SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ વાતે કરવી તેનાં કરતાં બે ડગલા ચાલવું શ્રેષ્ઠ છે. કાર્યપતિત એ વાણીને થે ગુણ છે. ખાસ કરીને કાર્ય હોય તે જ બલવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મૌનથી વાણુમાં ચિંતન આવે છે. તેજ આવે છે. મૌન પછી પ્રગટેલી વાણીમાં અજબને જુસ્સો હોય છે. મૌન દ્વારા શક્તિને સંચય થાય છે. આપણા હાથ લાંબા અને જીભ નાની છે. એને અર્થ એ છે કે કામ વધુ કરે અને બેલે ઓછું. સઘન પાંદડાવાળા વૃક્ષને વધુ ફળ આવતા નથી. વધુ બોલનારને પણ કાર્ય ફળ પ્રાપ્ત થતું નથી. વાણને પાંચમે ગુણ છે ગર્વ રહિતમ-વાણુંમાં નમ્રતા એ વાચાને અલંકાર છે. વાતવાતમાં કોઈ હું હું કરતું હોય તે વાતને આનંદ ઉડી જાય છે. અને કઈવાર શરમાવાને વખત પણ આવે છે. એક વખત દાદાભાઈ નવરોજી ઇંગ્લેંડમાં ઉમરા સાથે ખાણું લઈ રહયા છે. કે વાતની ચર્ચા થતાં તેઓ પિતાને અભિપ્રાય દર્શાવે છે. બાજુમાં બેઠેલી એક બાઈ દાદાભાઈનાં શબ્દો સાંભળી અભિમાનપૂર્વક કહે છે. “બેડોળ અને કાળે ઈન્ડિયન આ બાબતમાં શું સમજે ?” આ સાંભળી દાદાભાઈ પિતાના ખીસ્સામાંથી અરીસો કાઢી કહે છે - આમાં તમારો ચહેરે જુએ. સ્ત્રીના મુખ કરતાં તેમનું મુખ પ્રતિભાસંપન્ન અને ઉજજવળ હતું. વાણીને છઠો ગુણ છે અતુછમ્-વાણમાં તુછતા ન હોવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગંભીરતા અને સહુદતા હેવી જોઈએ. તુચ્છ વાણી હદયને તુચ્છ બનાવે છે. વાતચીતમાં પણ ઉચ્ચ શબ્દ બલવાની ટેવ પાડવી જોઈએ. " न जार जातस्थ ललाट शृंग, कुले प्रसुतस्य नपाणि पदम् यदा यदा मुंचति वाक्यं बाणं, तदा तदा जाति कुल प्रमाणं. અસદાચારીને માથે શીંગડા ઉગતા નથી. સદાચારીને હાથમાં કમળ ખીલતા નથી પણ જ્યારે જ્યારે તે બોલે છે ત્યારે ત્યારે સરળતા અને બુરાઈને પરિચય આપતે જાય છે. વાણુને સાતમે ગુણ છે પૂર્વ સંકલિતમ–સંકલના પૂર્વક અને પૂરતું વિચારીને છેલવું. વિચારના ગળણીથી ગાળીને કાઢેલું વચન અતિ રમણીય હોય છે. બોલતા પહેલાં વિચાર કર કે આ સ્થાનમાં બેસવા જેવું છે? આનું પરિણામ શું આવશે! બુદ્ધિમાન બોલતા પહેલા વિચાર કરે છે. અને મૂર્ખ બેલ્યા પછી વિચારવા બેસે છે. અવિચારી શબ્દ કુટુંબની શાંતિને ભંગ કરી નાખે છે. દ્રૌપદીએ વેણ કાવ્યાં અંધે જાયા અંધ હુઆ, કુરૂક્ષેત્રે જંગ મચા વેણ કણમાં દ્વિૌપદીનું એક જ વાકય “અંધે જાયા અધ” મહાભીષણ યુદ્ધને સર્જનાર બન્યું.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy