SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સુવાણ સમક્તિ ગુણને નાશ કરે છે. મિથ્યાત્વને જાગૃત કરે છે અને તેનાથી આત્માને અનંતગણું નુકશાન પહોંચે છે. જ્યારે ક્ષમા આત્માને મેક્ષના અનંત સુખ આપનાર છે. ક્ષમામાં અલૌકિક શક્તિ છે. જુઓ, ગજસુકુમાલ કેવા મહાન ક્ષમાધારી વીરરત્ન થયા ! સેમિલે તે બાંધી ગજસુકુમાલના મસ્તક પર માટીની પાળ ને એમાં ભર્યા ભારોભાર અંગાર! અણગારને વળી અંગાર શું? અણુગારને વળી આગ શું ! અણગારને દળી દેહ મેહ શું ! આવા જડ ચેતનના ભેદને સમજેલા ગજસુકુમાલ અણગારે આપત્તિને સામે પગલે વધાવી. તેમના મસ્તક પર સળગતા ખેરના અંગારા છે છતાં આ અણગાર શું વિચારે છે? મારા પરમ ઉપકારી સસરાને શું કહું? શેનાથી વધાવું? મારા દુર્ગમ દુર્ગોને તેડવામાં સહાયરૂપ સસરા સેમિન મળે તે આવા મળે કે જેમણે મને મૂલ્યવાન મેક્ષની પાઘડી બાંધી અને મુક્તિરામણીમાં સુખાનંદ મેળવવા માટે મહાન માર્ગ બતાવ્યો. આમ ભાવના ભાવતા ક્ષેપક શ્રેણી માંડીને મોક્ષ મેળવી લીધો. જુઓ, ગજસુકુમાલની કેટલી અપૂર્વ ક્ષમા ! આફતમાં અકળામણ નહિ, અધીરાઈ નહિ, અસંતોષ નહિ, અશાંતિ નહિ. સેમિલ પ્રત્યે વેરભાવ નહિ. પરિણામે અજરઅમર સ્થાનને પામી ગયા. આત્મામાં ઘર કરી ગયેલ ભયંકર રેગ–કે – કષાયે જીવને કેટલી હેરાન કરે છે ને ક્ષમા કેટલી શાંતિ આપે છે તે વિષે જેટલું કહું તેટલું ઓછું છે. અનંતકાળથી આત્મામાં ઘર કરી ગયેલા એક ભયંકર રેગનું નિદાન આપણે શાસ્ત્રોમાંથી જાણી શકીએ છીએ. એ રેગનું નામ છે કવાય. આ કષાય આપણા તમામ ભાવ રોગોનું મૂળ છે. ભવગ હઠાવીને ભાવ આરોગ્ય પામવું હોય તે પહેલા કષાયને બરાબર પિછાણું લેવી જોઈએ. કષાયની કાળી કથાથી સરજાતી વસમી વ્યથાથી કેણ અજાણ હશે! નરકથી માંડીને સ્વર્ગ સુધી સર્જાયેલી, સર્જાતી ને સર્જનારી બધી ખાનાખરાબીનું મૂળ આ કથા છે. કષાય એટલે સળગતે સંસાર ! અને સળગતે સંસાર એટલે કષાય. કષાયને કસાઈ ચાર ચાર છરાઓથી આપણું ભાવ પ્રાણની કતલ કરી રહ્યો છે. આ ચાર છરા એટલે ક્રોધ, માન, માયા અને લેભ. કષાયે આપણે કેડે પકડીને જીવનને બરબાદ કરી રહ્યા છે. કષાયે તે આપણા દુશ્મન છે. આ દુશમને કેદી તરીકે રહે એમાં જ આપણે સલામત છીએ. કષાય આપણું પર સ્વામીત્વ ભગવે પછી તે ખાનાખરાબી થવામાં કંઈ બાકી ન રહે. ક્રોધ અને માન Àષાત્મક કષાય છે, માયા અને લેભ રાગાત્મક કષાય છે. ક્રોધને વિષય ફક્ત જીવસૃષ્ટિ જ છે જ્યારે રાગની દુનિયા વિસ્તૃત છે. જીવ અને જડ બંને રાગના વિષય છે. દેવાનુપ્રિયે ! યાદ રાખજો કે જ્યાં સુધી આપણા આત્મપ્રદેશ ઉપર કષાયની કેડી સ્થાપાયેલી રહેવાની ત્યાં સુધી તેના ધગધગતા અંગારા અને રાગની રાખથી અવરાયેલા અંગારા આપણે ચારે તરફ રહેવાના. કષાને કાબૂમાં લેવા માટે બે મંત્રો છે.
SR No.023364
Book TitleSharda Suvas
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1040
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy