SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ બધાએ સિંહલદ્વીપ ન આવવા માટે રોયે પણ હું રોકી નહિ ને આવ્યા તે પહેલે જ કેળિયે માખ આવી ! અરેરે....ચંપકમાલા ! તું ક્યાં ગઈ? એમ કહીને ચારે તરફ દષ્ટિ કરવા લાગે. આજુબાજુમાં તપાસ કરી પણ ક્યાંય ચંપકમાલા દેખાઈ નહિ. હવે જિનસેનકુમારને તે ચિંતાનો પાર ન રહ્યો. બીજું આ છોકરાને પણ સાચવવાનો થયે. છોકરે પૂછે છે કાકા ! તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? હવે જિનસેનકુમાર આ બાળકને શું જવાબ આપશે ને ચંપકમાવાની કેવી રીતે તપાસ કરશે તેના ભાવ અવસર. વ્યાખ્યાન નં ૭૮ આ સુદ ૧૦ ને બુધવાર તા. ૧૧-૧૦-૭૮ અનંતજ્ઞાની મહાનપુરૂએ જગતના જીના તાર માટે કલ્યાણમયી વાણું પ્રકાશી. ઉત્તરાધ્યયન સૂત્રના બાવીસમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં આપણે તેમ-રાજુલના વિવાહની વાત ચાલે છે. જેમકુમાર પરણવા માટે આવ્યા છે. તેઓ જાનના ઠાઠમાઠ સામે કે ઉગ્રસેન રાજાએ પિતાના સ્વાગત માટે કેવું નગર શણગાર્યું છે ને કે મંડપ ર છે તે જોતા નથી પણ તેઓ તે આત્મસ્વરૂપમાં સ્થિર થયા છે. આવા મહાનપુરૂષે પિતાના જીવન દ્વારા જગતના જીવને સમજાવે છે કે હે આત્માએ “ઠર્યા વિના ઠેકાણું નથી ને અટકયા વિના અમરતા નથી.” કારણ કે આત્માને મૂળ સ્વભાવ સ્થિર રહેવાને છે. એક પણ પ્રદેશનું હલનચલન કર્યા વગર અનંતકાળ સુધી સ્થિર રહી શકવાની અનંત શક્તિ આત્મામાં રહેલી છે. એ શક્તિને પ્રગટપણે સંપૂર્ણ અનુભવ સિદ્ધગતિના આત્માઓ કરે છે. આત્માની સંપૂર્ણ સ્થિરતાના અનુભવકાળમાં અનંત સુખને તેઓ અનુભવ કરે છે. સ્થિરતામાં સુખ છે ને અસ્થિરતામાં દુઃખ છે. કમ સંગના કારણે આત્માને સ્વભાવ અસ્થિર બની ગયું છે, છતાં સંસારી આત્મામાં અપ્રગટપણે સ્થિરતા રહેલી છે. તે સ્થિરતા પ્રગટ થવામાં રૂકાવટ કરનાર કર્મને સંગ છે. કર્મસંગ છૂટી જતાં આત્મા સંપૂર્ણરૂપે સ્થિર થઈ જાય છે. આમાના આ અસલ સ્થિરતાના સ્વભાવને પ્રગટ કરવા અને કર્મના સંગને દૂર કરવા તીર્થકર ભગવતેએ મોક્ષમાર્ગની સ્થાપના કરી છે. તે મોક્ષમાર્ગની પ્રાપ્તિ માટે દાન–શીયળ-તપ-ભાવ, જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિમાં મન-વચન-કાયાની સ્થિરતા કેળવવી જોઈએ. તમારા સંસારના કાર્ય પણ સ્થિરતા વિના કદી સિદ્ધ થતા નથી. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા નંબરે પાસ થઈને ડીગ્રી મેળવવા માટે ચંચળ ચિત્તને અભ્યાસમાં સ્થિર કરવું પડે છે. નામું લખનારાઓ નામું લખતી વખતે ચિત્તને એકદમ સ્થિર કરી દે છે. એક ખાતાની રકમ બીજા ખાતામાં ખતવાતી નથી. જેના ખાતાની જે રકમ હોય તે તેના ખાતામાં જ ખવાય છે. અમુકનું ખાતુ અમુક પાને છે તે પણ ચેપડા લખનારાઓના
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy