SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ આવશે.” આ બાજુ વરરાજાને તૈયાર કરે છે. સ્નાન-મંજન કરાવી મૂલ્યવાન વસ્ત્રો પહેરાવી મુગટ બાંધે છે. બંને હાથે બાજુબંધ, કેડે કંદોરે, ગળે હાર, પગમાં રત્નજડિત તેડા પહેરાવે છે. જેમકુમાર ઈંદ્ર જેવા શોભાયમાન લાગે છે. ધામધુમથી જાન રવાના થાય છે. જાન આગળ સ્ત્રીએ મંગળ ગીત ગાય છે. આ વરરાજા જુદા છે. ઠાઠમાઠથી જાન આવે છે. વાસુદેવના શ્રેષ્ઠ હાથી ઉપર રત્નજડિત પાલખીમાં નેમકુમાર બેઠા છે. લેકને ઉત્સાહ મા નથી. જેવા માટે દેડાદોડી કરે છે. નવલાં-નવલાં વચ્ચે પહેરીને જાનમાં જોડાય છે. લેકે જુદી-જુદી વાત કરે છે. આ નેમકુમાર જે પતિ મળે મુશ્કેલ છે, તે કોઈ કહે છે, રાજુલ ઘણી ભાગ્યશાળી છે. આવે આવે રે (૨) નેમ કુમાર હેલ નગારાં વાગે વાજા, કોડ ભર્યા આવે વરરાજા આવે નેમકુમાર પરણવા માટે વેવાઈ તરફથી આવેલા રથમાં બેસી આવી રહ્યા છે, સામૈયા માટે બહેને દોડધામ કરે છે. રાજુલ ગેખમાં બેસીને રાહ જુએ છે. હૃદયમાં ઊર્મિએ ઊછળે છે. પણ તેનું જમણું અંગ ફરકે છે એટલે રાજુલના પેટમાં ફાળ પડે છે, કે શુભ લગ્નમાં આ અમંગળ કેમ? રાજુલ અંગફુરણની જાણકાર હતી, તેથી તેને લાગ્યું કે આનું શૂભ પરિણામ નહીં આવે. જાન આવે છે. મેટું જુલુસ છે. “આવી રહી છે જાન જ્યાં મંડપને મઝાર, નેમકુમારે સાંભળે પશુઓને પિકાર, શાની આ ચીચીયારીઓ પૂછત્તા તત્કાળ, કેમ રડે આ મુંગા પ્રાણી ઉત્તર ઘો તત્કાળ.” મટી જબરજસ્ત જાન આવે છે. જેમકુમારનાં કાન ઉપર ચીચીયારીઓને કરૂણ અવાજ આવે છે. “જાન તમારી આવે ભલે, પણ જાન અમારા શીદને જલાવે, પ્રાણ બચાવે, પ્રાણ બચાવે, પ્રભુજી અમારા પ્રાણ બચાવે.” હે પ્રભુ! તમારી જાન આવે છે. ને અમારા જાન નીકળી જાય છે. દરેકને શાતા-સુખ ગમે છે. કોઈને મરવું ગમતું નથી. બધાને જીવવું ગમે છે. જે પંખીઓ ઊડી જાય એને પાંજરામાં પૂર્યા છે. અને જે ડી જાય તેને ખીલે બાંધ્યા છે. એ બધાં દુઃખી દુઃખી થઈ ગયા છે. નેમ પ્રભુએ પશુઓને પિકાર સાંભળે. આ ચીચીયારી શાની? આટલે કલરવ શાને ? સારથીને પૂછે છે. “આ બધે ભયજનક અવાજ કેમ આવે છે?” સારથી જવાબ આપે છે. આ બધાં પ્રાણીઓ તમારા લગ્ન માટે પૂર્યા છે. તમારા લગ્નમાં યાદવેને આ પશુપંખીઓના માંસનું ભેજન કરાવવાનું છે. “મારે ખાતર અનેક જીની હિંસા નથી રહેવાતી, નથી પરણવું, નથી પરણવું, આ કત્વ નથી જોવાતી.”
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy