SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગરીબીને કાઢી પછી ચેન લઈશું, સડક પર સૂતા છે ભવન તેને દઈશું, ગયાં કયાં એ મીઠાં વચન દેનારા, ભાષણની ઝડી વરસાવનારા! ઈજજત શરમના દેવાળા ય દીઠા, ને મજનુના ચીટે ભવાડાય દીઠા, તમાચા બે મારે નથી એ ખુમારી, ગયા મદે બાકી રહયા છે જુગારી, ઈન્સાનિયતનું પતન જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું.” જ્યારે આઝાદી પ્રાપ્ત હેતી થઈ ત્યારે નેતાઓ કહેતા હતા કે, આઝાદી મળ્યા પછી અમે હિંદની ગરીબીને હાંકી કાઢશું. જેને સડકપર સૂવું પડે છે. તેને મહેલે આપીને જપીશું, પણ બધી ભાષણે વાતે રહી ગઈ. કોઈને શરમલાજ રહી નથી. ચોરે અને ચૌટે ભવાડા થાય છે, પણ કેઈની તાકાત નથી કે બે તમાચા મારી બંધ કરાવે. સાચા માઁ હતા તે બધા ચાલ્યા ગયા. અને જે બાકી રહ્યા છે તે ઘર ભરવામાં અને લૂંટ ચલાવવામાં સમજયા છે. ગરીબી હજુ તે ઘરમાં પડી છે, અને મેંઘવારી જીવન પર પડી છે, ખક દૃષ્ટિ કુદરતની ભેગી ભળી છે, દુમનની ફેજે સીમાડે ચડી છે, હિમાલય પર લંકા દહન જોઈ લીધું ને આઝાદ મારૂં વતન જોઈ લીધું. દેશ ધીમે ધીમે ગરીબ થતું જાય છે અને એ ગરીબ પર મેંઘવારીની ઝડીઓ વરસે છે. વળી દેશ પર કુદરત પણ રૂઠી છે. દુશ્મને દેશને પડાવી લેવાની પેરવી કરી રહ્યા છે. સરવાળો એકવીસ વરસને શેખાણી, જીવનને પૂછી લ્ય કરી શી કમાણી? તે જીવતર કહે છે નથી કાંઈ કહેવું, ધરાઈ ધરાઈને આઝાદી માણ, આશાનું આંખે દહન જોઈ લીધું, ને આઝાદ મારું વતન જોઈ લીધું.” શેખાણી કહે છે, એકવીસ વરસ આઝાદી મળ્યાં થયાં પણ દેશ સુખી નથી બન્યું. જે આશાએ સવરાજ્ય પ્રાપ્ત કર્યું હતું તે આશા મૂળમાં મળી ગઈ છે. આવું મારું આઝાદ વતન છે !! શેખાણીએ હિંદની સ્વતંત્રતાની વાત કહી છે. હવે આપણે ભાવ આઝાદીને સમજવા, અંતરમાં જરા ડૂબકી મારીએ. તારૂં અનંતજ્ઞાન, દર્શન, અનંતવીર્ય તારામાં છે, તે પ્રાપ્ત કરવા બહાર ભટકવાની જરૂર નથી. તું પોતે નિજાનંદ સ્વરૂપ છે, તને આ બંધન શા માટે? આ અકળામણ શા માટે? તારી સત્તાને કોણે પકડી રાખી છે? તું કોણ છે? આ પ્રમાણે હવે તું તારે વિચાર કર. અવિચારે ઘણું છે. હવે વિચાર કરીશ તે તવને પામી જઈશ. અને કર્મરાજાની બેડીને ફગાવી તારા સ્વસ્વરૂપને પામી શકીશ. જ્યારે સ્વઘરમાં ૫શયા લેક ઘુસી જાય છે ત્યારે ખેદાન મેદાન થઈ જાય છે. બ્રિટીશ
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy