SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ એમ ન હતાં અપિક આવતાં, ખોળતા ઈશને વાટ વારે, કયાંથી જાણે અરે મોહલા જને, ઈશિ બિરાજતે હલ્ય ઘાટે.” : હરણની નાભિમાં કરી છે. એને કરતુરીની ખુબ સુવાસ આવે છે. કસ્તુરી મેળવવા તે વનેવને ભટકે છે અને ડુંગરા પર ચડીને ડુંગરાને સુંઘે છે છેડ-છોડવે જઈને ધે છે, પણ કરતુરી પ્રાપ્ત થતી નથી, કારણ કરી એની નાભિમાં જ છે. તમારે સુખ હોઈએ છે, શાંતિ જોઈએ છે. તે અંદર છે. બહાર નથી. પણ જીવ સુખ પ્રાપ્ત કરવા માટે જગતનાં પદાર્થોને પ્રાપ્ત કરે છે. સુખની શોધ બહાર ચલાવે છે. હથી વિંટળાચેલે પ્રાણી સત્ય સ્વરૂપને જાણી શકતો નથી. ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરી શક્તો નથી. ઈન્દ્રિય ઉપર વિજય એ આત્મ ખજાનાના કુંચી છે. જેણે પોતાની ઈન્દ્રિય ઉપર વિજય મેળવ્યે તે આધ્યાત્મિક અર્થમાં દેવાળિયો છે. જે દેવાળિયે હોય તે મોટા વેપાર કરવાનાં તથા મોટી મહેલાતે બંધાવવાના બણગા કેવી રીતે ફેંકી શકે? જે ઈન્દ્રિયજીત છે તેને અગાધ જીવન શક્તિની મુડી પ્રાપ્ત થાય છે. જ્યાં આ મુડી છે ત્યાં પૂરબહારમાં ધમને વ્યાપાર થઈ શકે છે. પણ આ મુડી વિહેણે આધ્યાત્મિક બજારનો કઈ પદાર્થ ખરીદવાની લાયકાત ધરાવતા નથી. ઈન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરી અનાસક્ત યોગને કેળવે. તમારી રોનક ફરી જશે. એ પછી તમારું જીવન અરીસા જેવું સ્વચ્છ બની જશે. અરીસે બધાને સત્કાર કરે છે, પણ સ્વીકાર કોઈને કરતે નથી. અરીસા સામે તમે આવ્યા. તમારું પ્રતિબિંબ પડયું, તમે ચાલ્યા ગયવળી અરીસો એ ને એ જ સ્વચ્છ રહે છે. તમારા આવવા કે જવાથી તેનામાં જરાય વિકૃતિ થઈ નહિં. જ્યારે તમારે ત્યાં મહેમાન આવે ત્યારે તમે તેને આદર-સત્કાર આપે છે, એગ્ય સરભરા કરે છે, જ્યારે જાય છે ત્યારે By, By, Tata કહી વળાવે છે, પણ તેનું તમને દુઃખ થાય છે?ના ...તેમ પૈસો આવ્યું, જાણું, તેને સત્કાર્યો અને જાય ત્યારે By By Tata કહી ઘો. તમારાથી આ બની શકશે? “સૂર્ય શીતળ અને ચંદ્ર અગ્નિ બને, જ્ઞાની આશ્ચર્ય એમાં ન જેતે, જેમ તૂટી પડે ધરણી ધ્રુજી ઊઠે, તેય જ્ઞાની નહિ શાંતિ તે, દેહમાં તે રહયે દેહથી પરવશે, અચળ સાગર સમ તે ચળે ના, સ્વજન કે શ્વાનમાં ભેદ એને નથી, હર્ષ કે ખેદ એને અડે ના” જ્ઞાની પુરુષે દરેક પરિસ્થિતિમાં સમતુલા જાળવી શકે છે. જગત આખાને આશ્ચર્ય પમાડનારી ઘટના એને આશ્ચર્ય પમાડી શકતી નથી. ગમે તેટલી વિપત્તિ અને તે પણ તેને ડગાવી શકતી નથી. પાણીમાં પથ્થર પડે ત્યારે જરાક કુંડાળું થાય પણ થેડીવારમાં પાણી પૂર્વવત્ શાંત બની જાય. જ્ઞાનીની સામે ગમે તેવા–ગભરાવી મૂકે તેવા પ્રસંગે આવે તે પણ પિતાની સ્થિરતાને તેઓ ખેતાં નથી, વિપત્તિને, દુઃખને પોતે સજેલા કર્મનું
SR No.023365
Book TitleNishadhkumar charitra
Original Sutra AuthorN/A
AuthorVardhaman Sthanakvasi Jain Shravak Sangh
PublisherSankliben Kapurchand Gandhi
Publication Year
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy