SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ શારદા સુવાસ તરાપ મારીને મારે રાજ્યને તાજ પહેરે પડશે? મારે ભાઈ માટે કે રાજ્ય મેટું? આ વિચારો તેને સતત સતાવ્યા કરતા હતા. પ્રભાકરવર્ધન રાજાને વિદાય થયાને દિવસે વીતી ગયા પણ હર્ષવર્ધનના મુખ ઉપર અંકાયેલી શેની ઘેરી છાયા જ્યારે ઓછી ન થઈ ત્યારે એક દિવસ મંત્રીએ એ તેની પાસે આવીને વિનંતી કરી કે હે કુમાર ! સાચે દીકરે તે એ જ કહેવાય કે જે પિતાજીના અધૂરા અરમાન પૂરા કરે. પિતાજી આપના શિરે રાજ્યને ભાર સોંપીને ગયા છે માટે આપ હવે શેકને દૂર કરે ને કર્તવ્ય બજાવવા કદમ ઉઠાવે, ત્યારે ઉંઘમાંથી ઝબકીને જાગતે ન હેય તેમ હર્ષવર્ધને કહ્યું રાજ્યને ભાર મારા શિરે ? ના...ના...એ વિષયમાં મારે કાંઈ જ વિચાર કરવાનું નથી. રાજ્યને હક્ક તે જે પાટવીપુત્ર હોય તેને જ હોય. મેટામાઈ રાજ્યવર્ધનને વગર માંગ્યું અને વગર આપે મળેલ હક્ક છે. આ બાબતમાં હું સ્વપ્નામાં પણ વિચાર કરું તે મારા માથે ભાતૃદ્રોહીનું કલંક રોટે. કુમારને જવાબ સાંભળીને મંત્રીશ્વરના મનમાં થયું કે જગતમાં સત્ય હજુ જીવે છે. સતિયા પુરૂષને હજુ સુકાળ છે છતાં પિતૃઆજ્ઞાને વચમાં લાવતા એ બેલ્યા કુમાર ! અંતિમ સમયે પિતાજીએ આપને આજ્ઞા કરી છે એનું શું ? હર્ષવર્ધને કહ્યું મંત્રીશ્વર ! એ તે પિતાજીને અંતિમ સમય હતે. એ સમયે એમણે મને આજ્ઞા કરી એને વધાવી લેવી તે એક સુપુત્ર તરીકે મારી ફરજ છે, તેથી હું કંઈ બોલી શકે નહિ. જે કંઈ બેલું તે એમને દુઃખ થાય અને મૃત્યુ બગડી જાય. હું સમજું છું કે પિતાજીની આજ્ઞા મહાન છે તેમ મોટાભાઈને હક્ક પણ મહાન છે. મોટાભાઈ માટે તલસતો નાનાભાઈ - મારા મોટાભાઈને હજુ સમાચાર પહોંચ્યા નથી લાગતા. નહિતર ક્યારના આવી ગયા હોય ! માટે મારા મોટાભાઈને ફરીને જલદી બધા સમાચાર ને એમને અહીં તેડાવીને રાજ મુગટ પહેરાવે હું એમના યુવરાજ તરીકે જેટલે શેભીશ એટલે તમારા રાજા તરીકે નહિ શેલું. એ શું તમારા જેવા વિચક્ષણ મંત્રીઓને મારે સમજાવવું પડશે ? હર્ષવર્ધનકુમારને જવાબ સાંભળીને મંત્રીશ્વરેને મનમાં થયું કે આ ફરજના ફિરસ્તાને આપણે વળી રસ્તા ચીંધનાર કોણ? ચિઠ્ઠીના ચાકર બન્યા વિના છૂટકે ન હતે. ફરીને રાજ્યવર્ધનને તેડવા માટે માણસ મોકલ્યો. રાજ્યવર્ધનને સમાચાર મળતાં તરત જ નીકળ્યો અને થડા દિવસમાં સ્થાનેશ્વર આવી ગયો. સ્થાનેશ્વરમાં પગ મૂકતાં જ એને લાગ્યું કે આખા નગરમાં શેકમય વાતાવરણ છવાઈ ગયું છે. પિતાજી જાણે હજુ કાલે જ મૃત્યુ પામ્યા ન હોય ! એમ લાગતું હતું. એણે ગમગીન વદને રાજસભામાં પ્રવેશ કર્યો. બંને ભાઈઓ ભેટી પડયા અને પિતાજીને યાદ કરીને ખૂબ રડ્યા. ભાઈ ભાઈ વચ્ચે વહેતા પ્રેમના ઝરણું":- થોડી વાર મૌન રહ્યા પછી
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy