SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જેને આત્માના સ્વરૂપનું ભાન થયું, જેને સંત પુરૂષને ભેટો થયે, તેઓ મેહમાં લપેટાતા નથી, રાગમાં રગદોળાતા નથી, ષમાં દાઝતા નથી, વિષયના વમળમાં ફસાતા નથી, તેને સંસારમાં ચેન પડતું નથી. તમને થાય છે કે મારે મારા ઘરે જવું છે ! આ સંસારમાં બેઠતું નથી, મારે મોક્ષ જોઈએ છે. આ ભાવના જ્યારે નાભિથી ઉછાળા મારતી હશે ત્યારે તમને સત્ય સમજાશે. જ્યારે વિષયરસ વિષ સરીખે લાગે ત્યારે સંસારમાં ચિત્ત ચુંટે નહિ જન્મવું અને મરવું એ મારો ધર્મ નથી. આત્માનું સ્વરૂપ તે અજરામર છે. હવે કર્મ બાંધુ તે ભેગવવા પડે ને? માટે કર્મ બાંધું જ નહીં એ વિચાર કરી, આત્મા કલ્યાણ માટે પ્રયત્ન કરશે તે અવશ્ય મોક્ષના સુખને પામશે. વ્યાખ્યાન નં ૪૭ ભાદરવા સુદ ૧૦ સેમવાર તા. ૩૦-૮-૭૧ શ્રી નેમિનાથ પ્રભુ દ્વારિકાના નંદનવનમાં પધાર્યા છે. ધન્ય છે એ પવિત્ર ભૂમિને કે જે ભગવાનના ચરણ સ્પર્શથી પાવન બની હશે! આમપ્રેમના અમર ગીત ગાતા અને આત્માના દિવ્ય તેજમાં વિહરતા પ્રભુ પધાર્યા છે. શ્રીકૃષ્ણ ૪૨ લાખ હાથીમાં શ્રેષ્ઠ એવા હાથી પર બેસી ચતુરંગી સેના સહિત ભગવાનના દર્શન કરવા માટે દ્વારિકા નગરીની મધ્યેથી નીકળી જ્યાં પ્રભુ બિરાજમાન છે ત્યાં આવ્યા છે. પ્રભુના દર્શન કરતાં કોઈ એર આનંદ ઉલસે, કેવી એમની અમીભરી આંખે, વિશાળતા ને વીરતા દાખવતી વાણી, સુગંધ ફેલાવતે શ્વાસ, પ્રેમના ઝરણું વહેતું હૈયું. વાત્સલ્ય દાખવતી તેજસ્વી મુખમુદ્રા, કાંતિ નીતરતી કાયા જોઈને જ ચરણમાં મૂકી જવાય. દેવલોકના દેવે પણ પિતાના નાટારંભ છેડીને પ્રભુની પવિત્રતમ વાણી સાંભળવા આવવાની ઈચ્છા કરે છે. તેઓ અચેત પાણીનો છંટકાવથી ભૂમિને પવિત્ર બનાવે છે. સુગંધી અચેત ફૂલની વર્ષોથી વાતાવરણ સુગંધિત બનાવે છે. પછી દેવે આવે છે. સિંહ અને હરણ, વાઘ અને બકરી વગેરે તિર્યંચે પિતાના જન્મવેર અને જાતિવેર ભૂલી પ્રભુની વાણી સાંભળવા આવે. માનવ મહેરામણની તે વાત જ શી કરવી ? પ્રભુ અર્ધમાગધી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy