SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઈશ્વર જ દુઃખસુખ આપે છે એ કયાં રહું? માટે સાબિત થાય છે કે જગતકર્તા ઈશ્વર નથી. લેક દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી અસંખ્ય જે જન કોડા-કોડી લાંબે અને પહેળે છે. તે નિત્ય છે, શાશ્વત છે, ત્રણેય કાળે રહેવાવાળે છે. જીવ પણ અનાદિ અનંત છે. ભગવાન સર્વજ્ઞ છે. સંપૂર્ણ પદાર્થને જાણનારા છે. ભગવાનની કેઈપણ સ્તુતિ કરે, ગુણગાન ગાય અથવા ગાળો બોલે તે પણ તે રાગદ્વેષ કરતાં નથી. ભગવાનની પૂજા કરવી એટલે ભગવાનના ચરણમાં પિતાના સ્વચ્છ દેને છેડી એના ગુણોને ગાવા. આ કરવાની જરૂર છે. જેનાથી મન બહાર ભટકતું હોય તે અટકે છે. ભગવાનની પૂજા કરતાં લેકે ધૂપ કરે છે. ધૂપ કરે તે ધ્યાનને ધૂપ કરો. ધૂપસળી વાતાવરણને મઘમઘતું બનાવે છે. ધ્યાન એટલે એકાગ્ર ચિત્ત. કઈ પણ બાહ્ય વિચારને આવવા ન દેવા, એને ધ્યાન કહે છે. તમારા ઘરનું રક્ષણ કરવા જેમ ચોકીદાર રાખે છે કે જેથી કેઈ અજાણ્યા માણસ કે દુષ્ટ માણસ પ્રવેશ કરી ન શકે, તેમ તમે તમારા ચોકીદાર બને કે જેથી દુષ્ટ વિચારો મનમાં પ્રવેશી ન શકે. નાનામાં નાનું કામ પણ ધ્યાનપૂર્વક કરવું જોઈએ. મનમાં શુભ ભાવનું ચિંતન કરે. અશુભ ભાવને ટાળી દે. તે તમારે આત્મા ઉચ્ચ કેટીને બનશે. મહાનતા લાવવી હોય તે મહાન ગુણ કેળવવા પડશે. દરેક કાર્ય પાછળ શ્રમ લે પડશે. ભગવાન સાડાબાર વરસ સુધી ગમે તે સ્થળે- ગામમાં, જંગલમાં, શમશાનમાં, સુના ઘરમાં, લુહારની કોડમાં– ગમે તેવા ભયાનક સ્થળમાં એકાગ્ર ચિતે ધ્યાન ધરતાં. દુઃખ દેનાર થાકયા પણું સહન કરવાવાળા થાક્યા નથી. ભગવાને તેમના નામ પ્રમાણે મહા પરાક્રમ બતાવ્યું. આજે નામ સુંદર પાડે પણ નામ પ્રમાણે ગુણ ન દેખાય. નામ હય પરમાનંદ પણ આનંદને છાંટો ન હોય. નામ હય લક્ષ્મીબેન પણ પારકા કામ કરતી હોય છે. લક્ષમી તે તેને જોવા પણ મળતી નથી. નામ હોય મનસુખલાલ, પણ જીવનમાં કયાંય સુખ ન હોય. નામ હેય ઈન્દ્રવદન પણ શ્યામ વર્ણ હોય. તમારું નામ શું? શ્રાવકને! પણ “ચારે ચુ, બારે ભુલ્ય, છનું ન આવડે નામ, જગતમાં ઢહેરે ફેરવે, શ્રાવક મારું નામ.” તમેં શ્રાવક છોને? જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ મોક્ષનાં સાધન છે, એને ચુકી ગયા. બાર વ્રતના સ્વરૂપને જાણે છે ? છકાયના નામ આવડે છે? છકાય કેને કહેવાય? આવું કાંઈ આવડતું ન હોય અને જગતમાં પાછો ઢઢર ફેરવે છે કે અમે શ્રાવક છીએ. સાધુ-સાધ્વીજી પાસે આવીને શું કહે? અમે તો આપના શ્રાવક છીએ. શ્રાવક થઈને અનેક જીને દુભાવે. સતામણી કરે. ચારીઓ કરે. ખેટાં કામ કરે. અને પાછો શ્રાવક કહેવરાવે છે!! એક બેન પરણીને સાસરે આવે છે ત્યારે એના પતિને કહે છે કે મને તમારું નામ ગમતું નથી. માટે તમારું નામ બદલી નાખો. ત્યારે એને પતિ કહે છે: નામથી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy