SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ છે. ભગવાનના જ્ઞાનમાં અમૂલ્ય રત્નો રહેલા છે પણ રત્ન લેવાની આપણી શક્તિ જોઈએ. બત્રીસ સૂત્રોમાંથી આપણે ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરવું છે. ઉત્તરાધ્યયન સૂત્ર એ મહાવીર પ્રભુની અંતિમ વાણી છે. ભગવાને અંતિમ સમયે પણ આ અપાર સંસાર રૂપી સમુદ્રમાં ડૂબતા જેને આત્મઉદધારને માર્ગ બતાવ્યો. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૂઢ અને ગહન ભાવે રહેલા છે. સૂત્રના પાને પાને અને શબ્દે શબ્દ અમૂલ્ય રને ભરેલા છે પણ એકાગ્રચિત્તે સૂત્રનું શ્રવણ, વાંચન અને મનન કરવામાં આવે તે જ આપણને એ રત્નની પ્રાપ્તિ થાય છે. ઉત્તરાદાયન સૂત્રના ૩૬ અધ્યયને છે. આ ચાતુર્માસમાં તેમાંથી આપણે કયા અધ્યયનનું વાંચન કરવું છે તેના ભાવ અવસરે વિચારીશું. વ્યાખ્યાન નં-૨ અષાડ સુદ ૧૫ ને સોમવાર “માનવભવમાં શું કરશો?" તા-૧૭–૭-૭૮ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની, સર્વજ્ઞ ભગવતે જગતના જીવને ઉદ્દધન કરતા ફરમાવે છે કે હે માનવ ! સુખની શોધ માટે તું બ હ્ય પદાર્થોમાં ભટકે છે પણ ત્યાં તને સાચા સુખની પ્રાપ્તિ થવાની નથી. કારણ કે બાહ્ય પદાર્થો બધાં અસ્થિર છે. અસ્થિર પદાર્થોમાંથી સ્થિર સુખની આશા રાખવી તે વંધ્યા પુત્રવત્ છે. વિષયજન્ય સુખે તે ક્ષણિક સુખે છે. એ ક્ષણિક સુખે કદી કાયમ રહેતા નથી. કાયમનું સુખ એક આત્મામાં રહેલું છે. આત્માની બહાર સુખની શોધ કરવી તે અંધકારમાંથી પ્રકાશને શોધવા જેવું છે. આજે કઈ ખાવાપીવામાં સુખ માને છે. કોઈ સારા વસ્ત્રાભૂષણે પહેરીને હરવાફરવામાં સુખ માને છે, તે કઈ એશઆરામને મે જ મઝામાં સુખ માને છે, પણ ખાવું પીવું, વઆભૂષણે પહેરીને હરવું ફરવું, મેજમઝાને એશઆરામ કરવાનું સુખ તે સાચું નથી પણ તમારું માનેલું દુખ મટાડવાનું અકાળનું એસડ છે. વિષયભેગનું સુખ દારૂણ દુઃખ દેનારું છે. સ્વાધીન, સ્વાભાવિક અને શાશ્વત સુખ માત્ર આત્મામાં રહેલું છે. એ સુખની શોધ માટે મહાન પુરૂષ સર્વ પ્રકારના બાહ્ય સુખને તૃણની જેમ સમજીને ત્યાગ કરે છે. દેવાનુપ્રિયે! જ્યારે જીવને બાહ્ય સુખોનો ત્યાગ કરી આત્મિક, અનંત અને અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાની ભાવના જાગે છે ત્યારે તે સૌથી પ્રથમ શું વિચારણા કરે છે? મારો આત્મા અનાદી અનંત એવા આ સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. અનંતકાળ સુધી નિગદમાં રહ્યો, ત્યાંથી નીકળીને પૃથ્વીકાયની સાત લાખ નિમાં ભટકે, ત્યાંથી નીકળી અપકાયમાં, તેઉકાયમાં અને વાઉકાયની સાત સાત લાખ નિમાં અસંખ્ય વાર ભટક્યો. દશ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy