SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ માણસને દેડકો પણ બચાવતું નથી. એક ઝાડ ઉપર એક ગરૂડ બેઠું હતું. એ કહે છે. ભાઈ દેડકાનું શરણ લેવું રહેવા દે. મારા શરણે આવ. હું તને બચાવીશ. ગરૂડનું શરણું સ્વિકારે તે સર્પના કેપથી બચી શકે તેમ જીવ પણ સંસારમાં જન્મ-જરા અને મૃત્યુના ભયથી વ્યાકુળ થઈ રહ્યો છે તે વીતરાગ પ્રભુના શરણે આવે તે ભયમુક્ત બની શકે. નિષકુમાર પણ બધાની સાથે ભગવાન નેમનાથ પાસે આવે છે. ભગવાનની દેશના સાંભળે છે. તેમનાથ પ્રભુ સંસારની અનિત્યતા, આત્માની નિત્યતા, પર્યાયની ક્ષણભંગુરતા, સ્વપરની વહેંચણી, જડચૈતન્યના ભેદ વિજ્ઞાન, નવ તત્વનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાવે છે. અનેક ભવ્ય ભગવાનની દેશના સાંભળે છે જેટલી પિતાની તૈયારી હોય એટલું એ ગ્રહણ કરી શકે છે. ગંગામાં જે ગયું જળ, ગણાયું તે ગંગાજળ, ગટરમાં ગયું જળ, ગંદુ તે ગણાય છે, ખારે દરિયે ગયું જળ, ખરેખરૂં ખારું થયું, છાશમાં જે ગયું જળ, છાશ થઈ છણાય છે, શેરડીએ સીંચો રસ, થયો શેરડીના રસ રૂપ, ચુનામાં જે ગયું જળ, ચુના રૂપ થઈ ચણાય છે. એકજ આકાશની પેદાશ, દાખે દલપતરામ, જેને જે જોગ મળ્યો, તેવું તે જણાય છે. વરસાદ પડે છે. એ પાણી ગંગામાં જાય છે. તે ગંગાજળ થાય છે. ગટરમાં પડે છે, તે ગંદુ થાય છે. આંબામાં જાય તે મીઠાશ રૂપે અને આંબલીમાં જાય તે ખટાશ રૂપે પરિણમે છે. ખારા દરિયામાં પડે છે તે રૂપ બને છે. શેરડીમાં પડેલું પાણી મીઠાશ પ્રાપ્ત કરે છે. સ્વાતિ નક્ષત્રનું પાણી સર્ષનાં મુખે પડે તે ઝેર બને છે અને છીપમાં પડે તે મિતી પાકે છે. જેને જે જગ મળે એ પ્રમાણે પરિણમે છે. ભગવાનની વાણી સાંભળવાને વેગ પુન્યાનુબંધી પુન્યના વેગે મળે છે. પણ અજ્ઞાની જીવ પૈસા પ્રત્યે પૂરેપૂરે સાવધાન છે. મેટર–ગાડી, બંગલા, ટેલીફેન, ટેલીવિઝન આદિ બધું એને જોઈએ છે. જે શરણભુત નથી તેને ભેગું કરે છે. અને જે હિતનું છે તેની દરકાર નથી. ધનના ઢગલા કરે છે પણ આ બધું અનિત્ય અને અશરણ છે. કોઈ એક માણસને ધન, માલ-મિલકત, હીરા-માણેક-મોતી વગેરે ખૂબ આપે. સાત માળને ફલેટ આપે. એક એક માળ પર ૨૦-૨૦ રૂમ હેય, ધાન્યના અઢળક ઢગલાં આપ, અને તેને કહી દે કે તારે એકલા રહેવાનું છે. એકલા માણસને ગમશે? તમને સુખ ભોગવવું એકલા નથી ગમતું પણ મેળે જોઈએ છે. આટલા દાગીના પહેરું અને ભારે સાડી પહેરું પણ કઈ જેનાર ન મળે તે મનમાં મુંઝાય. મારી સાડી કેઈએ જોઈ નહીં. પિતે જોઈને રાજી થતાં નથી. પણ બીજાને બતાવવા માટે પહેરે છે. જીવને દાસ, દાસી, સ્ત્રી, પુત્ર, પરિવાર બધું જોઈએ છે. એકલે શું કરે? માણસને સંગ દશા ગમે છે. અસંગ દશા ગમતી નથી. ભગવાન કહે છે. અસંગ દશાને કેળવીશ તે શાશ્વત સુખ મળશે. અનંતુ શાશ્વત સુખ ભેગવવું એલા સિદ્ધને ગમ્યું. અહીંના સુખમાં દુખના ભડકા છે. છોકરે તિરસ્કાર કરશે ત્યારે કેવું આકરું લાગશે? ઘરની સ્ત્રી પણ જે માણસ વચ્ચે અપમાન કરે અને કહે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy