SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ અત્યાર સુધી વિભાવમાં રહી આપણે આત્મા કર્મની સત્તા નીચે દબાઈ રહ્યો છે. હવે અમારે મેક્ષ જોઈએ છે. હવે કમ સત્તા અમારી ઉપર રાજ્ય કરે એ અમને પિસાતું નથી, એમ નિર્ણય કરે. મેક્ષ રૂપ સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હશે તે ભગીરથે પુરૂષાર્થ કરવું પડશે. મેક્ષને માર્ગ જાણી લીધે, એટલા માત્રથી મેક્ષ મળતું નથી. ગુલાબજાંબુ પેંડા, બરફી, સુતરફેણી, અડદીયા પાક, બદામ પાક, વિ. નામ ગણાવવા માત્રથી પેટ નહિં ભરાય, પણ હાથમાં લઈ મોઢામાં મૂકવા પડશે. મેક્ષ પ્રાપ્તિ માટે જીવનને ઘડવું પડશે. મોક્ષ માગ પર કદમ બઢાવવા પડશે. Standing at the foot man, gazing at the sky How can you get up man, if you never try? Though you stumble off man, but never be down-cast Try and try again man, you will succeed at-last. કઈ માણસને પર્વત ઉપર ચડવું છે અને તળેટીમાં ઉભે છે, પણ આકાશ સામે મીટ માંડવાથી પર્વત ઉપર ચડી શકતું નથી. જે પ્રયત્ન નહીં કરે, પુરૂષાર્થ નહીં કરે, પગથીયા ઉપર એક પગ પણ નહીં મૂકે તે તે કેવી રીતે ચડી શકશે? પર્વત પર ચડતાં થાકી જાય છે. ચઢાણને માર્ગ વિષમ હોય છે. એમ સાધનાને માર્ગ પણ સહેલે નથી. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા મુશ્કેલ છે. એમ સંયમનું પાલન કરવું મુશ્કેલ છે. જેમ વાયુથી કેથળી ભરવી, મેરૂ પર્વતને ત્રાજવા વડે તેળવે, બે હાથે સ્વયંભૂ સમુદ્ર તો મુશ્કેલ છે, તેમ મેક્ષની સાધનાને માર્ગ પણ મુશ્કેલ છે. આળસનું ઓશીકું અને પ્રમાદની પથારી કરી, સૂઈ રહેવાથી મોક્ષ મળતું નથી, પણ શૂરવીર સુભટની જેમ કેશરીયા કરી રણ સંગ્રામમાં ઝઝુમવાનું છે. કરીને ભાગી જવાથી આંતરિક યુદ્ધમાં વિજય પ્રાપ્ત નહિ થાય. પરાક્રમી રણબંકાનું ધ્યેય એક જ હોય છે. *: , , , “ વાર્થ સાધવામિ ના હું જાતનિ ”, ' , , . કાં અમે દેહનું બલિદાન કરીશું, કાં વિજયને પ્રાપ્ત કરીશું. સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરે હશે તે મરણીયા બનવું પડશે. કેધ, માન, માયા, લાભના પરિણામ આવે છે, પણ જાગ્રત સાધક ઉદયમાં ભળી જ નથી. આત્મલક્ષ ચૂકતો નથી. જીવનમાં જાગતું ઉન્નતિ પામતે, ઉંઘતાને સદા થાય હાની, સવમાં જે કરે તે જ પ્રભુતા વરે, તેહને દેવની સહાય છાની, સ્વરૂપમાં જાગતે વિષયમાં ઉંઘતે, તે જ પુણ્યાથી ને તે જ જ્ઞાની, ત્યાગ વૈરાગ્યના રાગમાં રક્ત છે, સફળ છે તેહની અંદગાની.” આત્મ-સાધના સાધતે સાધક જો પ્રમાદી બને તે તે પિતાનાં કર્તવ્યને ભૂલી જાય છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy