SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ દાન-શીલ-તપદિ જે ક્રિયા કરે તેમાં હદયને ભાવ ભેળવે. ધર્મ ઉપાશ્રય પૂર્તિ જ નથી, પણ જીવનનાં પ્રત્યેક પ્રસંગમાં ધર્મ વણાઈ જ જોઈએ. એક એક પ્રવૃતિ ધર્મમય હોવી જોઈએ. ભગવાન નેમનાથ ભવ્ય ને ધર્મનું સ્વરૂપ સમજાવે છે. વ્યાખ્યાન નં ૨૯ શ્રાવણ વદ અમાસ શુક્રવાર તા. ૨૦-૮-૭૧ અનંતજ્ઞાની વિશ્વ-ઉદ્ધારક શ્રમણભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધાંતથી ભવ્ય જેને સમજાવ્યાં છે. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ એનું નામ સિદ્ધાંત. સિદ્ધાંત એટલે અફર નિર્ણય. ભગવાને સિદ્ધાંત દ્વારા ભવ્ય ઇવેને માર્ગદર્શન આપેલા છે. નિષકુમાર સંતના સમાગમમાં આવે છે. ભગવાન નેમનાથ દ્વારિકા નગરીમાં બીરાજમાન છે. અષાઢી મેઘની ગર્જના જેવી પ્રભુની વાણી ગઈ રહી છે. ભવ્ય આ વાણી સાંભળી જીવનમાં ઉતરે છે. મિથ્યાત્વી છે મિથ્યાત્વ ભાવ ને મુકી સમ્યગદર્શનને પ્રાપ્ત કરે છે. દેશ વિરતી બને છે. સંત સમાગમ એ ખૂબ દુલભ છે. સંતની વાણી સાંભળવાને જેગ મળ એ તે એથી પણ દુર્લભ છે. એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિ આધ, તુલસી સંગત સાધકી, કટે કેટી અપરાધ.” તુલસીદાસ કહે છે. સાધુને સમાગમ કરવાનો અવસર પ્રાપ્ત થાય તે અવસરને કયારેય ચૂકશે નહીં. ટાઈમ ન હોય તે પણ એકાદ ઘડી ત્યાં બેસો. એટલે ટાઈમ ન હોય તે આધી ઘડી અને એટલે પણ ટાઈમ ન હોય તે અડધીમાંથી અડધી ઘડી પણ સંત-સમાગમ કરવાનું ચૂકશે નહીં. છેવટે સંતેના પવિત્ર દર્શનથી તે વંચિત ન રહેશે. સંતપુરૂષનાં સંગથી પાપને નાશ થાય છે. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ આચાર્યે પણ આ જ વાતની પુષ્ટિ કરી છે. “વલંdવેન અવસતતિ નિવમ, પાપં ળાત્ત ક્ષય મુનિ શરીર માઝા મુ. आक्रान्त लोकमलि नीलम शेषमांषु सूर्या शुभिन्नमिव शार्वरमन्धकारम् ॥ ७ ॥
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy