SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ફળ માને અખખની ભસ્મ બનાવવી હોય ત્યારે તેને ચારે બાજુથી અગ્નિ આપવામાં આવે છે. આાત્માને શુદ્ધ કાંચનમય બનાવવા હોય ત્યારે તેને પણ દુ:ખમાંથી, વિપત્તિમાંથી પસાર કરવા પડે છે. દુ:ખ વિના સુખની કિંમત સમજાતી નથી. આ બધી અવસ્થાને પ્રાપ્ત કરવા, સ્વને જાણવા પડશે. જ્યાં સુધી જીવ સ્વને જાણતા નથી, સ્વને પીછાણુત નથી, ત્યાં સુધી તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી પણ લાગતી નથી. સાચાને સમજતાં ખાટુ' સહજ છૂટી જાય છે. વૈશાલીમાં રાજય કરતાં એક રાજાને ત્યાં રાજકુંવરના જન્મ થાય છે. આખા ગામમાં હનુ માજી ફરી વળે છે. રાજ્યના વારસદાર પ્રાપ્ત થતાં રાજા પણ અપૂર્વ આનંદ અનુભવે છે. ખૂબ લાડકોડથી કુમારના ઉછેર થાય છે. અનેક દાસ-દાસીએ વચ્ચે વસતા કુમાર પાંચ વર્ષના થાય છે. એક વખત તે રાજમાં ચાર લોકો આવે છે. અને રાજાના મહેલમાં જ પ્રવેશ કરે છે. ચારને સરદ્વાર આ રાજકુમારને જુએ છે અને તેને વિચાર થાય છે કે વાહ ! રાજયની ખરી સંપત્તિ તે આ રાજકુમાર છે, મારે એકેય ખાળક નથી. આ કેવા સુંદર છે ! તેને જ ઉપાડવા શ્રેષ્ઠ છે. આમ વિચારી બાળકને લઈ જાય છે. ચારના સરદાર બાળકને પેાતાની પલ્લીમાં લઈ જઈ માટે કરે છે. આ માજી રાજા કુવરની તપાસ કરે છે. રાજાને સંતાપના પાર નથી. આખી નગરીમાં હાહાકાર મચી જાય છે. ચારને આનંદના પાર નથી. કુંવરને ખૂબ પ્રેમથી ઉછેરે છે. અનેક વિદ્યા શિખવે છે. સાથેસાથે ચારી કેમ કરવી, તે પણ શીખવે છે. અનુકમે કુંવર પચીસ વરસના થાય છે. આ કુંવરને કાંઈ ખખર નથી કે હું કાણુ છુ? પેાતાનું મૂળભૂત સ્વરૂપ ભૂલી ગયા છે. અજ્ઞાનનાં પ્રતાપે તે માને છે કે અમારો ધંધા તા ચારી અને લૂંટફાટના છે. પલ્લિપતિની એવી ઈચ્છા હર્તા કે મારી પલ્લીમાં આ હાંશિયાર અને અને મારા ધધામાં ઉપયેાગી થાય. તેમ જ મારા પછી આ કુંવર પલ્લિપતિ બને. એકવાર કુંવર જંગલમાં શિકાર માટે જાય છે. અને તેના પિતા–રાજા પણ ત્યાં જ શિકાર કરવા આવે છે. પિતા-પુત્રના મેળાપ થાય છે. પુત્ર-પિતાને ઓળખી શકતા નથી, પિતા-પુત્રને ઓળખી શકતા નથી. પણ આ કુંવરને જોતાં રાજાનાં હૈયામાં ઉમળકો આવે છે. આ જ મારા પુત્ર છે એમ તેને લાગે છે. તે વિચારે છે : મારા કુંવરને કપાળમાં લાખુ હતુ અને આને પણ કપાળે લાખુ છે. મારા કુંવર હત તે તે આવડા હોત. કુતુહુલને વશ થઈ રાજા પૂછે છે “તુ કાણુ છે? અને તારા પિતા કાણુ છે? તું અહીં શા માટે અન્યેા છે? તારા પિતા અત્યારે કયાં છે? ’’ કુંવર કહે છે. હુ પલ્લિપતિના પુત્ર છું. મારા બાપુંજી બિમાર છે. હું જંગલમાં શિકાર કરવા માટે આવ્યે છુ.” કુંવરની વાત સાંભળી રાજા કહે છે. “ચાલ, હું તારી સાથે તારા પિતાની ખબર કાઢવા આવું છું.” રાજા પલ્લિપતિ પાસે જાય છે. તમિયતનાં સમાચાર પૂછી કહે છે આપ અત્યારે સાચે સાચુ ખેલજો. આ પુત્ર કાના છે ? મારા પુત્રને ચાર લઈ ગયા છે,
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy