SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ IN ભેગા કરાવે છે ને પછી ઝાડ સાથે બાંધી દે છે. પેલો કરગરીને કહે છે કે મેં તને બધું આપી દીધું છે હવે તે જીવતે મૂકે, છતાં રણજીતમલને જરાપણુ દયા આવતી નથી. તલવારથી ડેકું ઉંડાડી દે છે. જાનથી મારી નાખે છે. ધનરાજ મરીને ગરાસણના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. આ બાજુ ગરાસિયે બધે માલ લૂંટીને અને તેની ઘેાડીને લઈને ઘરે આવે છે. અને ગરાસણુને સોના રૂપાથી મઢી દે છે. મનમાં ફેલાય છે. ગરાસણી પણ કહે છે, મેં તમને કેવો રસ્તો બતાવ્યો ! જે મેં ઉપરથી ન જોયું હતું તે તમારો શિકાર ક્યારને ચાલ્યો ગયે હેત, આ વાત કરીને કુલાય છે. થોડા વખત પછી પુત્રને જન્મ થાય છે. ગરાસીયા રણજીતમલ ને બધા ખુશ થાય છે. આનંદમાં આવી જાય છે. છોકરો ખૂબ રૂપાળે છે, નામ ધનપાલ રાખે છે. સારી રીતે લાલનપાલન કરીને માટે કરે છે. બે વર્ષ પછી ઘેડી મરણ પામે છે, ધનપાલ ભણીગણુને બહેશ થેયે અને થોડા વખતમાં રણજીતમલને કારભાર ઉપાડી લે છે. ગરાસણી એને માટે સારી એવી કન્યા શોધે છે. તેનું નામ નિર્મળા. શુભ દિવસે ધામધૂમથી (ઠાઠમાઠથી) લગ્ન કરે છે અને સારો એવો પૈસો ખચે છે. લગ્નની ચેરીમાં જ ધનપાલને એકદમ તાવ આવે છે. માતા પિતાને ખૂબજ ચિંતા થાય છે. જલદી વિદાય લઈ ઘેર આવી જાય છે. આ બીમારી ખૂબ વધતી જાય છે. ઘણું ઉપચારો કરે છે. દવા-ષડમાં સારો એ પૈસે ખર્ચે છે, છતાં કશે ફેર પડતું નથી. રાત-દિવસ ઉજાગરા કરી સેવા કરે છે. ગામમાં જેટલા વૈદ્ય-ડોકટરો હતા તે બધાને બોલાવે છે. કોઈપણ ઈલાજ કામયાબ નિવડતું નથી. દીવસે દીવસે તબિયત બગડતી જાય છે અને ખૂબ થાકી જાય છે. ગરાસણી પણ ખૂબ ખૂબ ત્રાસી જાય છે. રડી પડે છે. અને કહે છે, કે કહે કુંવર છે? નખમાં પણ રેગ ન હતું. આમ એકાએક શું થઈ ગયું? કેઈએ મારા પુત્ર ઉપર શું કરી નાખ્યું? હે પ્રભુ! આને બચાવ. ગરાસી કહે છે. મેં એવા કયા પાપ કર્યા હશે? કે અત્યારે મારે આ દુઃખ જેવા પડે છે ! હે ભગવાન! મેં શાં એવા પાપ કર્યા છે, કે આ સજા મારે ભેગવવી પડે છે. ત્યારે કુંવર કહે છે. બાપુ! ભૂતકાળ યાદ આવે છે? તમે જે શેઠને માર્યો હતો અને એનું ધન લૂંટયું હતું, તે યાદ આવે છે? રણજીતમલને ધનપાલના ચહેરામાં વાણીયે દેખાય છે. તે જરા ચમકી જાય છે. હું આ શું જોવું છું ત્યાં દીકરાને ઉધરસ આવે છે અને પછી બેલે છે. પિતાજી! તમે જે શેઠને માર્યો હતો તે હું ધનપાલ છું. તમે મને લૂંટી લીધે તે હુ જ તમારા દીકરા રૂપે લેણું લેવા અવતર્યો છું. એ સાંભળી ગરાસિયાને પશ્ચાતાપ થાય છે. બધું સમજાઈ જાય છે. અને ખૂબ દુઃખ અનુભવે છે. પછી ગરાસણી પૂછે છે. એમણે તે તને માર્યો પણ મારો શો વાંક? કે મને આવા દુઃખો પડે છે? પુત્ર કહે છે કે તેં ગરાસીયાને રસ્તે બતાવ્યું કે જે જાય. જાવ જલ્દી કરો, નહીંતર તમારે શિકાર ચાલ્યા જશે. એમ તમે આંગળી ચીંધી હતી. તેથી તમારે આવા દુઃખ ભોગવવા પડ્યાં. પછી નિર્મળા કુંવર જે એની પત્ની હતી તે પૂછે છે કે મારે શું વાંક? કે મારે પરણી તુરત આવું જેવું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy