SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ગાઢા સુવાસ પ૩૬ કરનાર પતિવ્રતા હતા. રાજાના સ્વભાવને ખરાખર અનુકૂળ હતા. સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણી સ`સારના સુખ લેાગવતાં, ધર્મારાધના કરતાં સુખપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે. એક દિવસ શીવાર્દેવી મહારાણી શૈયામાં સૂતા હતા. કંઈક જાગતા અને ક ંઈક ઉંઘતા એવી અવસ્થામાં રાણીએ ચૌદ સ્વપ્ના એક પછી એક આકાશમાંથી ઉતરીને પાતાના સુખદ્વારા ઉદરમાં પ્રવેશ કરતાં જોયા. ચૌદ સ્વપ્ના જોઈને રાણો સુખીયામાંથી જાગ્યા. આ સમયે ધ્રુવલેાકમાં દેવાના આસન ડોલ્યા ત્યારે તેમણે અવિધિજ્ઞાન દ્વારા ઉપયેગ મૂકીને જોયુ. તા ખબર પડી કે નૈમનાથ ભગવાનનો જીવ અપરાજિત વિમાનમાંથી ચવીને શીત્રાદેવી માતાના ગર્ભમાં આવ્યે છે. હવે રાણી સમુદ્રવિજય રાજા પાસે જશે, સ્વપ્નાની વાત કરી અને રાજા જ્યાતિષીઓને તેડાવીને સ્વપ્નનુ ફળ પૂછશે. તેના ભાવ અવસર કહેવાશે. "6 + · ચરિત્ર – રાણીના આવાસે પ્રધાનજી” :- જિનસેના રાણી જિનસેનકુમારને સમજાવી રહી છે કે બેટા ! આ ચીજો આપણે રાખવી નથી. તું તારા પિતાજીને પાછી આપી આવ. આમ વાત ચાલતી હતી ત્યાં પ્રધાનજી જિનસેના રાણી પાસે આવ્યા એટલે શણીએ તેમનો ખૂબ આદરસત્કાર કર્યાં. પધારો પ્રધાનજી! આજે આપનુ આગમન અહી કેમ થયું? પ્રધાન જિનસેનકુમાર પાસેથી ઘેાડો અને તલવાર લેવા માટે આવ્યા છે પણ આવતાવેંત એમ થાતુ કહેવાય કે હું... આ વસ્તુએ લેવા આવ્યા છું. એ તે વાત ગાઢવીને કરાય ને ! એટલે પ્રધાન જિનસેના રાણીને કહે છે કે મહારાણૌજી ! આપનો પુત્ર જિનસેન કુમાર તે ખૂબ ગુણવાન છે. એના ગુણાનો જગતમાં જોટા નહિ જડે. ' ‘જિનસેના રાણી પાસે પ્રધાને કુવરની કરેલી પ્રશ'સા ’:-હે મહારાણીજી ! આવા પવિત્ર પુત્રની માતા બનીને આપ મહાન ભાગ્યશાળી બની ગયા છે. જિનસેનકુમાર ખરેખર મહાન પરાક્રમી સિહુ જેવા બનશે. કરાડા તારાઓની વચ્ચે . જેમ એક ચંદ્ર શોભી ઉઠે છે તેમ આ જિનસેનકુમાર પણ હજારો માણસાની વચમાં ચંદ્ર સમાન શેલે છે. સભામાં રાજાએ જિનસેન અને રામસેનકુમારની પરીક્ષા લીધી ત્યારે જિનસેનકુમારે જે જખાતેાડ જવાબ આપ્યા તે સાંભળીને પ્રજાજનાના અંતરમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યા કે આ રાજકુમાર ભવિષ્યમાં મહાન પરાક્રમી કેશરી સિંહ જેવા રાજા બનશે. ધન્ય છે એની જન્મદાતાને ! હું ખેાટી વાત નથી કહેતા. જે છે તે સત્ય કહુ` છું. આ રીતે પ્રધાને જિનસેનકુમારનો ખૂબ પ્રશ'સા કરી અને આવા પુત્રને જન્મ આપવા બદલ જિનસેના રાણીને ખૂબ ધન્યવાદ આપ્યા, ત્યારે રાણીએ કહ્યુ –પ્રધાનજી ! ધર્મોના પ્રતાપે પુણ્યના ઉદયથી મા દીકરા આનંદથી દિવસે પસાર કરીએ છીએ, બાકી સુખ-દુઃખ મળવુ. એ તા કર્માધીન છે. કમ આગળ કોઈનું ચાલતું નથી. એ તા પેાતાના કરેલા કર્માં જીવને પેાતાને ભાગવવાનાં છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy