SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષામાં દેશના દે. સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય. અનાર્યો પણ વાણી સાંભળવા આવે દુશ્મન બનીને આવનાર પણ ભગવાનને નમ્ર અને આજ્ઞાંકિત સેવક બની જાય. તુ પણ અનુકૂળ થઈ જાય. પચીશ પચીશ જોજનમાં માર નહિ, મરકી નહિ, સ્વચક્ર કે પરચકને ભય નહિ. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય. કાંટા સામે મુખે થઈ જાય. આ બધા ભગવાનના અતિશને પ્રભાવ છે. ." उन्निद्रहेम नव पंकज पुंजकान्ति, पर्युल्ल सन्नख मयूख शिखाऽभिरामौ। ના પાનિ તવ ચત્ર જિનેન્દ્રઃ ધ પદ્મન તત્ર વિવુવા વાચિત્તિ In ભક્તામર હે જિનેશ્વર દેવા વિકસ્વર એવા સુવર્ણના નવીન કમળનાં સમૂહની કાંતિથી ઝળહળતા નખના અગ્રભાગ વડે મને હર એવા તમારા બે પગ જ્યાં પગલાં મૂકે છે ત્યાં દેવે સુવર્ણના નવાં કમળ રચે છે. ભગવાનનાં ૩૪ અતિશયે પૈકી આ એક અતિશય છે. ભાગ્યશાળી લોકો વસતાં હોય ત્યાં તિર્થંકર દેવનું આગમન થાય છે. ઉપાદાના જાગૃત થાય ત્યારે ઉત્તમ નિમિત્તો મળી રહે છે. ધન્ય છે તેઓને કે જેઓ પ્રભુની અમૃત વાણી સાંભળી, કર્ણ પવિત્ર કરતાં હશે. દર્શન કરી અપવિત્ર નેત્રને પવિત્ર કરતાં હશે, પ્રભુના ઉત્તમ ગુણોનું સ્તવન કરી અપવિત્ર જીભને પવિત્ર કરતાં હશે. નિર્મળ વાણીના ઝરણું વડે અશાંત, મલિન અને સમયે સમયે પરભાવમાં કુદકા મારતા મનને શાંત અને પવિત્ર બનાવતાં હશે !! મન શાંત અને સ્થિર હોય તે એ વાણું ઝીલી શકાય. જીવનમાં ઉકળાટ હોય, આકુળ-વ્યાકુળતા હોય, તે એ વાણી ઝીલી શકાય નહિ. ભગવાને બે પ્રકારને ધર્મ બતાવ્યું, આગાર ધર્મ અને અણગાર ધર્મ. આરંભ અને પરિગ્રહને અનર્થનાં મૂળ જાણે નહી તે જ ધર્મ પામવાને લાયક બનતા નથી. નામથી જેન કહેવાય એથી કાંઈ કલ્યાણ ન થઈ જાય. “નામથી હું જૈન છું, ધર્મથી નહીં, કમથી હું કોણ છું એની ખબર નથી.” - જૈન કુળમાં અવતાર મળ્યો પણ જીવનમાં ધર્મ સ્પર્ધો નહિં. પિતાની જાતને ઓળખી નહિં. સ્વભણ પ્રયાણ કર્યું નહિં તો તે જન્મ વ્યર્થ છે. આખી જીંદગી કાળાં કામ કર્યા હશે. તે તે ભોગવવા પડશે. પરમાધામીના હન્ટર પડશે ત્યારે કઈ ભાગ નહિં પડાવે, ત્યાંથી છૂટકારે નહિ થાય, માટે દુઃખ ન જોઈતા હોય તે દુઃખનું કારણ જે હોય તેને છોડે, અને ધર્મનું આચરણ કરે. દીનદુઃખીને જોઈ હૃદયમાં દયા-અનુકંપા આવે છે? તમને વૈભવે મળ્યાં હોય તે તેમાં અટવાશે નહિ. એના આથમતાં સુખમાં અંજાશે નહિં. એ તે બધા દો દેનારા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy