SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ કય માટે વિચારીને-ત્રાજવે તોળીને બાલ. જોઈ જોઈ કાઢે વેણ વિશ્વમાંહી વધે પ્રેમ, લિલમ' કહે ટકે નેમ વેણ સુવેણથી વાણીને આઠમ ગુણ “ધર્મ સંયુક્તમ” વાણી એ પવિત્ર વરતું છે. તેથી આપણી વાણીમાં ધર્મ હવે જોઈએ. વાણી પરમાત્મા જેવી પવિત્ર છે. જે વાણીથી કોઈની નિંદા કરવામાં આવે તે સમજવું કે વાણીની પવિત્રતાને સમાપ્ત કરી રહ્યાં છીએ. શરીરમાં જેમ ગરમીની જરૂર છે તેમ વાણીમાં સત્યની જરૂર છે. સત્ય એ વાણીને આત્મા છે. સત્યને વિજય બહારની હારજીત પર નિર્ભર નથી. સત્ય આત્માને વિષય છે. સત્ય આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. બહારને વિજય મળે કે ન મળે પણ અંતરને વિજય તે જરૂર મળે છે. સત્ય એ સાધનાને પ્રાણ છે. દુનિયામાં સારભૂત પદાર્થ છે. સત્યને નાશ એ સાધના નાશ છે. સત્યના અભાવમાં કઈ સાધના ટકી શકતી નથી. રાત્રી હોય કે દિવસ હોય, જાગૃત હોય કે સુતો હોય, અવસ્થા ગમે તે હોય પણ સાધકે સદા સત્યને પ્રયોગ કરવો જોઈએ. મનથી સત્ય વિચારવું, વચનથી સત્ય બોલવું અને કાયાથી સત્યનું આચરણ કરવું એ સુજ્ઞ પુરૂષનું કર્તવ્ય છે. પંચ મહાવ્રતધારી સંતેને જીવન-મરણને પ્રસંગ આવે તે અસને આશ્રય લેવાય જ નહિ, તમે પણ એ સંતના ઉપાસક છેને? સિદ્ધાંતમાં શ્રાવકેને શ્રમપાસક કહ્યા છે. તે તમારાથી જુદું કેમ બેલાય? પૈસે આજ છે અને કાલ નથી. ક્ષણ ક્ષણમાં ૫ટાતી ચીજ છે. તે તેને પ્રાપ્ત કરવા અને સહારે લઈ પાપને બે આત્મા ૫૨ શા માટે વધાર? આજથી નિર્ણય કરે કે થોડું મળશે તો સાદો ખેરાક ખાશું, સુંદર પિષાકને બદલે જાડા વર્ષો પહેરશું, પણ અસત્ય તે બેલશું જ નહિં. અસત્ય આચરણ માનવને પરમાત્માથી દૂર રાખે છે. જીવનમાં હિંસાને પૂર્ણ ત્યાગ ન થઈ શકે પણ અસત્યને તે જરૂર થઈ શકે. અસત્યને સંપૂર્ણ પણે નિવારી શકાય છે. બીજા વ્રતને એથે અતિચાર છે. સેવએ” એટલે કોઈને બેટી સલાહ આપવી, બેટો ઉપદેશ આપે, સાચુખડું સમજાવી અવળે માર્ગે દોરવે તે છે કેઈ વિશ્વાસ રાખી પોતાની થાપણું તમારે ત્યાં મૂકી જાય, તેને પચાવી પાડવી અથવા થાપણુ મૂકનાર કઈ વસ્તુ ભૂલી જાય તે તેની ભૂલને લાભ લઈ તે પચાવી પાડવી, તે બધું અસત્ય જ છે. પાંચ અતિચાર છે “ફૂડલેહકારણે” બેટા લખાણે લખવા, બેટા દસ્તાવેજો કરવા, ટા સિકકા ચલાવવા કે કરવેશ વધારે ન ભરવા પડે તે માટે બેટા ચેપડા લખવા, તે કૂડલેહકારણે અતિચાર છે. વીંછીને નાને ડંખ પણ વેદના ઉત્પન્ન કરે છે, તેથી કોઈ તેની ઉપેક્ષા કરતાં નથી. વિષ જરાક હેય તે પણ મરણ થાય છે. તેથી આપણે તેની પણ ઉપેક્ષા કરતાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy