SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ લાખ સાધારણ વનસ્પતિકાયમાં આ જીવ પટકાયે, ત્યાં કપા, શકાશે. આ રીતે જીવે મહાન દુઃખમાં અનંત કાળચક્રો પસાર કર્યા પણ છવના ભવદુઃખને અંત આવ્યા નથી, ત્યાંથી બેન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, અને સંસી તિર્યંચ પચેન્દ્રિવમાં આ જીવે ઘણે કાળ પરાધીનપણે દુખે ભગવ્યા. અનંતી વખત જન્મે ને મર્યો. આ રીતે દુઃખ ભોગવતાં ઘણે કાળ વ્યતીત થયે ને અકામ નિર્જરાથી દેવ ગતિ પામ્યા. મારા આત્માએ દેવભવમાં ભેગની અતિશય આસક્તિથી ઘણા પાપકર્મો ઉપાર્જન કર્યા એટલે પાછું તિર્યંચનું ખાતું ખેલ્યું. પહેલા, બીજા દેવલોક સુધીના દેવે પાંચ દંડકમાં જાય છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિર્યંચ. તે રીતે આ જીવ દેવમાંથી નીકળી તિર્યંચ પણ થયો હશે. તિર્યંચ પચેન્દ્રિયમાં જીવે અનેક પ્રકારની હિંસાએ કરીને પાપકર્મો બાંધ્યા ને તે પાપકર્મો ભેગવવા નરકમાં ગયે. આ રીતે અનંત કાળ જીવ કર્મના કારણે સંસારમાં રીબા પણ તેને સુખની છાયા મળી નહિ. એમ કરતાં મહાન પુણ્યોદયે તેને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ. તેમાં પણ અનાર્યદેશ, અનાર્યકુળ અને અનાર્યજાતિમાં જન્મી પાપ કર્મોને ભયંકર રીતે આચરીને સંસારમાં ઘણું ભટકયે. આ રીતે ચતુર્ગતિ રૂપ સંસારમાં મારે અનંત કાળ વ્યતીત થયે. હવે મારા અનંત પુણ્યોદયે મને માનવભવમાં આર્યદેશ, આર્યજાતિ અને આર્યકુળ મળ્યું, તેમાં પણ ઉત્તમ શ્રાવકનું કુળ મળ્યું છે. હવે પાપના કીચડમાં શા માટે ખૂચેલે રહું? હવે તે બધી પાપ પય પ્રવૃત્તિઓ અને પાપમય વાસનાઓને ત્યાગ કરીને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય, અને અશુભ ચગાને ત્યાગ કરીને સંસાર પરિભ્રમણને ટાળવા માટે અનંત ઉપકારી, પરમતારક અરિહંત પ્રભુએ બતાવેલા સંયમ માર્ગને જલદી અંગીકાર કરું. બંધુઓ! તમને તે ધર્મારાધના કરવા માટે આ બધી સામગ્રી મળી છે ને? “હા.” તે તમે પણ હું હમણાં જ કહી ગઈ તેવી ભાવના ભાવતા હશે ને ? કે હું કયારે વિતરાગને સાધુ બનીશ! જે ચતુર્ગ તે સંસારમાં અનંત કાળથી ભગવેલા છે તમને યાદ આવતા હોય ને હવે એવા દુઃખ ભોગવવા ન હોય તે શ્રી વીતરાગ ભગવંતે બતાવેલા ત્યાગ માર્ગે આવી સાધુપણાની આરાધના કરવા માટે ઉજમાળ બનો. તમને સાધુપણામાં કષ્ટ છે એમ લાગતું હોય તે એવો વિચાર કરજો કે આ સંસારમાં મેં કેટલાય દુઃખે ભગવ્યા છેસાધુપણાનું કષ્ટ તે તેની આગળ કંઈ જ હિસાબમાં નથી. ખરેખર સંસાર સુખના રોગના કારણે આત્માએ અનંતા જન્મ મરણના કષ્ટ ભગવ્યા. હવે સંયમની આરાધના દ્વારા કર્મો ક્ષય કરીને અનંત આમિક અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવા પુરૂષાર્થ કરે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy