SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ હોય છે. તેનું કારણ તમે સમજી ગયા ને? એ બાબતમાં તે તમે ખૂબ હોંશિયાર છે. મારે તમને કહેવું નહિ પડે. તેનું કારણ એક જ છે કે ચિત્તની સ્થિરતાપૂર્વક ચોપડા લખ્યા છે. આજે દુનિયામાં થતી નવી શોધખેળની સફળતા માટે મુખ્ય કારણ સ્થિરતા છે. કઈ પણ માણસે કઈ પણ કાર્યમાં સફળતા મેળવી હોય અગર કઈ કળા સિદ્ધ કરી હેય તે તેને તમે પૂછી જોજો કે તમે આ કળા કેવી રીતે હસ્તગત કરી? તમને કાર્યમાં સફળતા કેવી રીતે મળી? તે એ તમને એમ જ કહેશે કે કાર્યની સફળતામાં અને કળા સિદ્ધ કરવામાં મુખ્ય કારણ મેં કેળવેલી સ્થિરતા છે. જે વ્યવહારમાં પણ કાર્યને સિદ્ધ કરવા માટે સ્થિરતા મુખ્ય ભાગ ભજવે છે તે પછી આત્મિક ગુણેની સિદ્ધિ માટે જન્મ-મરણાદિ દુખેથી ભરેલા સંસારથી છૂટવા માટે અને અનંત સુખેથી ભરેલા મેક્ષને મેળવવા માટે કેટલી સ્થિરતા કેળવવી જોઈએ તેનો વિચાર કરજે. અત્યાર સુધીમાં કઈ પણ આત્માએ સ્થિરતા વિના કેઈપણ કાર્યની સિદ્ધિ કરી નથી. જ્યાં સુધી અનાસક્ત ભાવ સહિત સ્થિરતાપૂર્વક ધર્મક્રિયાએ નહિ થાય ત્યાં સુધી તે ધર્મક્રિયાઓમાં આવેલી સ્થિરતા પણ મોટે ભાગે આસક્તિ સાવવાળી હોય છે. તેનાથી પુણ્ય બંધાય છે. તે પુણ્યથી ધન, વૈભવ વિગેરે સુખ સામગ્રી મળે છે અને ધર્મ સામગ્રીનો વેગ પણ મળે છે પણ આસક્તિપૂર્વક ધર્મક્રિયા કરી હેવાથી ધર્મના સંસ્કાર પડતા નથી અને આત્મામાં જોરદાર મહાદના સંસ્કાર પડેલા હેવાથી તે સમયે જેને ધન વિગેરે સંસાર સુખની સામગ્રી ઉપર જોરદાર આકર્ષણ થાય છે પણ ધર્મ સામગ્રી પ્રત્યે આકર્ષણ થતું નથી. ધનાદિનું આકર્ષણ જીવ પાસે અનેક પાપકર્મો કરાવે છે. પાપકર્મોમાં રસ પેદા કરે છે તેથી જોરદાર પાપકર્મો બંધાય છે અને તે જોરદાર બંધાયેલ પાપકર્મોથી જીવને અસંખ્યાત કે અનંતકાળ સુધી નરક તિર્યંચાદિ દુર્ગતિઓમાં ભટકવું પડે છે. દુર્ગતિઓના દારૂણ દુઃખથી બચવા માટે જીવે ધર્મક્રિયામાં નિરાશસભાવપૂર્વક સ્થિરતા લાવવાની જરૂર છે. દૂધનું તપેલું ભરેલું હોય તેમાં જે લીંબુના રસના ત્રણ ચાર ટપા પડી જાય તે દૂધને ફાડીને નકામું બનાવી દે છે, તેમ ધર્મક્રિયામાં રહેલી અસ્થિરતા અને આશંસા ધર્મક્રિયાને નકામી બનાવી દે છે. સંસારના સુખ માટે વિદ્યા સાધવા ગયેલા વિદ્યાસાધકે વિદ્યાની સાધના કરતી વખતે કેવા સ્થિર બની જાય છે ! રાવણ વિદ્યા સાધવા માટે જંગલમાં તલ્લીન બનીને આસન લગાવીને બેસી ગયે ને સ્થિર બનીને વિદ્યાને જાપ કરવા લાગ્યા. તે વખતે દેવ તેની પરીક્ષા કરવા માટે અનેક પ્રકારના અનુકૂળ અને પ્રતિકૂળ ઉપદ્ર કરવા લાગે. દેએ આપેલા અનેક પ્રકારના ઉપદ્ર રાવણે સહન કર્યા. કષ્ટ વખતે ચિત્તને બિલકુલ ચલાયમાન થવા દીધું નહિ તે બધી વિદ્યાઓ સિદ્ધ થઈ, અને કષ્ટ વખતે કુંભકર્ણ અને વિભિષણનું ચિત્ત જરા અસ્થિર બન્યું. તે તેમને બધી વિદ્યાઓ સિદ્ધ ન થઈ. હવે વિચાર કરે કે સંસાર સુખ માટે વિદ્યા સાધવાની કળામાં જે આટલી બધી સ્થિરતા રાખવી પડે છે તે મેક્ષના સુખ માટે ધર્મક્રિયાઓમાં કેટલી બધી સ્થિરતા રાખવી જોઈએ ?
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy