SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શારા સુવાસ થવી જોઈએ. એમાં હૈયું હર્ષથી ઉછળવું જોઈએ. અદરસત્કારપૂર્વક કરેલી સાધનાનું બહુ મૂલ્ય છે. સત્કાર એટલે હૈયાને આદરભાવ, બહુમાન, અહોભાવ, જેના પ્રત્યે બહુમાન હોય તેની સાધના કરતાં હૈયું ગદ્ગદ્ થાય ને કે અહો ! કેવી સુંદર સાધના કરવાને મને અવસર મળે ! મારા કેવા અહોભાગ્ય ! “અસહય વેદનામાં પણ જીવનને ધન્ય માનતો બાળક” –નેકરને “નમે અરિહંતાણ” આ મંત્ર પ્રત્યે બહુમાન હતું. અંતરને અત્યંત આદર ભાવ હતો. આટલી વેદનામાં નમે અરિહંતાણુંનું રટણ કરતા વિચાર કરે છે કે અહો ! હું તો એક ગરીબ ઢોર ચારનાર નેકર, અને મને વળી આ મહામંત્ર શેને મળે? આ અભાગી જીવને આવા મોટા માણસના બે મીઠા શબ્દો સાંભળવાનાં સાંસા હોય ત્યાં આવે મહાન મંત્ર તે મળે જ શાને ? કમનસીબ ભિખારીના ઠીંકરાના પાત્રમાં રોટલાનો ટુકડો મહામુશ્કેલીઓ પડતો હોય ત્યાં કરોડોની કિંમતના ખજાના તુલ્ય આ મહામંત્ર મળે જ કયાંથી? કયાં હું કમભાગી અને કયાં આ મહાન મંત્ર! મહાત્માએ તે મને ન્યાલ કરી દીધે, જુએ, તેને મહામંત્ર પ્રત્યે કેટલે બધે આદર છે ! કેટલું બહુમાન છે ! તમને ગુરૂ નવકારમંત્ર આપે તે ન્યાલ થઈ જવાના ને ? કેમ કંઇ બોલતા નથી? મને લાગે છે કે તમે કઈ બીજા મંત્રની ઝંખનામાં છે. 38 દર છ બ્રહ્મસેવી કુરકુર સ્વાહા” કઈ તમને આવું કાગળમાં લખી ઉપર કેસરના છાંટણા છાંટી આપે તે તમે ખુશખુશ. (હસાહસ) જુઓ. આ મંત્ર બોલી ત્યાં તમે કેટલા બધા હસ્યા. આ ઉપરથી સમજાય છે કે લક્ષ્મીદેવી પ્રત્યે તમને બહુમાન છે, આદર સત્કાર છે પણ યાદ રાખજો કે લક્ષમીદેવી તમને દુઃખમાં શાંતિ નહિ આપી શકે. લક્ષ્મી તમને એના દાસ બનાવી દેશે તેના કરતાં તમે લક્ષમીને દાસી બનાવી દે. પેલે છોકરો આદરપૂર્વક નમો અરિહંતાણુંનું રટણ કરતે આયુષ્ય પૂર્ણ કરી જે ઘરમાં નેકર હતું તે જ ઘરમાં પુત્ર તરીકે જન્મે. તે બીજે કઈ નહિ પણ સુદર્શન શેઠ બન્યા. આ શાનો પ્રતાપ ? બેલે, નવકારમંત્રને. નવકારમંત્રને મંત્રાધિરાજ કહેવામાં આવે છે. એ પંચ પરમેષ્ટી નવકારમંત્ર મંગલ સ્વરૂપ છે. તે દરેકનું મંગલ કરનાર છે. દરેક શુભ કાર્યમાં સૌથી પ્રથમ આપણે નવકારમંત્રનું મરણ કરીએ છીએ. વ્યાખ્યાનની શરૂઆત કરતાં પહેલા પણ આપણે નવકારમંત્ર જ બેલીએ છીએ ને ? આ ચાતુર્માસના દિવસોમાં ભગવાન કથિત બત્રીસ આગામોમાંથી કઈ પણ એક આગમમાંથી એક અધિકારનું આપણે વાંચન કરીશું. આગમાં ભરપૂર ભા ભરેલા શા. સુ. ૨૦
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy