SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ છણે પચીસ, છ કરે તે ત્રણ હજાર એકસો પચીસ, સાત કરે તે પંદર હજાર છસે પચીસ, આઠ કરે તે અઠોતેર હજાર એકસે પચીસ. એમ એક એક ઉપવાસ વધારતાં પાંચ પાંચ ગણું ફળ મળે છે. છત્રીસ ઉપવાસ કરનારને કેટલે લાભ મળે? વિરતીને કુહાડો અતિ તીક્ષણ છે. કરોડો ભવના કર્મો તપથી ઉડી જાય છે. જ આપણા પરમ પિતા તીર્થકર દેવને પણ કર્મ ખપાવવા તપની આરાધના કરવી પડી હતી. આપણે શું કર્યું? જે કાંઈ વિચાર કરે તે આચારમાં મૂકો. આચાર-વિચારઉચ્ચારની એક્તા થવી જોઈએ. દેહાધ્યાસ છોડે. આ મેં ભવ મળે છે તે કાંઈક કરો. પ્રતિક્રમણ સામાયિક ઉપવાસાદિ કાંઈ કરવું નથી તે મેક્ષ કેમ મળશે? - पच्चक्खाणेणं भंते ! जीवे किं जणयई ? ५० आसवदारोई निरुम्भइ । पच्चक्खाणेणं इच्छानिरोहं जणयई । પચ્ચખાણથી આશ્રવના દ્વાર બંધ થાય છે. ઈચ્છાને નિરોધ થાય છે. આશ્રવને નિરોધ તેનું નામ સંવર. તપથી કર્મ બોદાં થઈ જાય છે. જુના લાકડાને અગ્નિ જલ્દી બાળે છે તેમ જે રાગ વગરનાં આત્માઓ છે, તેનાં કર્મ જલદી ખપી જાય છે. જે અગ્નિ, તાવડો અને રેતીથી ચણે શેકાઇને દાળીયે તૈયાર થાય પછી તેને ઉગાડવામાં આવે તે ફરી ઉગતું નથી. તેમ ધ્યાનરૂપી અગ્નિ અને તારૂપી રેતીમાં આત્મા શેકાય તે જન્મમરણના ફેરા ટાળી શુદ્ધ થઈ સિદ્ધ બની જાય. તેને ફરી અવતાર લેવું પડતું નથી. 'દેખાદેખીથી નહિ પણ આત્માના લયે તપ કરે. આક-પરલેકને અર્થે નહિ, પણ એકાંત નિર્જરાતા લક્ષે કરે. ઘણું કહે છે આત્મા જેને શુદ્ધ છે તેને તપની જરૂર નથી. પણ કર્મ તમારી પાસે છે. જે કર્મને સ્ટોક હોય તે તપની જરૂર છે. માત્ર ભાવના ભાવવાથી કંઈ કાર્ય સરતું નથી. પુરૂષાર્થ કરે પડશે. જ્યારે આપણી સાધના થીયેરટીકલ કરતાં પ્રેકટીકલ બનાવશું ત્યારે જ મેક્ષ પ્રાપ્ત કરી શકીશું. ૪. મુનિ રણમોરચે નિર્ભય બનીને ગુઝતે મદેન્મત્ત હાથી છે. એને પરાજયને ભય નથી એવા મુનિ બે પ્રકારને જંગ ખેલી રહ્યા છે. કર્મ શત્રુ પર આક્રમણ કરી કર્મશત્રુને ખુવાર કરવા સાથે સ્વસંપત્તિનું સંરક્ષણ કરે છે. છ-અટ્ટમ, અઠ્ઠાઈ સેળભથ્થા, માસખમણ અને છત્રીસ ઉપવાસ કરી કર્મ સેના સામે લડી બીજી બાજુથી ક્રોધ, માન, માયા, લોભ, રોગ, મેહ વગેરે પ્રવેશ ન કરી જાય માટે ડીફેન્સીવ યુદ્ધમાં બરાબર તકેદારી રાખી લડે છે. તપ સામે ક્રોધને પણ હંફાવી બેસાડી દે છે. છે. જે આપણા ઉગ્ર તપસ્વીજી કમળાબાઈ મહાસતીજીએ પણ ફેન્સીવ અને ડીફેન્સીવ જંગ ખેલે છે. એવા તપસ્વીને આપણે કોટી કોટી ધન્યવાદ છે. તપસ્વીજીએ તારૂપી રેઇનકોટ પહેર્યો છે. રેઈનકોટ પહેરવાથી ધોધમાર વરસાદ પણ દેહને ભીંજવી શકો નથી.
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy