SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા સુવાસ કરે. ભગવાનની વાણીને એક પણ અક્ષર જે રૂચી જશે તે આત્માને આનંદ મેળવી શકશે, બાકી સંસારમાં સ્વાર્થ સધાય ત્યાં સુધી સગપણ છે. વાર્થ પૂરો થાય એટલે કોણ માતા અને કેણ પુત્ર ! અહીં એક દષ્ટાંત યાદ આવે છે. " એક ગામમાં ખૂબ સુંદર હોટલ હતી. હેલમાં જાતજાતની વાનગીઓ બનતી હતી. ઘણું માણસને એવી આદત હોય છે કે ઘેર પત્ની ગમે તેટલી સારી સારી ચી કરીને જમાડે તે પણ એના પતિને સંતોષ ન થાય. એ હોટલમાં જઈને કંઈ ને કંઈ ખાઈ આવે પછી જ એમ લાગે કે કંઈક ખાધું, એમ આ હોટલમાં પણ જીભને સ્વાદના રસીયાઓ ખાવા માટે આવતા હતા. એક દિવસ એક યુગલ હોટલની બારી આગળની પહેલી જ ખુરશીમાં બેસીને ઠઠ્ઠા મશ્કરી કરતાં ગરમાગરમ નાસ્તા ખાઈ રહ્યા હતા ને આ લાવે, તે લા ઉપરાઉપરી મંગાવતા હતા અને એમની માંગણી પ્રમાણે બધું હાજર થતું હતું. ત્યાં એક વૃદ્ધ ડેશીમાં આવીને રડતી રડતી કહે છે મા....બાપ ! ત્રણ ત્રણ દિવસની ભૂખી છું. પેટમાં અસહૃા પીડા ઉપડી છે. એક બટકું આપો તે પેટની આગ બૂઝાવું. ડેશીના હાથ પગ ધ્રુજતા હતા, આંખે અંધારા આવતા હતા. એણે બે ત્રણ વખત માંગણું કરી ત્યારે પેલા યુગલને ખૂબ જ આવે, કારણ કે એમના આનંદમાં કે ડખલગીરી કરે તે તેમને પિસાય તેવું ન હતું. એ દંપતિએ ડેશી સામે જોયું. બંનેની નજર એક થઈ એટલે કોઇ વધે, તેથી યુવાન છોકરે ગરમાગરમ ચા પીતું હતું તે ચાને ભલે કપ ડોશીમાના મોઢા ઉપર ફેંકયો, અને એની પત્ની એક ડીસમાં ગરમાગરમ ભજીયા ખાઈ રહી હતી. તેણે ભજીયાની ડીસ તેના ઉપર છૂટી ફેંકી. ડેશીમાના મેઢા ઉપર ગરમ ચા પડવાથી દાઝી ગયા ને કાળી બળતરા ઉઠી, અને ડીસ કપાળમાં વાગવાથી ઘા પડે તેમાંથી લેહીની ધાર થઈ માજીની દયા ખાતે દયાળુ યુવાન :- ત્રણ દિવસના ભૂખ્યા ડોશીમા બેભાન થઈને રસ્તા ઉપર પડી ગયા ને પેલા પતિ-પત્ની તે હોટલનું બીલ ચૂકવી ગાડીમાં બેસીને ૨વાના થઈ ગયા. આ સમયે એક દયાળુ યુવાન ત્યાંથી નીકળ્યા. એણે આ દશ્ય નજરે જોયું. એનું દિલ કરૂણાથી દ્રવી ઉઠયું. અહો ! આ સંસાર કે સ્વાર્થને ભરેલે છે ! જયાં જુઓ ત્યાં પૈસાના માન છે. જયાં પૈસે છે ત્યાં સૌ આદર સત્કાર કરે છે. આવા દીન દુઃખીના સામું જેનાર કેણ છે? ખરી રીતે તે દુઃખીની સેવા કરવી જોઈએ. સુખી માણસની પાસે બધું છે. દુઃખીની પાસે કંઈ નથી. દુખીની સેવા એ સાચી સેવા છે. આમ વિચાર કરીને યુવાન પેલા બેભાન અને લેહી લુહાણ બની ગયેલા માજીને ઉંચકીને દવાખાનામાં લઈ ગયે. ડોકટરે તેના ઘા સાફ ફરી પાટે બાં, અને દવા વિગેરે આપ્યું તેથી તે ભાનમાં આવ્યા અને ખૂબ રડવા લાગ્યા તેનું કરૂણ રૂદન જોઈને યુવાનને દયા આવી. તેને ચા, દૂધ વિગેરે આપ્યું ને પૂછયું-મા ! તમારું ઘર કયાં છે ? હું તમને મૂકી જા બેટા! મારે
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy