SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાસે ____ तस्स भज्जा सिवा नाम, तीसे पुत्ता महायसे । भगव अरिटनेमि त्ति, लेगनाहे दमीसरे ॥४॥ સમુદ્રવિજય રાજાને શીવાદેવી નામની ભાર્યા–રાણ હતી. શીવાદેવી રાણી પણ સમુદ્રવિજય રાજાની માફક ધીર, વીર, ગુણીયલ અને ગંભીર હતા. રાજાની રાણી સારી હેય અને પ્રધાન સારે હોય તે રાજ્ય આબાદ બને છે, કારણ કે આવી પવિત્ર રાણુઓ રાજાને રાજકાર્યમાં સારી સલાહ અને સૂચનાઓ આપે છે અને પ્રધાન રાજાનું કાર્ય સારી રીતે સંભાળી શકે તે બુદ્ધિમાન અને પરાક્રમી હોય તે રાજાની રોભા વધે છે. સમુદ્રવિજય રાજાને બીજી રાણીઓ હશે પણ શીવાદેવી રાણી મહાન પુણ્યવંતી છે તેથી તેમનું નામ શાસ્ત્રના પાને અંકિત થયું છે. આજે તમે બધા જે સુખ ભોગવે છે, સંસારમાં માન-પ્રતિષ્ઠા પામે છે તેમાં તમારા પુણ્ય કામ કરી રહ્યા છે. પુણ્ય વિના સુખ, રૂપ કે માન પ્રતિષ્ઠા મળતા નથી. જે સુખ જોઈતું હોય તો ધન કરતાં ધર્મની કિંમત વધુ કે. ધન તે મળશે પણ ધર્મારાધના કરવાને અવસર ફરી ફરીને નહિ મળે.' જીવનમાં ધનની વિશેષતા નથી, ધર્મની વિશેષતા છે. સદ્દગુરૂએ તમને વારંવાર ધમરાધના કરવાની ટકેર કરે છે. તેજીને ટકે બસ છે. ' પાટણના મહારાજાને શાંતનુ નામે મહામંત્રી હતું. તે મહામંત્રી ધન કરતાં ધર્મને મહાન માન હતું. જયારે મહામંત્રીનું પદ સ્વીકાર્યું ત્યારે તેમણે રાજા સાથે કરાર કર્યો હતો કે જયારે મારા ધર્મગુરૂ પાટણમાં પધારે ત્યારે દરજ વ્યાખ્યાન સાંભળવા ગયા વિના મારે નહિ ચાલે. દરરોજ પ્રતિકમણ કરવા જઈશ અને બપોરના પણ મારા ગુરૂની પાસે ધર્મચર્ચા કરવા જઈશ. આટલી છૂટ હોય તે મંત્રીનું પદ લેવા તૈયાર છું. મારા ધર્મના કાર્યમાં રૂકાવટ થાય તે મારે મંત્રીનું પદ ન જોઈએ. રાજાએ તેની વાતને સ્વીકાર કર્યો એટલે શાંતનુએ મહામંત્રી પદને સ્વીકાર કર્યો. એક વખત શાંતનુ મહામંત્રી પાટણમાં પિતાને માટે સાત માળને ભવ્ય મહેલ બંધાવતા હતા. મહેલ બંધાવવામાં અઢળક ધન ખર્ચાઈ રહ્યું હતું. જોનારની આંખે કરી જાય તેવું સુંદર આરસપહાણને મહેલ બંધાઈ રહ્યો હતો. એ સમયે એક આચાર્ય મહારાજ શિષ્ય પરિવાર સહિત પાટણની પવિત્ર ભૂમિમાં પધાર્યા. આ મહામંત્રી શાંતનુ દરરોજ સવારે વ્યાખ્યાનમાં, બપોરે ધર્મચર્ચામાં અને સાંજે પ્રતિક્રમણ કરવા જતા એમ ત્રણે ટાઈમ ગુરુની પાસે જતાં હતાં. આવું મહામંત્રીનું પદ મળ્યું છતાં ધર્મમાં કેટલી શ્રદ્ધા છે! બેલે, તમને આવી શ્રદ્ધા છે? ટાઈમસર પ્રતિક્રમણ કરવા જનાર મંત્રી એક દિવસ થેડા મોડા પહોંચ્યા એટલે આચાર્ય મહારાજે પૂછયું-મંત્રીશ્વર ! આજે તમે કેમ મૈડાં પડ્યા? મહામંત્રી જવાબ આપે તે પહેલાં જ ગુરુદેવને એક નાનકડો શિષ્ય બેલી ઉઠો-ગુરુદેવ! આપના ભક્ત મહામંત્રીને પૂછે તે ખરા કે એમને કેટલે મોહ છે !
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy