર્વ યુગની સદાચારની વાતને વાહિયાત લેખે છે. વળી વિષય એ કુદરતી હાજત છે એમ પણ મનાવે છે તેથી વિષયની છૂટને નિર્દોષ ગણે છે. પણ આ બધી ભ્રમણા છે. એમાં ફસાયા પછી જીવ જીવનપર્યત પશુતુલ્ય બનીને રહે છે. માટે આવા પતનના વિચારોને ફેંકી દઈ શીલને જ મહત્વ આપવાની જરૂર છે. કામવાસનાને નિરંકુશ છૂટી મૂકવાથી કેવી દશા થાય છે તે તમને સુવર્ણના દષ્ટાંત ઉપરથી સ્પષ્ટ થશે. એક નગરમાં નંદ નામના શ્રેષ્ઠીવર્ય છે. તેમને ત્યાં વૈભવ-વિલાસને પાર નથી. તેમનાં પત્નીનું નામ રત્નાવલી છે. લગ્ન પછી ઘણાં વર્ષે રત્નાવલી એક પુત્રીને જન્મ આપે છે. તેનું નામ સુવર્ણા રાખે છે. ખૂબ લાડકેડથી તેને ઉછેર થાય છે. યોગ્ય ઉંમર થતાં એક શ્રેષ્ઠી પુત્ર હરિદત્ત સાથે તેના લગ્ન થાય છે. હરિદત્ત લગ્ન પછી થોડા ટાઈમે વેપાર કરવા માટે લંકાપુરી જાય છે. પહેલાના જમાનામાં પત્નીને સાથે લઈ જતાં ન હતાં. આજે તે મુંબઈમાં પહેલા રૂમ લઈ લે પછી લગ્ન કરે એટલે લગ્ન પછી તરત જ મુંબઈમાં વસવાટ શરૂ થઈ જાય. સુવર્ણ સાસુ સસરાની હૂંફમાં દિવસે પસાર કરે છે. પણ જવાની દિવાની છે. બાલ્યવય વટાવવી સહેલ છે પણ યુવાવસ્થા દરિયાનાં વમળ જેવી છે. વમળ વટાવવા ખૂબ મુશ્કેલ પડે છે. તેમ યુવાનીમાં કાળા ડાઘ ન લાગવા દેવો તે મુશ્કેલ છે. જેને પિતાની યુવાનીને જાળવી છે તે ધન્યવાદને પાત્ર છે. આ સુવર્ણએ જીવનમાં કોઈ જાતને સંયમ રાખે નહિ. ખાવા-પીવામાં કઈ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy