SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ શારદા સુવાસ નહિ પણ ધીમે ધીમે છ મહિના થતાં ઘરમાં માછલી આવવા લાગી. એની વાનગીઓ બનવા લાગી અત્યાર સુધી મારે કલપ કંદમૂળ ખાતું ન હતું પણ હવે એની પત્નીના સંગે ચઢીને નવતર જીવન જીવવા લાગ્યું. આજ સુધીના આચાર વિચાર બધું પાતાળમાં ચાલ્યું ગયું. આ જોઈને મારું કાળજું કંપી ઉઠયું એટલે મેં કહ્યું બેટા કલપ ! તને આ બધું શેભે છે? જૈન માતા-પિતાને સંસ્કારી પુત્ર થઈને તું આ શું કરી રહ્યો છું? શું આજ સુધી મેં આપેલા સંસ્કાર તું ભૂલી ગયો? બેટા ! જરા વિચાર તે કર. આ તને શેભે છે! મને તે તારું વર્તન બીલકુલ ગમતું નથી છતાં બધું નભાવ લઉં છું, પણ આ તે મારાથી સહન નહિ જ થાય. મારા ઘરમાં માછલી, ઈડા તે નહિ આવવા દઉં. મેં આટલું કહ્યું એટલે દીકરે ઉછળીને કહે છે ડોશી ! બકબક કરતી બંધ થા. તારી કટકટ અમારાથી સહન થતી નથી. જે તારાથી સહન ન થાય તે ચાલી જા અહીંથી. એમ કહીને મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી. હું મજુરી કરીને પેટ ભરતી, અથવા કોઈ દયાળુ મને આપતા, પણ ત્રણ દિવસથી મને ખૂબ તાવ આવતું હતું તેથી કામ ન કરી શકી ને કર્મોદયે મને કેઈએ આપ્યું નહિ. ભૂખ અને દુઃખની મારી હટલ પાસે આવીને મેં ભીખ માંગી. આંખે અંધારા આવવાથી મેં તેમને ઓળખ્યા નહિ. એ મારા દીકરા વહુ હતા. આટલું બોલતાં માજીની આંખમાં આંસુ ભરાઈ ગયા ને ગભરામણ થવા લાગી. ભલભલા કઠેર હદયના માનવીના કાળજાને કંપાવી દે એવી વૃદ્ધ ડેશીમાની કરુણ કહાની સાંભળીને યુવાન પણ રડી પડે. માજી ડી વારે સ્વસ્થ થઈને કહે છે બેટા ! તું રડીશ નહિ, એમાં કઈને દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. યુવાને કહ્યું–માડી! મને તમારા દીકરાનું સરનામું તે આપ. બેટા! એ પાપી દીકરાને મળીને તું શું કરીશ? હું એને માતાની સેવા કરવાને પાઠ ભણાવીશ. બેટા ! મેં એને ઘણું પાઠ ભણાવ્યા છે પણ હવે એની કોઈ અસર રહી નથી, માટે એની પાસે જવું નથી. હું તને સરનામું નહિ આપું. કહેવત છે ને કે “ભયને માર્યો ભય જ દેખે, માડીના મનમાં થયું કે છોકરે કર બની ગયા છે. એના દિલમાં દયાને છાંટે રહ્યો નથી, અને આ યુવાન જઈને એને કંઈ સમજાવે તે શરમને માર્યો મને ઘેર લઈ જશે પણ પછી મને ઘરમાં ઉભી સળગાવી મૂકશે, માટે મારે ઘેર જવું નથી. યુવાન સમજી ગયે કે આ માજી એના છોકરાથી ફફડે છે. તે હવે હું એને માટે બીજી ગોઠવણ કરું. એમ વિચાર કરીને કહે છે માજી ! તમે બે દિવસ અહીં રહેજો, હું બધું લઈને આવું છું. યુવાન પિતાના ઘેર જઈને એની પત્નીને કહે છે કે તારી માતા નાનપણમાં ગુજરી ગઈ છે ને મારી માતા પણ બાળપણમાં ગુજરી ગઈ છે. આપણે બંને મા વિનાના છીએ. તું કહે તે બંનેને મા મળે તેવા એક દુઃખીયારા માજી છે તેને લાવું. એની
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy