SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તમે મારી સાથે બનાવટ ન કરશો.” રાજાને જઈ પલિપતિઓળખી જાય છે. અને કહે છે? રાજન ! આ આપને જ પુત્ર છે. પાંચ વર્ષને હતું ત્યારે હું તેને ચેરી ગયું હતું. મેં આખી જીંદગી કાળાં-ધળાં કરવામાં ગાળી છે. હવે મરતાં-કરતાં એક સત્કર્મ કરતે જાઉં છું. તમારા પુત્રને હું પાછો સંપું છું. મને એમ હતું કે હું મારી પલ્લીને તેને વારસદાર બનાવીશ. પણ તમે લઈ જાવ. અહીં કરતાં ત્યાં તે વધુ સુખી અને સમૃધ્ધ બનશે. વળી પુત્રને વિયેગ થતાં પિતાને કે આઘાત થાય તે પણ હું જાણું છું. આપ મને માફ કરજે. મેં આપના પુત્રને જરાપણ દુઃખ આપ્યું નથી. ખૂબ લાડકોડથી ઉછેરી વિદ્યા આપી છે.” રાજા કુંવરને લઈ વૈશાલીમાં આવે છે. કુંવર આવતાં હવે આખી નગરીમાં આનંદ થઈ ગયે. હવે આ કુંવર લૂંટફાટ ચલાવશે? ના. કારણ શું ? હવે એને પિતાના સ્વરૂપની જાણ થઈ છે કે, હું પલિપતિને કુંવર નથી પણ રાજાને કુંવર છું. એ સમજે છે કે આ બધી મારી જ પ્રજા છે, તે હું કેને કુંટુર મારૂં જ રાજ્ય છે. તે હું ચેરી કયાં કરું? રાજ્યનું રક્ષણ કરવું તે મારો ધર્મ છે. તેવી જ રીતે સ્વ-સ્વરૂપની જાણ થતાં પિતાને ખ્યાલ આવશે કે વિષય- કષાયમાં જઈને હું મારા આત્મગુણ રૂપી લક્ષ્મીને કેમ લુંટું! સાધને મળ્યાં તે સાધતેને સદુપયોગ કરી આત્મશક્તિ પ્રાપ્ત કરવાની છે. તે માટે પુરૂષાર્થ કરી આત્મસ્વરૂપને પામે. આ સુંદર જીવનને ઈદ્રિયનાં તર્પણમાં હેમી દઈશ તે આ અવતાર, આવી અનુકળતા ફરી-ફરી મળવાની નથી. વિષય કષાય કરી કર્મ બાંધીશ, પણ જીવ જેવા કેમ કરે છે એવા એને ફળ ભોગવવા પડે છે. ચાર પ્રકારનાં બંધ છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ. તેમાં પ્રકૃતિ અને પ્રદેશ એ ગનાં ઘર છે. - લાંબી સ્થિતિનું તીવ્ર રસવાળું કે મંદરસવાળું કર્મ આવે છે તે બધું વિભાવદશાનું ફળ " છે. કેઈનું પાપ કોઈ લઈ શકતું નથી બીજાનું કરેલું હું ભેગવું એમ બનતું નથી. જે ર્તા થાય એ જ ભેગવે છે. જે બંધાયેલું કર્મ છે એ ખરવાનું છે. જે પાકેલું ફળ તૂટી ગયું એ પાછું ચાટતું નથી. વિભાવ ભાવે બંધાયેલાં કર્મને ઉદય થાય છે અને ભગવાય છે, પરંતુ જ્ઞાનની બલિહારી અહીં જ છે કે ઉદય વખતે સમતા રાખે તે નવાં કર્મ ન બંધાય. દર્દ આવે એને જાણે ને જુએ, પણ રાગ દ્વેષ ન કરે. દાઢને દુખાવે ખૂબ ઉપડ્યો, સહન થઈ શકે નહિં. અને તીવ્ર કષાય કર્યા, પરિ. ણામે નવાં કર્મ બંધાયાં. વેદનીય કર્મ રૂપાંતર કરે, એકને બદલે બીજે દુખ થાય. દાઢ મટે ને ગળાને દુખા થાય. ગળું સૂજી જાય, પાણી પણ ઉતરે નહિં. એ મટયું ત્યાં તાવ આવ્ય, તાવ તે ઉતરી ગયા પણ અશકિત આવી ગઈ. જીવ કર્મ કરે છે એ જ ભગવે છે, કઈ ભેળવી દેતું નથી. તમને ડેકટરનાં ઇજેકશનમાં શ્રદ્ધા છે. દવાટીકડીમાં શ્રદ્ધા છે, પણ ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા નથી. તું જેટલા તીવ્ર કષાય કરીશ એટલાં
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy