________________
૨૮૮
શારદા સુવાસ પણ ગોથું ખવડાવી દઉં તે સમર્થ છું. જુઓ, અહં કેવી બૂરી ચીજ છે! ગમે તે સમર્થ મનુષ્ય હેય પણ કોઈનામાં મૃત્યુને જીતવાની તાકાત છે? આ તે મતની સામે મોરચે માંડવા તૈયાર થયે કલાના કસબી પદ્મપાણીએ પિતાના જેવા જ આઠ પૂતળા બનાવ્યા. એ પૂતળા એવા આબેહૂબ બનાવ્યા છે જેનાર ભૂલાવામાં પડી જાય કે આ સાચો પદ્મપાણી છે. કેઈને એવી શંકા ન પડે કે આ નકલી પદ્મપાણી છે. આ સાચે
જ છે એવી કળા કુશળતા એણે પુતળામાં વાપરી હતી. - “યમરાજાને પાછો વાળીશ" તેવી મગરૂરી ધરતે કલાકાર – કલાકાર પદ્મપાણુ આ પૂતળા બનાવીને એવી મગરૂરીમાં હાલતું હતું કે આ પૂતળા અને મારા વચ્ચેના ભેદ ખુદ જમરાજા પણ નહિ કળી શકે મારા જેવી આઠ આકૃતિઓને જોઈને એ મૂંઝાઈ જશે કે આ નવ પૂતળામાં સાચે પદ્મપાણી કેશુ? આમાંથી કેને ઉપાડ? એમ મૂંઝાઈને જમરાજા પાછા ફરશે ને જોષીના જોષ પણ જૂઠા પડી જશે. મારી કળાના કિમિયા આગળ ખુદ યમરાજાના પાણી ઉતરી જશે ને હું જીવતે રહીશ. પૂતળામાં માત્ર પ્રાણની ખામી હતી, બાકી બધું સરખું હતું. પિતાની કળા જોઈને એના અંદરને અહં નાચી ઉઠયો ને બેલવા લાગ્યું કે હવે યમરાજા ગમે ત્યારે આવે તે મને એની ચિંતા નથી. જોષીએ જે દિવસ અને જે પળ એના મૃત્યુ માટે ભાખી હતી તે દિવસની રાહ જોવા લાગે. રાહ જોતાં જોતાં એ દિવસ આવી ગયો અને પદ્મપાણીના મુખમાંથી શબ્દો સરી પડયા કે હે યમરાજ ! વહેલા પધારજે, પણ આ કલાના કસબી પદ્મપાણીને લેવા માટે કાળજુ ઠેકાણે રાખીને આવજે, નહિતર મંગાવી મેથીની ભાજી ને લાવ્યા કેથમીરની ભાજી એ ઘાટ ઘડાશે ને યમલકમાં બધા દેવે તમારી મજાક ઉડાવશે. પદ્મપાણીની કળાની લેકે ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે શું એની કળા છે ! એની કળાને કસબ અને કીર્તિની કથા યમલેકમાં પહોંચી ગઈ.
પૂતળાની વચમાં કલાકારઃ તિષીએ પદ્મપાણીના મૃત્યુની જે પળ ભાંખી હતી તે પહેલાં એ તે એક મેટા સુંદર રૂમમાં પૂતળાઓની વચમાં સાવધ બનીને સૂઈ ગયે. ચાર પૂતળા આ બાજુ ને ચાર પૂતળા બીજી બાજુ અને વચમાં પોતે સૂત. એને મહેલના રૂમમાં અજબ માયા રચાઈ હતી. એને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા. સૌ આશ્ચર્ય પામીને મનમાં બેલી ઉતા કે શું આ બધા પૂતળા છે કે સાચે પદ્મપાણી છે? એકમાંથી નવ પદ્યપાણી ક્યાંથી બની ગયા? એના નિકટના પરિચિતે પણ પદ્મપાણીને પારખી શક્યા નહિ. જેમ જેમ એના મૃત્યુની પળ નજીક આવતી ગઈ તેમ તેમ યમરાજાને પણ મૂંઝવણ વધવા લાગી કે આ નવ પદ્યપાણીમાં સાચા પપાણીને કેવી રીતે પકડે ? જે એના બદલે એના પૂતળાને પકડું તે મારી આબરૂ જાય ને બધા દે મારી મશ્કરી કરે કે લેવા ગયે હતે મિથી ને લાવ્યું કેથમીર ! મારે એવું નથી કરવું. યમરાજા તે