SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ મહાન હાની પામે છે. જાગતા આત્મા હંમેશાં સત્વમાં વિચરે છે. પાતાના સ્વરૂપમાં જાગૃત રહે છે. તે વિષય તરફ દૃષ્ટિ પણ કરતા નથી. ત્યાગ અને વૈરાગ્ય એના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય છે. આવા સાધક ધન્યવાદને પાત્ર છે, પેાતાના જીવનને સફળ અનાવનાર છે. કઇંક પામી જવાને અંદરથી જેને ઉત્સાહ હોય છે, કેાઈ વસ્તુ મેળવવાની જેની તાલાવેલી હાય છે, ત્યારે તેને માર્ગોમાં આવતી મુશ્કેલી એ મુશ્કેલી લાગતી નથી. તમને પૈસા મેળવવાની કેટલી તાલાવેલી છે! જ્યારે મેાસમ ચાલતી હોય ત્યારે ખાવાનુ ભુલી જશે, ઉંઘવાનું પણ ભુલી જશેા. એમ જ્ઞાની પુરૂષ કહે છે કે, માનવ જીવનનેા ટાઇમ એ આત્મવાત્ર પ્રાપ્ત કરવાની મેાસમ છે. આ મામાં મુશ્કેલીએ તે આવે, કારણ કે, “ This life is not a bed of roses '' આ જંગી એ ફૂલની પથારી નથી, પણ કાંટાળા માર્ગ છે. પણ જો હતાશ નહિ થાવ અને પુરૂષાથ ચાલુ રાખશે। તે શિવ-સુ દરી અવશ્ય તમારા ગળામાં મેાક્ષની વરમાળા પહેરાવશે. Try and try again એક ભૂલ થઈ જાય તા ફરીવાર પ્રયત્ન કરો. અંતે વિજય તમારી છે, અમે અને તમે બધાં સાધક આત્મા છીએ. કની પરતંત્રતામાં પડેલા છીએ. આપણે બધાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પુરૂષાર્થ જગાવવાના છે. આજે પંદરમી એગસ્ટ છે. આઝાદીના દિવસ આઝાદી એ પ્રકારની છે. (૧) દ્રશ્યઆઝાદી–ગુલામીમાંથી દેશને છેડાવવેા એ દ્રવ્ય આઝાદી છે. અને કમની એડીમાંથી આત્માને મુક્ત કરવા એ (ર) ભાવઆઝાદી છે. દેશ આઝાદ ખન્યા. ગુલામી ફેંકી દીધી. “ 'ધનની એડી ફગાવી દીધી માતાને મુક્તિ અપાવી દીધી, સત્તાને હિંદુથી રવાના યે કીધી, ગુલામીને ફૂંકીને આઝાદીયે લીધી, આઝાઢ થઈને જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું, માળીએ માથાને વાળીને ખેડયા, લેાહી સિંચીને મગીચા ઉછેર્યાં, કળીચે બેઠી ના કોઈ શાખા ઉપર, ન કુલા ખીલ્યાં કાઈ ડાળ ઉપર, એ બળતણ બનેલું ચમન જોઈ લીધુ ને આઝાદ મારૂ વતન જોઈ લીધું. અનેકનાં પ્રાણની આહૂતિ આપીને આ આઝાદોના બગીચાની શાખા ઉપર એકેય કળી ન બેઠી અને ડાળ ઉપર પુષ્પા ખીલ્યાં નહિ. આખા માગ વેશન બની ગયા. “ “ લક્ષ્મીની હેાળી ને હત્યાએ દીઠી, ને માનવથી મોંધી એ શટીયે દીઠી, ગુંડાગીરી લાંચ રૂવત ને ચારી, કાળી મજારામાં વસ્તુઓ ધાળી, મ - રક્ષણ જોઈ લીધું જતન જોઈ લીધું, ને આઝાદ મારૂ વતન જોઈ લીધું.” દેશ આઝાદ બન્યા પણ માનવ સસ્તા અની ગયા અને રાટી મેાંધી બની. જ્યાં જુએ ત્યાં ગુંડાગીરી-ચારી–લાંચ-રૂશ્વત વધી ગયાં.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy