SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ દરબારમાં આવે છે અને કહે છે “અન્નદાતા ! મને આપે કેમ યાદ કર્યો?” રાજાએ કહ્યું કે તમે આવાં સારાં કામ કરે છે તે જાણીને મને ખૂબ આનંદ થયેલ છે. રાજ્યની શોભા વધે તેમ કરજે. પૈસા જોઈએ તેટલા રાજભંડારમાંથી લઈ જજે. પણ કેને જમાડવાનું ચાલુ રાખજે. રાજા તરફથી ફરમાન મળતાં જાદવજીભાઈએ :વિચાર્યું કે હવે શજાની શોભા વધે તેમ કરવાનું છે, તેથી તેમણે લાપસીનું આંધણ મૂકાવ્યું. બધાને લાપસી પીરસી અને કમંડળથી બી પીરસવા માંડયું. બધા જાદવજી હેમરાજની જે બેલવા ! લાગ્યા. પેલા ઈર્ષાળુ માણસેને થયું કે હજી આ વાણીયાની જે બોલાય છે. માટે ફરીને લાખાધિરાજને વાત કરવી જોઈએ. તેઓ રાજા પાસે ગયા અને ચાડી ખાધી. હવે તે આખા ગામના લેકે આવે છે. વાણીયે લાપસી અને ઘી ખવરાવે છે પણ હજુ આપની જે બેલાતી નથી. પેલા વાણીયાની જે બેલાય છે. રાજાએ કહ્યું “ભાઈઓ! મેં જ એને કહ્યું છે. રાજની શેભા વધે તેમ કરજે. પૈસાની જરૂર પડે તો અહીંથી લઈ જજે, ભંડારીને પણ મેં ચિઠ્ઠી મોકલી છે, અને પરવાને પણ આપે છે.” આ સાંભળી પેલા ભાઈઓએ કહ્યું “હં, હવે ખબર પડી. આટલું છૂટા હાથે કેમ વપરાય છે. તમારે પૈસે અને પિતે નામ કમાય છે.” રાજાએ કહ્યું: આ વાણિયે સારું કામ કરે છે ને કમાય છે તેમાં તમારું શું જાય છે? પેલા તે મૂંગે મોઢે ચાલતા થયા. પછી રાજા વાણીયાને બોલાવે છે. અને પૂછે છે કે કામ કેમ ચાલે છે? જાદવજીભાઈ કહે છે. પ્રથમ રેટલા ને દાળ આપતું હતું, હવે લાપસી ને ઘી આપું છું. પછી ભંડારીને બોલાવી પૂછે છે કે આ વાણીયાએ કેટલા પૈસા ઉપાડ્યા છે? ભંડારી કહે છે સાહેબ, હજુ સુધી એક પાઈ પણ ઉપાડી નથી. રાજા શેઠને કહે છે કેમ શેઠ! મેં લખી આપ્યું છતાં કેમ પૈસા લેતા નથી! અરે દરબાર ! જ્યારે ખાબોચીયું સુકાશે ત્યારે દરિયે તે છે જ ને !:” શેઠે સહજ ભાવે જવાબ આપે. વળી કહ્યું–સાહેબ, મારી ફરજ હું બજાવું છું. મારાથી બનતું કરું છું. આ વૈભવ-લક્ષમી અસ્થિર છે, તેને મોહ કરવા જે નથી. વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ.” લક્ષ્મી વિદ્યુત જેવી છે. મેહ, મમતાને છેડી શો તે તમારે ઉદ્ધાર થશે. જેટલું દેવાય તેટલું ઘો. જાદવજીભાઈ મહાન સમાજ સેવક અને જૈન ધમી હતાં. જેનું કુટુમ્બ આજે પણ છે. નાણું કાયમ નથી રહેવાનું, પણ જાદવજીભાઈએ નામ અમર રાખ્યું. ધનવૈભવ કેઈ સાથે લઈ જતા નથી જાદવજીભાઈને આ પ્રસંગ ૧૯૩૫માં બનેલ. તિર્થંકર ભગવતે એક વરસમાં ત્રણ અબજ ૮૮ કોડ ૮૦ લાખ સેના મહારનું દાન આપે છે, એ સિક્કા ઉપર તિર્થંકરનું નામ અને તેમના માતાપિતાનું નામ હોય છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy