SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ બોલાય નહીં પણ મને આની દયા આવે છે. આ તો સાવ અજાણ છે. તેને કાંઈ ખબર નથી. જરા દાતણ કરે છે ત્યાં ઉપરનું કામ આટોપીને આવું! એમ વિચારી પેલે માણસ જાય છે. પાછળથી વાણિયે લાગ જોઈ પિતાની ઘડી લઈને નીકળી પડે છે. ઘેડીના ડાબલાને અવાજ સાંભળી ગરાશી એકદમ જાગી જાય છે. અરે, ઘડીને અવાજ કેમ આવે છે? બારીમાંથી નીચે જુએ છે તે શેઠજી દેખાતા નથી. અરે, શેઠ તે ચાલ્યા ગયા. હાથમાંથી શિકાર ચાલ્યા ગયે. તરત નીચે આવે છે અને કહે છે “કયાં ગયે નેકર? એલા! તને ધ્યાન રાખવા માટે કહેલ ને પાસે રહીને તેં છોડી મૂક. હરામખોર ! મારે નેકર થઈ મને દગો દેવા તૈયાર થયે? રણુજીતમલ ખૂબ ગુસ્સે ભરાય છે. ક્રોધથી ધમધમી ઊઠે છે ને પિતાના નેકરને ખૂબ જ માર મારે છે. નોકર કહે છે મારે શું વાંક છે? મેં એને જરાપણ નિશાની કરી નથી. જરા ઉપર કામ માટે આવ્યા ને તે ચાલ્યો ગયો. એમાં હું શું કરું? નકર બિચારે આજીજી કરે છે. ઉપરથી ગરાસણી જુએ છે અને તરત નીચે ઉતરે છે ને કહે છે કે આને શું કામ મારે છે ? એને છેડી છે અને ઘોડો પલાણે. હું ઉપરથી જેવું છું, તમારો શિકાર હજી આટલામાં હશે. રણજીતમલ ઘોડા ઉપર ચડે છે. અને ગરાસણી કહે છે. જુઓ, આંબલીયા વાવની બાજુએથી જાય છે. તે હજુ દૂર ગયે નથી. તમે દોડો અને જાવ ઝટ પકડી લે. પછી રણજીતમલ તુરત ઘેડો પલાણીને શેઠની પાછળ પડે છે. આગળ ઘેડી ઉપર જતાં શેઠને અવાજ સંભળાય છે. પાછળ જુએ છે તે અરે, મારી પાછળ તે મારે કાળ આવે છે. ઘેડીને એડી મારી જોરથી દોડાવે છે. આગળ તે ને પાછળ ગરાસીઓ માર માર કરતે આવે છે. બંને વચ્ચે એક બે માઈલનું અંતર થઈ જાય છે.આ જોઈ રણજીતને જોર ચડે છે. તેનો ઘોડે પણ તીવ્ર ગતિએ દેડે છે. એકબીજા નજીક આવી જાય છે એટલામાં રણજીતમલને ઘેડ હણહણાટ કરે છે. ઘોડાને હણહણાટ સાંભળીને ઘેરી વિકારમાં પાગલ બને છે. તે દેડતી અટકી જાય છે. શેઠ જોડીને ઘણા ચાબુક મારે છે પણ ઘડી હઠે ભરાણી છે. ચાલતી નથી. ઘણી લગામ ખેંચે છે તે પણ જરાય ચસકતી નથી. છેવટે ઘડી મૂકીને ચાલવા માંડે છે પણ કયાં ઘેડાની વેગીલી ગતિ ને કયાં શેઠની ? પાછળથી રણજીતમલ બૂમ પાડે છેઃ ઉભે રહે, ઉભું રહે, જેટલે માલ હોય તેટલે આપી દે, એમ બોલતામાં થોડીવારમાં જ શેઠને પકડી પાડે છે. અા માલ છીનવી લે છે. ખૂબ માર મારે છે. માર મારીને અધમૂઆ જેવો કરી નાખે છે. લેહીની તે શેરો ઉડે છે. ધનરાજ રણજીતમલને કહે છે ભાઈ ! મને છોડી દે. હું પાંચ વરસ સુધી મહેનત કરી કમાયે છું. મને જવા દે. હું તારી ગાય છું, જે મારી બી પાંચ પાંચ વરસથી મારી રાહ જોઈને બેઠી છે તેને મળી આવુંને મંગલસૂત્ર તેને બહુજ ગમે છે તેથી તું અત્યારે આપી દે. હું તારો ગુલામ બનીને રહીશ અથવા તું કહેશે તેટલું ધન કમાઈ દઈશ. ખૂબ આજીજી કરે છે, વિનવે છે. પણ ગરાસીયાના દિલમાં જરાય દયાને અરે ફૂટતું નથી. પેલે એકેક ઘરેણું કાઢીને દૂર દૂર ફેકે છે. એમ વિચારીને કે એ ભેગા કરવા જાય ને હું છૂટું, પણ ગરાસિયા તે વધુ ગુસ્સામાં આવી જાય છે. બધા ઘરેણાં તેની પાસે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy