SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા છે. જેના આત્મા પવિત્ર છે. જેણે કેવળજ્ઞાન કેવળદન પ્રાપ્ત કર્યુ છે. ભગવાન થવું એટલે ભવના અંત કરવા. પછી જન્મ–જરા-મરણ, આધિ-વ્યાધિ કશું રહેતુ' નથી. આવા ભગવાનની વાણી જાણીને જેઓ જીવનમાં ઉતારશે તેમનું કલ્યાણ થઈ જશે. જ્ઞાન મેળવવાની ઈચ્છા જાગૃત કરે. રૂચિ પ્રગટાવેા. મારે જ્ઞાન ભણવું જ છે, એવા નિણુ ય કરી ભણવાના પુરુષાર્થ કરા. જૈન સિદ્ધાંતને યથાથ ભાવે જાણશે તે સત્ય દૃષ્ટિ મળશે. બીજા ધર્મના અને જૈન ધર્મના મુકાબલા કરી જે શ્રેષ્ઠ છે તેને અપનાવી શકશે. ભગવાનને રાગ તથા દ્વેષ નથી. રાગદ્વેષ હેાય તે ભગવાન નથી. ભગવાન નિજ સ્વરૂપની અંદર મસ્ત રહે છે. જે ભગવાન થઈ ગયા તેને અવતાર લેવાના નથી, અન્યદર્શીની એવુ' માને છે કે જ્યારે ભક્તોને ખૂબ ભીડ પડે છે ત્યારે ભગવાન ભક્તોની ભીડ ભાંગવા માટે અવતાર લે છે. જૈનદર્શન આવું ખેલતું નથી. જૈનદશન તા કહે છે કે જેનામાં રાગદ્વેષ હાય તેને અવતાર લેવા પડે છે. અવતાર લેવા એ ઝેરના ટુકડા ખાવા ખરાખર છે. જન્મમરણુ એ જીવને શુદ્ધ સ્વભાવ નથી, પણ વિકારી ભાવ છે. વિકારી ભાવને દૂર કરી જીવે પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવુ જોઇએ. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ ખરાબર સમજવુ જોઈએ. દેવ, ગુરુ તથા ધમ'માં ભૂલ કરે છે તે સત્યને પીછાણી શકતા નથી. માટે દેવ, ગુરુ, ધમાઁના સ્વરૂપને સમજો, દેવ તે અરિહંત. ગુરુ તે નિ થ. ધમાઁ તે કેવળીના પ્રરૂપિત. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે— “ કર્યાં ઈશ્વર કે નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દેષ પ્રભાવ.” ઇશ્વર કોઈના કર્તા નથી. ઇશ્વર તેા શુદ્ધ સ્વરૂપમાં છે. ત્યારે અન્યદની કહે છે કે ભગવાનની આજ્ઞા વિના એક પાંદડું પણ હલતું નથી. ઈશ્વર સારી કે નરસી કોઈપણ જાતની પ્રેરણા કરે જ નહિ. જો પ્રેરક માનવામાં આવે તે ઈશ્વરમાં દોષ આવે છે. ઈશ્વર કાઈપણ વસ્તુ ઉપર રાગ કરાવે તેા રાગી કહેવાય છે અને દ્વેષ કરાવે તે દ્વેષી કહેવાય છે. ઈશ્વર તેા જ્ઞાતા અને દ્રષ્ટા છે. ઈશ્વર જગતને બતાવનાર છે. પણ મનાવનાર નથી. ઈશ્વર જ્યારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે રાગભાવને પેાષે છે અને સૃષ્ટિના સહાર કરે છે, ત્યારે દ્વેષભાવને પૈષે છે. ઈશ્વર જગતને મનાવનાર હાય તા ઈશ્વરને બનાવનાર પણ કોઇ હાવા જોઈ એ. આમ અનવસ્થા દેષ આવે. જો જગતકર્તા ઈશ્વર જ છે તા તેણે વ્યભિચારી, દુરાચારી, કુસ’ગી એવા માણસાને શા માટે મનાવ્યા ? વળી તેનાથી વિરુદ્ધ દર્શોની જેવા કે જૈન-ખૌદ્ધ વગેરેને શા માટે બનાવ્યા ? ઈશ્વરમાં અનત કરૂણા હોય. જગતમાં ઘણા એવા દુઃખી જીવા દેખાય છે કે જેના પર આપણને પણ દયા આવી જાય છે તા કરૂણામય (ઇશ્વર) પિતા જીવાને આવા દુઃખ શા માટે આપે? શું આ ગુન્હાને માફ્ ન કરી શકે? અને જો એમ કહીએ કે ક્રમ પ્રમાણે સૌને શિક્ષા ભેાગવવી પડે છે તે
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy