SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ફેરા મટાડવા છે કે આ રાસીના ફેરામાં ભમવું છે? મન મળ્યું છે, તે મનન કરવા મળ્યું છે. હું કોણ છું? મારું સ્વરૂપ શું? હું કહું છું? કયાંથી થયે, શું સ્વરૂપ છે મારું ખરૂં, કોના સંબંધે વળગણ છે, રાખું કે એ પરિહરૂં ?” તારૂં સ્વરૂપ કેવું છે? તું અનંત વીર્ય-શક્તિનો સ્વામી છું. તારી જાતને ઓળખ. આત્માની ઓળખાણ કર, તે બીજા કોઈની ઓળખાણની જરૂર નહી રહે. નિજ સ્વરૂપમાં હીન થાય છે ત્યારે જગતના બધા વૈભવે ફીકા લાગે છે. જ્યારે ઝેર ઉતરે છે ત્યારે ભાનમાં આવે છે. મોહની મૂછી ઉતરી જાય છે. જ્ઞાની પુરૂષ નિષ્કારણ કરૂણાનાં સાગર છે. કાંઈ વેતન લેતા નથી, માત્ર આપે છે. જ્ઞાની પુરૂષ કહે છે કે માનવ જન્મ મળે છે તે ધર્મધ્યાનમાં આગળ વધે. જ્ઞાની મેહની નિંદ્રામાંથી જગાડે છે. હે જી ગુરૂ મહારા મેહરૂપી મેટ રિંગ કર અમને ભારી રે, એનાં ઝેર ચડયાં આઠે અંગ કાળજડામાં સાલે રે, તમ વિના કેણુ ઉતારે! જીવને મેહરૂપી ભેરિંગ કરડે છે. તેનું ઝેર આખા શરીરમાં વ્યાપી ગયું છે. આ ઝેરને ગુરૂ વિના કેણુ ઉતારશે ? ગુરૂ સાચે રસ્તો બતાવનાર, ભવનાં બંધન તેડનાર અને બલા પડેલાને માર્ગ બતાવનાર ભૂમિ છે. ભવરણમાં ભૂલા પડેલાને ગુરૂની જરૂર છે. ગોર અને ગુરૂમાં ફેર છે. ગોર પરણાવી દે જ્યારે ગુરૂ બંધનથી છોડાવે છે. દ્વારિકા નગરીમાં પ્રભુ નેમનાથ પધાર્યા છે. જેમકુમારનું નાની ઉંમરથી જ ઘણું બળ હતું. કૃષ્ણ વાસુદેવ તેમનું બળ ક્ષીણ કરવા કન્યા પરણાવવાનો વિચાર કરે છે. “વાંઢાને વિશ્વાસ કોણ કરે? સ્ત્રી વિના ઘર નહીં.” આ પ્રમાણે ભાભીઓ ન્હાવા બેઠેલા દિયરને કહે છે, અને ત્યાંથી પાણી લઈ લે છે અને કહે છે, પરણવાની હા પાડે તે પાણી આપું. પરણ્યા વિના કેવી તકલીફ પડે છે તે બતાવે છે. જેમ કુમાર ત્રણ જ્ઞાનનાં ધણી છે. રાજુલ સાથે નવ ભવની પ્રીત છે. સ દેશ દેવા જવાનું છે. પણ ભાભી કહે છે. “તમારામાં તેવડ નહી હોય તે દાગીના આદિ અમે કરીશું, પણ એકવાર પરણવાની હા પાડો.” આ સાંભળી નેમકુમારનું મોટું મરકે છે. તેથી નેમકુમારે પરણવાની હા પાડી એમ બધા માની લે છે. કઈ કન્યા અને યોગ્ય છે? એમ કૃષ્ણ મહારાજ વિચારે છે. સરખી કન્યા જોઈએ. જેડી સરખી ન હોય તે એકસીડન્ટ થાય અને વિચારમાં મતભેદ થાય. સત્યભામાની બહેન, ઉગ્રસેનની બેટી અને ધારિણી ની અંગત રાજુલ સર્વગુણ સંપન્ન છે. સર્વ લક્ષણ યુક્ત છે. તે મણ જેવી ચમકે છે. રાજુલ ચોસઠ કળામાં પ્રવીણ છે. ઉગ્રસેન કહે છે. “નેમકુમાર પિતે પરણવા આવે તે મારી કન્યા પરણવું” ક્ષત્રિય ખાંડાની ધારે પરણે છે. કૃષ્ણ કહે છે, “ભલે, નેમકુમાર પરણવા
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy