SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ અને એ જ બાળક સાતમે માળે ચડી જાય, એ વખતે મા ભલે ખુશ થાય અને તાળીઓ પાડીને બેલે કે મારે લાલ સાત માળ ચડી ગયે ! પણ સાતમા માળની પાળી વિનાની અગાશીથી નીચે પડે ત્યારે માની રાડ ફાટી જાય. બાળકનું મૃત્યુ થઈ જાય. પાપાત્માને કર્મ સત્તા પણ આ જ રીતે પુણ્યને સાતમો માળ દેખાડે છે. કેઈ આવા સુખને જોઈને અંજાશે નહિ. આ તે ભયાનક પતન માટેનું ચડાણ છે. ચારિત્રથી નીચે પડનાર કયાંય ફેંકાઈ જવાને છે. તમે મીલવાળાઓને જોઈને હરખાવ છે ને? પણ તેને આચાર વિચાર કેવા છે, તે જુએ છે? જેટલા દુરાચારના રવાડે ચડ્યા એટલા પછડાણ છે. સુવર્ણ દુરાચારી બની ગઈ. પરિણામે તે ગર્ભિણ બની. દિવસે દિવસે ગર્ભ વધવા લાગે. પુરૂ પાપ કરીને દૂર ભાગી જાય છે, પણ સ્ત્રી, સમાજમાં તિરસ્કારને પાત્રધિક્કારને પાત્ર બને છે. ઉંચું મોઢું કરી ચાલી શકતી નથી. સુવર્ણના પિતાને ખબર પડી કે મારી એકની એક પુત્રી ગર્ભવતી બની છે. તેને પતિ પદેશ છે. કઈક અકાય થયું. શેઠને થયું કે તેણે મારા કુળને કલંક લગાડયું, આબરૂ નષ્ટ કરી. હવે ઝેરના કટોરા પીવાનો વખત આવ્યું છે. નંદ શેઠ પુત્રીને બે લાવી ધમકી આપે છે. “તારી પાસે કેણ આવે છે ?” એ પૂછે છે, પણ સુવણું કાંઈ જવાબ આપતી નથી. અંતે શેઠ રાજા પાસે જાય છે. એ રાજાને કહે છે, રાજન ! મારી દીકરીને પતિ બાર વર્ષથી પરદેશ છે, હજુ આવ્યું નથી, પણ દીકરીને ગર્ભ રહ્યો છે. એ કોના પરિચયમાં આવી છે તેની તપાસ આપ કરી દે. રાજાએ સી. આઈ. ડી. ગોઠવી દીધી. સરકસવાળા સિંહ સાથે બાથ ભરે છે, પણ સાથે કરંટ રાખે છે. જરાક વિફરે તે મારી નાખે. એક દસમાં સિંહના મોઢામાં નાખી જીવ સટોસટના ખેલ બતાવતા. એક વખત સિંહ કા સાથે માણાનું માથું જરા છેલાણું ને તેમાંથી લેહી નીકળ્યું તેનો સ્વાદ સિંહે. હી. ડી મીન લાગ્યું ને એણે એ માણસને મારી નાખ્યો. સરકસનાં માણસોએ સિંહને ખતમ કરી નાખે. એક વાર સ્વાદ ચાખ્યો એટલે તે ખૂન કરી બેઠો. એમ માણસે એક વાર કાર્ય કર્યું અને સવેળાએ જાગી ન જાય તે વારંવાર એ તલપ લાગે છે. ટેવ પડી ગયા પછી મુકવી મુશ્કેલ બની જાય છે. તેસલ કુમારને સુવર્ણની ઘેલછા લાગી છે. દરરેજના ટાઈમે તેને ત્યાં જાય છે પણ વિચાર કરતે નથી કે હું કોણ છું? આજે યુવરાજ છું, આવતી કાલે રાજા થવાને છું. પ્રજાનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. જે આવા કામ કરીશ તે પ્રજા મને પદભ્રષ્ટ કરશે, મારું કયાંય સ્થાન નહીં રહે સી.આઈ.ડી.એ તારલકુમારને જોઈ લીધું. પણ આ તે રાજાને પુત્ર છે. તેનું નામ કેવી રીતે દેવાશે ? એમ વિચાર કરતાં પિલીસો રાજા પાસે પહોંચે છે અને કહે છે, સાહેબ! આપે પેલું કામ પતી ગયું છે. પણ તે વ્યક્તિનું નામ દેવાય તેમ નથી. રાજા કહે છે જે હોય તેનું નામ કહી દે. હું ન્યાયના આસન પર બેઠો
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy