SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસ એમને રહેવા માટે એક માળનું મકાન નાનું પડ્યું એટલે સાત માળને ભવ્ય મહેલ બંધાવી રહ્યા છે, ને પાપની સામગ્રી વધારી રહ્યા છે. સંપત્તિને નશ્વર માનવા છતાં હજુ મેહને વધારવાના કામ કરી રહ્યા છે. એક નાનકડા મુનિરાજે મહામંત્રીને મીઠી કેર કરી. આચાર્ય મહારાજ એની સામે મૌનપણે જોઈ રહ્યા. ત્યાં એ નાના મુનિ ફરીને બેલ્યા; ગુરૂદેવ ! આવા ધમીજ મહામંત્રી જેવા જે સંપત્તિના મેહમાં ફસાશે તે શ્રાવક ધર્મની ઉચ્ચ કક્ષાની આરાધના કેણ કરી શકશે? “મુનિની ટકેર ઝીલતા શાંતનુ મહામંત્રી” – નાનકડા મુનિરાજની શાસ્ત્ર સંમત મીઠી ટકેર સાંભળીને મહામંત્રીનું હૃદય પિકારી ઊઠયું. અહિ ! ગુરૂદેવની પવિત્ર વાણું સાંભળવાં છતાં મને આ સંસારની સામગ્રી વધારવાની તમન્ના જાગી!! આ મકાન બંધાવવામાં છકાય છેને કેટલે આરંભ સમારંભ થઈ ગયો! મારી જિંદગી કેટલી? નાણાંને સદ્વ્યય ધર્મના શુભ ખાતામાં કરવાને બદલે આ ઈમારત બાંધવામાં કર્યો. હવે મારે આ સંસાર સુખની સારી દેખાતી સામગ્રી ન જોઈએ. પરિણામે તે એ આત્માનું અહિત કરનારી જ છે ને ? આમ વિચાર કરી ગુરૂદેવને હાથ જોડીને શાંતનુ મહામંત્રી કહે છે ગુરૂદેવ ! આ બાલમુનિરાજે મને સમયસર મીઠી ટકેર કરી છે. મહેલમાં મહાલવાના મારા મનના કેડને આજથી હું દફનાવી દઉં છું અને મેહને હું તિલાંજલી આપું છું. એ મહેલ તૈયાર કરીને હું ધર્મારાધના કરવા માટે શ્રી સંઘને સમર્પણ કરી દઈશ. મહામંત્રીના શબ્દો સાંભળીને ગુરૂ બેલી ઉઠયા-ધન્ય શાંતનુ મહામંત્રીને ! તમે જે શ્રાવક નામને ઉજજવળ બનાવ્યું. તેજીને ટકે રે બસ છે. ચકોરને ટકેર થતાં તે પાપને છેડી દે છે. અમે પણ તમને ટકોર તે કરીએ છીએ ને? આમાંથી કેટલા ચકર બન્યા? જે આટલી આટલી ટકેર કરવા છતાં સમજતા ન હ તે મારે તમને શું કહેવું ? પ્રભુ મહાવીરના શ્રાવકે જાતિવંત ઘોડા જેવા હોય, એમને તે ટકેર કરવાની હોય, ડફણું મારવાના ન હોય. ડફણા કણ ખાય ? હમણું તમે સાંભળી ગયાં ને ? મારે તમને ગધેડા નથી કહેવા. (હસાહસ). તમે જે છે તે તમારી જાતે સમજી લેજે. ઘણાં હળુકમી ને તે ટકેર કરે તે ગમે છે. એ મનમાં એમ સમજે છે કે મારા જેવા અહોભાગ્ય કે સંતે મને ટકેર કરે છે! હું એમની ટકેરને કયારે જીવનમાં અપનાવીશ? અને કંઈક જ એવા હેય છે કે એમને સંતે મીઠી ટકોર કરે કે હે દેવાનુપ્રિય! સંસારના કામ ઘણાં કર્યા. એ તે છે છે ને છે. હવે એ પળોજણ છોડીને આત્મા માટે કંઈક પરભવનું ભાથું બાંધે. વ્રત નિયમમાં આવે ત્યારે એ જીવને સંતે અળખામણા લાગે છે. (હસાહસ) તમને તે આવું નથી થતું ને ? શાંતનુ મહામંત્રી સંતની ટકોરથી ચકેર બની ગયા ને સાત માળનો મહેલ ધર્મક્રિયાઓ કરવા માટે ધર્મસ્થાનક તરીકે સંઘને અર્પણ કરી દીધું. તમે પણ આવા બની જજે. સમુદ્રવિજય રાજાને શીવાદેવી મહારાણી હતા. તે સમુદ્રવિજય રાજાની આજ્ઞાનું પાલન
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy