SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ અને સલામત રાખે છે. તેમ તારૂપી રઈનકોટ પહેરવાથી આત્માને કર્મ ભીંજવી શકતા નથી. અને ક્ષમાર્ગમાં સરળતાથી પ્રવેશ થઈ શકે છે. આવા તપ માને અપનાવીશું તે અવિનાશી કલ્યાણ થશે વ્યાખ્યાન નં. ૩૨ શ્રાવણુ વદ ૬ ને ગુરૂવાર તા. ૧-૪૦૧ અનંત કરૂણાના સાગર ભગવાને સિદ્ધાન્તથી સમજાવ્યા. સિદ્ધાંત એટલે ત્રણેય કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત. નિષયકુમારને અધિકાર ચાલે છે. નિષષકુમાર ગુરૂકુળ વાસમાં આચાર્ય પાસે રહી તેર કળામાં પારંગત થઈ રાજ્યમાં આવી ગયાં. બાલ્યકાળ વિતાવી યૌવનના પ્રાંગણમાં પગ મૂકયો છે. યૌવનકાળ એટલે સમજણને કાળ. રાજાએ યોગ્ય ઉમર જાણી, રાજ્યની તાલીમ આપવા માંડી. નિશાળમાં નાણું શીખવાડે છે. એ શિખાઉ નામું છે. એમાં જમા-ઉધાર માંડે, કેટલી મૂડી છે, કેટલા ગયા, સિલકમાં કેટલા રહ્યા. આ બધું શિખવાડે છે, છતાં તે નામ પ્રમાણે કોઈની સાથે વ્યવહાર ચાલતું નથી. પણ જ્યારે વહીવટીનામું પેઢી પર જઈ સાચા પડા લઈ જમા ઉધાર કરે છે ત્યારે તેને વ્યવહાર ચાલે છે. સમ્યક ચારિત્ર એ વહીવટી નામું છે, જ્યારે સમ્યફ ચરિત્ર આવે છે ત્યારે કર્મની નિર્જરા થાય છે. સમ્યફ ચારિત્ર જેનામાં આવે છે તે ઈન્દ્રિય ઉપર વિજય મેળવે છે. વિષયનું વમન કરે છે. ઇન્દ્રિયનું દમન અને કષાયનું શમન કરે છે. તે કયારેય પણ ક્રોધ કરતા નથી. ક્રોધના પ્રસંગે પણ સમભાવ રાખી શકે છે. સમભાવમાં ભૂલતા આત્માથી એમાં સર્વ ઈચ્છા રહિત જીવન જીવવાની અપૂર્વ ખુમારી હોય છે. તેઓ સ્વાનુભવમાં જ રાચતા હોય છે. ઉપશમની ગેરહાજરી એટલે કષાયની કાલિમાની હાજરી. ઉપશમ ગુણ વિના મહા સમર્થ જ્ઞાન પણ લેહીના ઉઝરડા પાડે તે કાંટાળે તાજ બની રહે છે. તમને ક્રોધ આવે છે. દિવસમાં કેટલી વાર ક્રોધના શરણે જાઓ છો? કઈ સાવ ઠંડી ચા આપે, અથવા તે કડકમાં કડક આપે તે ક્રોધ આવે છે ને? જમવા બેઠા ને મીરસતાં થડી વાર લાગી તે પણ ક્રોધ આવી જાય છે ને? ઉપવાસ કર્યા અને પાણી જરા ગરમ રહી ગયું. અને એ ગરમ પાણી પીવા આપ્યું તે તમે પણ ગરમ થાવ ને આવું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy