SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ ઘર જ નથી. નીચે ધરતી અને ઉપર આભ છે. બહુ બહુ પૂછ્યું ત્યારે માજીએ પિતાની કરૂણ કહાણી કહેવા માંડી. મારા લગ્ન નાની ઉમરમાં થયા હતા. મારે એક દીકરે છે. તેનું નામ કલપેશ હતું પણ લાડમાં કલપ કહીને બોલાવતાં. કલપ દેઢ વર્ષને થયે ત્યાં તેને પિતાજી ગુજરી ગયા, પછી હું ને મારે કલપ બે જ રહ્યા. પાસે પૈસે ન હતું એટલે કેઈ અમારું સ ના થયું. મારે ભાઈ ઘણો સુખી હતો તેણે મને પિતાને ઘેર આવવાનું કહ્યું પણ ઘરમાં ભાભી વઘણ જેવી હતી, એટલે હું ત્યાં ન ગઈ પણ ભાઈ છાની રીતે મને મદદ કરતે હતું, તેમજ મહેનત મજુરી કરીને કલપને ઉછેરવા લાગી. કલ્પેશ મેટો થતાં તેને સ્કૂલે ભણવા બેસાડ. મારે કલપેશ ખૂબ હોંશિયાર હતા. તે કાયમ પ્રથમ નંબરે પાસ થતે. તે મારી આજ્ઞા વિરૂદ્ધ કઈ કામ કરતું ન હતું, એટલે આવા દુઃખમાં પણ આનંદ હતા કે કાલે મારે કપેશ માટે થશે ને મારા દુઃખના દિવસે ચાલ્યા જશે. એ આશામાં હું જીવતી હતી. એમ કરતાં કલ્પેશ મેટ્રીકમાં સારા નંબરે પાસ થયે, એટલે મેં કહ્યું કે બેટા ! હવે તું કંઈક કરી કર. હવે મારાથી કામ થતું નથી. દુઃખ અને ભૂખમાં હું મરી ગઈ છું. કપેશને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પણ મેં ના પાડી એટલે એણે ભણવાને વિચાર માંડી વાળે, પણ કલ્પેશ ખૂબ હોંશિયાર એટલે શિક્ષકો પણ મને કહેવા આવ્યા કે કલપેશને ભણ. એની ફી અને પુસ્તકની સગવડ અમે કરી આપીશું. અને પણ ભણવાની ખૂબ હોંશ હતી એટલે મેં એને દુઃખ વેઠીને ભણાવ્યું. તે બી. કેમ. પાસ થઈ ગયો. અમારા ભાગ્ય–વેગે એને બેંકમાં સારી નોકરી મળી ગઈ એટલે મને થયું કે હાશ. હવે મારું બધું દુઃખ ગયું, અને દીકરાએ કહ્યું–બા ! હવે તું કામ ન કરીશ. એના પગારમાંથી અમે આનંદથી ખાતા હતા. ધીમે ધીમે એને પગાર વધતે ગયે. એટલે કરકસર કરીને એક નાનકડું ઘર લીધું. ઘરમાં વસ્તુઓ વસાવી. અમારી સ્થિતિ સુધરી એટલે સારા ઘરના કહેણ આવવા લાગ્યા. હું એને માટે સારી, સુશીલ અને સંસ્કારી કન્યાની શોધમાં હતી પણ દીકરા! મારા ભાવિમાં શું લખ્યું તેની મને ક્યાં ખબર હતી! કલપેશની સાથે બેંકમાં એક પારસીની છોકરી નોકરી કરતી હતી. તેના પ્રેમમાં પડે અને એક દિવસ એણે એની સાથે લવમેરેજ કરી લીધા અને કન્યાને લઈને ઘરમાં આ. મેં કહ્યું બેટા ! આ કેશુ કહે તારી વહુ, મેં કહ્યું કલાપ! તને આ શું સૂઝયું? આપણે જૈન છીએ. સારા ઘરની સુશીલ કન્યા સાથે પરણાવવાના મને કેડ હતા ને તેં આ શું કર્યું? આપણુ ઘરમાં પારસીની કરી શેભે ? ઘણું કહ્યું પણ પછી શું થાય? અંતે મેં એને કહ્યું બેટા! તે મટી ભૂલ કરી છે પણ એટલું ધ્યાન રાખજે કે તું શાકાહારી રહેજે. કદી અભક્ષ ખાતે નહિ, આ જૈનનું ખેળીયું અભડાવતે નહિ. શરૂઆતમાં તે તે કંઈ બેલતે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy