SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ ગમે તેવા આબરૂદાર હોય-કીતિના કેટલા ચણ્યા હોય, જેનાં પડતાં બેલ ઝીલાતી હોય પણ જન્મ, જરા, મરણ અને રોગ તે તેમની પૂંઠે જ પડયા છે. ગમે તેવા માંધાતા હોય, તે પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જશે. તેને કોણ બચાવી શકશે? સંસારમાં એકાદે જીવ તે એ બતાવે કે તેની પાસે સી-પુત્ર, પરિવાર-ધનમાલ-મિલક્ત હતી તેથી તે બચી ગયો! એક માણસ પાછળ સર્ષ પડયો છે. આગળ માણસ અને પાછળ સર્પ જાય છે. સર્ષ પાણીના રેલાની જેમ ચાલ્યા જાય છે. પેલે માણસ બચાવે બચાવે કહે છે. બીજા માણસને જેઈ બૂમ પાડે છે, મને બચાવે, પણ એ કેવી રીતે બચાવે ! કારણ કે બચાવા જાય તે તેને પણ કરડી જાય. દેડકા પાસે પહોંચે છે અને બૂમ પાડે છે તું મને બચાવ. દેડકે કેવી રીતે બચાવે? દેડકે પણ સપને ખેરાક છે. ભયંકર સર્ષના ભયથી કોઈ બચાવી શકતું નથી. તમે પણ મરણના ભયથી બચવા માટે કોને શરણે જાય છે? જેનાં તમે શરણ લ્ય છે તે પણ મૃત્યુ-કાળને આધીન છે. તે તને કેવી રીતે શરણ આપી શકે! જે છુટેલા હોય તે છોડાવી શકે પણ ગળાબૂડ ડુબેલા હોય તે કેવી રીતે માર્ગદર્શન કરાવવા સમર્થ નિવડે ! અરિહન્તના, સિદ્ધના, સાધુના અને કેવળી પ્રરૂપિત ધર્મના શરણું લેવા જેવા છે. ઉપરના ચાર શરણ આદરવા, તે શરણથી મૃત્યુંજય બનાય છે. તે તે શરણા કેટલી વાર યાદ આવે છે ! સાચું શરણ આ છે. પેલા શરણુ પુન્યના ગે ટકવાવાળા છે. આયુષ્ય ખૂટે ત્યારે કાળ કેઈનેય છોડતું નથી. આ બધા શરણુ લેવા જેવા નથી. તમને તે સ્ત્રીનું અને પૈસાનું શરણુ ગમે છે. સંસાર સમુદ્રમાં કેણ ન ડૂબે? સ્ત્રી-પુત્ર પરિવારનું શરણું લે તે? ના एसो पंच नम्मोक्कारो सव्वपाव पणासणो। मंगलाण च सव्वेसि', पढमं हवइ मंगल ॥ હાલતાં ચાલતાં–ખાતા-પિતા-સ્વપ્નમાં નિરંતર આ શરણાનું રટન રહેવું જોઈએ. નવકાર મંત્ર પ્રાણપ્રિય થઈ જ જોઈએ. ચાર શરણું પાંચ નવકાર મંત્રથી ગુંથાયેલા છે. નવકાર મંત્ર ગણે તેના પાપ નાશ થાય. એટલે શું દુઃખ ન આવે? ના, માત્ર એમ નહિ-નવકાર મંત્ર ગણવાવાળાના રાગ દ્વેષ ક્ષય થઈ જવા જોઈએ. તેથી સંસારના દુખ દુર થાય છે. સાચું ફળ રાગ દ્વેષ દુર થવા એ છે. પહેલા રાગદ્વેષ હોય એવા ન રહેવા જોઈએ. પરંપરાએ દુઃખ-અગવડતાઓ દૂર થાય. સૂર્ય જ્યારે તપે ત્યારે કીચડ ન રહે કીચડ સૂકાઈ જાય છે. એમ નવકારમંત્ર ગણવાથી રાગવૈષ અને કષાયના કીચડ સૂકાઈ જવા જોઈએ. જે આ શરણાં ગ્રહણ કરે છે એ સંસારસાગરમાંથી તરી શકે છે. તેમજ મૃત્યરૂપી ભયંકર સર્ષના ત્રાસથી છુટી શકે છે. પિલા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy