SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ - નવકાર મંત્રમાં ચૌદ પૂર્વ સાર સમાયેલું છે. એને અચિંત્ય મહિમા છે. માટે તમે આજથી નિયમ લેજો કે મારે દરરોજ પાંચ નવકારવાળી ગણવી. એ ન બની શકે તે એક તે અવશ્ય ગણવી. નવકારમંત્રના પ્રભાવથી મનુષ્ય મહાનમાં મહાન આપત્તિમાંથી બચી જાય છે. આ છોકરો એક ચિત્તે નમો અરિહંતાણંને જાપ સતત કરવા લાગે. આમ કરતાં શું બન્યું? છોકરાના પેટમાં બેંકો લાકડાને ખીલ” –એક દિવસ છોકરો ટેરે લઈને જંગલમાં ગયો છે. ઢોરે આજુબાજુ ચરી રહ્યા હતા. છોકરો આ ઝાડ નીચે “નમો અરિહંતાણું ”ના દયાનમાં લીન બન્યું છે. નદીમાં થે ડું પાણી હતું એટલે ઢેરો ચરતા ચરતા સામે કિનારે ચાલ્યા ગયા છે. આ વખતે પહાડ ઉપર વરસાદ પડવાથી નદીમાં પૂર આવ્યું. ત્રણ ચાર કલાક “નમે અરિહંતાણું"નું રટણ કર્યા પછી આંખ ખેલીને જોયું તે નદીમાં પૂર આવી ગયું છે ને ઢોરો તે સામે કિનારે જતા રહ્યા છે. હવે શું કરવું ? ઢેરે જગલમાં ભૂલા પડી જાય તે? એ સામે કિનારે જવા માટે એક ભેખડ પર ચઢ ને નદીમાં ઝંપલાવ્યું. એને તે જલદી સામે કિનારે જવું હતું પણ તે નદીમાં જે જગ્યાએ પડ્યો તે જગ્યા ઉપર પાણીમાં એક લાકડાને ખૂટે ઉભા હતા. બરાબર તે ખૂંટાની અણી ઉપર આ છોકરાનું પેટ આવી ગયું અને એકદમ જોશથી પડ્યો તેથી તે ખૂટે પેટમાં પેસી ગયો. દેવાનુપ્રિયે! આ જગ્યાએ તમને આવું થાય તે શું કરો ? વેદના થાય તેની હાયવય થાય કે નવકારમંત્રનું સ્મરણ થાય. તમારો અનુભવ શું કહે છે? બેલે તે ખરા ? અજ્ઞાની જીવ હશે તે હાય કરશે ને કહેશે કે મારાથી સહન થતું નથી. જલદી ડૉકટરને બેલા ને ઉપચાર કરાવે. જ્યારે જ્ઞાની હશે તે એમ કહેશે કે હેય મારા કર્મને ઉદય છે. હોય–એમાં રડવાનું શું ? જ્ઞાની અને અજ્ઞાની બંનેને કર્મોદયથી કષ્ટ તે આવે પણ બંનેમાં ફરક એટલે છે કે જ્ઞાની દીર્યથી સહન કરે છે ને અજ્ઞાની રેઈ રેઈને સહન કરે છે. જે સમતાભાવથી સહન કરે છે તેના કર્મના દેણા ચૂકવાઈ જાય છે ને જે હાયવોય કરે છે તે નવા કર્મો બાંધે છે. આ છોકરાના પિટમાં લાકડાને ખૂટે ભરાઈ જવાથી અસહ્ય વેદના થવા લાગી પણ હાયવોયનું નામનિશાન નથી. આનું કારણ શું? તે સમજ્યા. એનું કારણ એક જ છે કે એને નવકાર મંત્ર ઉપર અટલ શ્રદ્ધા હતી ને બીજું એ રટણની સાધના સતત અને દીર્ઘકાળ સુધી કરી હતી, તેથી તેને સંસ્કાર ખૂબ દઢ થઈ ગયા હતા. એટલે વેદનાને ગૌણ કરીને નમો અરિહંતાણુંનું સ્મરણ કરવા માંડ્યું. એને મન નમે અરિહંતાણું સર્વસ્વ હતું. એ મંત્ર પ્રત્યે ખૂબ આદર હતું. બંધુઓ! તમે કઈ પણ સાધના કરો તે આદરપૂર્વક કરો. નાની કે મેટી કેઈપણ સાધના સત્કાર સાથે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy