SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ શું છે? મારા નામની પેઢીઓ ઠેક ઠેકાણે ચાલે છે. બધેજ વહેવાર આ નામથી ચાલી રહ્યો છે, તેથી મારું નામ ફરશે નહીં. પત્ની ખૂબજ હઠ પકડે છે. યોગીહઠ, સ્ત્રીહઠ, બાળહઠ, રાજહઠ એ એવી હઠ છે કે લીધું મૂકે નહિ. પત્નીને ખૂબજ સમજાવે છે, છતાં તે સમજતી નથી. ત્યારે એકદમ ગુસ્સે થઈને કહે છે કે જા! ચાલી જા ! મારે તારું કામ જ નથી. બાઈ તો નીકળી જાય છે. પ્રભાતનો સમય છે. પિયરની વાટ પકડી ચાલવા માંડયું. ત્યાં એક બાઈ લાકડાની ભારી લઈને સામે મળે છે. બાઈને પૂછે છે તારું નામ શું ? બાઈ કહે છે. લક્ષ્મી. વિચારે છે લક્ષ્મી નામ અને ટાઢતડકામાં, વનવગડામાં જઈ લાકડા કાપવા, ભેગા કરવા અને માથે ચડાવી વેચવા જવું, આટલી મજુરી કરવી ! ત્યાંથી આગળ ચાલે છે. કેઈ ભીખારી ભીખ માંગી રહ્યો છે, હાથમાં લાકડી અને તુટલ ફૂટલ પાત્ર છે. ગાભા વીંટાળેલા છે. અને બેલે છે અરે બેન ! કઈ દયા લાવો! હું ગરીબ છું. ત્રણ દિવસને ભુખ્યો છું. કાંઈક તે આપો બા ! આમ યાચના કરી રહ્યો છે. બાઈ પૂછે છે એય, તારું નામ શું? ધનપાલ. અરે નામ ધનપાળ ને ભીક્ષા માગે ! ત્યાંથી આગળ ચાલતાં “રામ બોલો ભાઈ રામ! રામ બોલે ભાઈ રામ!” એમ બોલતાં કેટલાક માનવી નનામી લઈને નીકળે છે, પૂછે છે કેણ મરી ગયું ! અમરચંદભાઈ! અમરને વળી મરવાનું? બાઈ વિચારે છે, અરે, નામથી શું વિશેષતા છે? આના કરતાં તે મારો ઠણઠણપાલ ભલે છે એમ વિચારીને તે પિતાના ઘેર પાછી આવે છે. પતિ પૂછે છે કે કેમ પાછા આવ્યા? શુકન ન વધ્યા? ત્યારે કહે છે. લક્ષમી વેચતી લાકડા, ને ભીખ માગતે ધનપાળ, અમર મરતાં મેં દીડા, ભલે મારો ઠણ ઠણપાલ” નામ હોય સીતા દેવી ને કુળમાં કલંક લગાડે છે. અત્યારે નામને અર્થ નીકળે નહીં એવા નામ પાડે છે. નામ ગુણ નિષ્પન્ન રાખવું જોઈએ. વર્ધમાન સ્વામી નામ શા માટે પાડયું? તેઓ ગર્ભમાં આવ્યા ત્યારથી રિદ્ધિ સિદ્ધિ ધનભંડાર આદિ બધામાં વૃદ્ધિ થઈ એટલે વર્ધમાન નામ રાખ્યું, મહાવીર સ્વામી નામ શા માટે રાખ્યું? પ્રચંડ તપ અને સંયમની ભઠ્ઠી સળગાવી, જેમાં કર્મના કચરાને બાળી ભસ્મ કરી નાખ્યા. ઘોર ઉપસર્ગ પડ્યા છતાં અડગ રહ્યા. દેએ કહ્યું કે અમે આપની સેવામાં રહીએ પણ મદદ માગે એ મરદ નહિ. મર્દાનગી જોઈએ એમ જણાવી મહા પરાક્રમ બતાવ્યું તેથી મહાવીર નામ આપ્યું. ક્ષમાએ શૂરા અરિહંતા” તીર્થકરો એક વરસ સુધી દાન આપે છે. દાનના પાઠ, શીલના પાઠ, ચારિત્ર તથા આચરણના પાઠ આપણને બતાવનાર ભગવાન છે. ઉપસર્ગના પહાડ તૂટી પડયા છતાં કેવા અણનમ રહ્યા? સામે જઈને દુઃખને સામનો કર્યો, “લડુ ભી ખાના ઔર મેક્ષ ભી
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy