SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. બેસી રહે, વચમાં શું ટક ટક કરે છે? આથી દુઃખ થશે. “બધાને પાળ્યા, પિષ્યા, જે જોઈએ તે લાવીને હાજર કર્યું, અને એ બધાં આ ઉંમરે મારું અપમાન કરે” આવા અનેક વિચારો આવશે. આવું અપમાન સહેવા છતાં એના વિના એ રહી શકશે નહિં. દુઃખને પણ સહન કરશે. અસંગદશા એ જીવનું સાચું સ્વરૂપ છે. માતાપિતા, પરિવાર, વૈભવ કાંઈ ન જોઈએ. આ બધે પરભાવ છે. તે જીવને રખડાવનાર છે. આવી અસંગદશા કયારે કેળવશે? “જડ ને ચૈતન્યની પ્રીત ૨ પુરાણી, અનંત જન્મારામાં કરી શી કમાણ, મતિ માયામાં મુંઝાણી, આત્મ શક્તિ રે લુંટાણી, શાંતિ નહીં રે મળે, ચેતન ચાલો રે હવે, સુખ નહીં પરમાં મળે.” સંગને રંગ જીવને અનાદિકાળને છે. જ્ઞાની પુરૂષ કહે છે, જડ અને ચેતનને સંબંધ અનાદિકાળથી છે. સંસાર અને કર્મસત્તા પણ અનાદિ છે. હવે નિજ સ્વરૂપમાં રમણ કરતાં શાંતિ મળે છે. સાચું સુખ મેળવવું હોય તે તું તારી મતિ સ્વમાં લગાડ. આજ સુધી મતિ માયામાં મુંઝાણી છે. કેઈ ઘરે મહેમાન આવ્યું હોય તે કહે છે, “માયા રાખજે, એટલે રાગ રાખજે.” રાગ રાખવાનું કહે છે, પણ વીતરાગતાની વાતે કદી કરે છે? માયા એટલે પૈસા-કુક્કા તમારા ભુક્કા ઉડાવી દેશે. સાથે કાંઈ આવશે નહીં જીવે પોતે કરેલાં કર્મ પિતાને ભેગવવા પડશે. ચક્રવર્તી છ ખંડની સાહ્યબી, શરીર, રાણીઓ બધું છોડી ચાલ્યા ગયા, એક ફૂટી કોડી પણ સાથે લઈ જઈ શક્યા નહિ. ત્યાં કોઈ સગાં, સાગ્રીત નહિ થાય. વિભાવ દશામાં ગોથા ખાતાં આત્મશક્તિ લુંટાઈ રહી છે. જીવ જેને સુખ માને છે એ સાચું સુખ નથી, હે ચેતન? હવે ચાલ સાગરનાં પાણીથી તૃષા ન છીપે. શાંતિ ન મળે. આત્મ ઘરને હવે નિહાળ. શરીરની ચિંતા કરવા વાળા કેટલા મળ્યાં, બધા શરીરની શાતા પૂછે છે. તમારી તબિયત કેમ છે? શરીરે જરા દુબળા દેખે તે તરત પૂછે છે. કેમ શરીર આટલું બધું ઉતરી ગયું છે? ધંધા પાણી કેમ છે? આબરૂ કીતિ કેવી છે? કાયા, કંચન અને કીતિની ચિંતા કરનારા ઘણું છે. પણ આત્માનું કોઈ પૂછે છે કે ઉપવાસ કેટલા કર્યા ? ધ્યાનમાં સ્થિરતા કેટલી આવી? સ્વરૂપ રમણતા થઈ શકે છે? આત્માની ચિંતા કરવાવાળા કોઈ નથી. પણ ભાઈ, આત્મા નિત્ય છે, શરીરાદિ અનિત્ય છે. એક પરમાણું પણ તારૂં નથી અજ્ઞાની જીવ ઉપરનું મોડલ જુએ છે. પણ અંદરનું મશીન જતા નથી. શરીર ઉપરનું મોડલે છે. આત્મા મશીન છે. કિંમતી આત્મા છે. શરીર તે નાશ થવાના સ્વભાવવાળું જ છે. આત્મા નિશ્ચયનયની દ્રષ્ટિએ સિદ્ધ જેવું છે. શુદ્ધ, બુદ્ધ, જ્ઞાની અને દ્રષ્ટા મારૂં સ્વરૂપ છે. હું જ્ઞાન દર્શનમય છું. વૈભવ–સામગ્રી એ પુદ્ગલના ઠઠારા છે. આંખ રૂપીને દેખે છે તે પુદ્ગલનું એક પરમાણું પણ મારું નથી. મારે મારી તપાસ કરવી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy